અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) દયાળુ (રહમાન) એ.
(૨) કુરઆન શીખવ્યું.
(૩) તેણે જ મનુષ્યને પેદા કર્યો.
(૪) તેને બોલતા શીખવાડ્યું.
(૫) સૂર્ય અને ચંદ્ર નિર્ધારીત હિસાબથી છે.[1]
(૬) અને તારાઓ તથા વૃક્ષો બંને સિજદો કરે છે.
(૭) તેણે જ આકાશને ઊંચું કર્યું અને તેણે જ ત્રાજવું મૂક્યું.
(૮) જેથી તમે તોલ-માપમાં હદથી વધી ન જાઓ.
(૯) અને ન્યાયપૂર્વક તોલને કાયમ રાખો અને તોલમાં ઓછું ન આપો.
(૧૦) અને તેણે જ મખલૂક (સૃષ્ટિ) માટે ધરતીને પાથરી.
(૧૧) જેમાં મેવાઓ છે અને ગુચ્છાવાળા ખજૂરના વૃક્ષો છે.[1]
(૧૨) અને ફોતરાવાળુ અનાજ છે[1] અને સુગંધીદાર ફૂલ છે.
(૧૩) તો (હે મનુષ્યો અને જીન્નતો !) તમે પોતાના રબની કઈ-કઈ નેઅમતો (ઉપહારો)ને જૂઠાડશો ?[1]
(૧૪) તેણે જ માનવીને ખન-ખનાતી સૂકી માટીથી બનાવ્યો જે ઠીકરા જેવી હતી.[1]
(૧૫) અને જીન્નાતને આગની જવાળામાંથી બનાવ્યો.
(૧૬) તો (હે મનુષ્યો અને જીન્નાતો!) તમે પોતાના રબની કઈ-કઈ નેઅમતો (ઉપહારો)ને જૂઠાડશો ?[1]
(૧૭) તે જ રબ છે બન્ને પૂર્વનો અને બન્ને પશ્ચિમનો.[1]
(૧૮) તો (હે મનુષ્યો અને જીન્નાતો!) તમે પોતાના રબની કઈ-કઈ નેઅમતોને જૂઠાડશો ?
(૧૯) તેણે જ બે સમુદ્રોને વહેતા કર્યા જે એકબીજાથી મળી જાય છે.
(૨૦) આ બન્ને વચ્ચે એક આડ છે કે તેનાથી વધી નથી શકતા.
(૨૧) તો (હે મનુષ્યો અને જીન્નાતો!) તમે પોતાના રબની કઈ-કઈ નેઅમતોને જૂઠાડશો ?
(૨૨) તે બન્નેમાંથી મોતી અને મૂંગા (પ્રવાલ) નીકળે છે.
(૨૩) તો (હે મનુષ્યો અને જીન્નાતો!) તમે પોતાના રબની કઈ-કઈ નેઅમતોને જૂઠાડશો ?
(૨૪) અને અલ્લાહની માલિકીમાં વહાણો પણ છે જે સમુદ્રોમાં ઊંચા પહાડોની માફક (ઊભા રહી) ચાલી રહ્યા છે.[1]
(૨૫) તો (હે મનુષ્યો અને જીન્નાતો!) તમે પોતાના રબની કઈ-કઈ નેઅમતોને જૂઠાડશો ?[1] (ع-૧)