Surah Al-Fath

સૂરહ અલ-ફત્હ

રૂકૂ : ૨

આયત ૧૧ થી ૧૭

سَیَقُوْلُ لَكَ الْمُخَلَّفُوْنَ مِنَ الْاَعْرَابِ شَغَلَتْنَاۤ اَمْوَالُنَا وَ اَهْلُوْنَا فَاسْتَغْفِرْ لَنَا ۚ یَقُوْلُوْنَ بِاَلْسِنَتِهِمْ مَّا لَیْسَ فِیْ قُلُوْبِهِمْ ؕ قُلْ فَمَنْ یَّمْلِكُ لَكُمْ مِّنَ اللّٰهِ شَیْئًا اِنْ اَرَادَ بِكُمْ ضَرًّا اَوْ اَرَادَ بِكُمْ نَفْعًا ؕ بَلْ كَانَ اللّٰهُ بِمَا تَعْمَلُوْنَ خَبِیْرًا (11)

(૧૧) બદ્દુ આરબોમાંથી જેમને પાછળ છોડી દેવામાં આવ્યા હતા તેઓ હવે તમને કહેશે કે, “અમે અમારા માલ અને સંતાનમાં લાગેલા રહ્યા, તો તમે અમારા માટે માફીની દુઆ કરો,” આ લોકો પોતાના મોઢાંથી જે કહી રહ્યા છે તે તેમના દિલોમાં નથી. તમે જવાબ આપી દો કે, “તમારા માટે અલ્લાહ તરફથી કોઈ વાતનો પણ હક કોણ રાખે છે, જો તે તમને નુકસાન પહોંચાડવા ચાહે અથવા તમને કોઈ ફાયદો પહોંચાડવા ચાહે ? પરંતુ તમે જે કંઈ કરી રહ્યા છો તેને અલ્લાહ (તઆલા) સારી રીતે જાણે છે.


بَلْ ظَنَنْتُمْ اَنْ لَّنْ یَّنْقَلِبَ الرَّسُوْلُ وَ الْمُؤْمِنُوْنَ اِلٰۤى اَهْلِیْهِمْ اَبَدًا وَّ زُیِّنَ ذٰلِكَ فِیْ قُلُوْبِكُمْ وَ ظَنَنْتُمْ ظَنَّ السَّوْءِ ۖۚ وَ كُنْتُمْ قَوْمًۢا بُوْرًا (12)

(૧૨) (નહિં) પરંતુ તમે તો એવું સમજી લીધું હતુ કે રસૂલ અને ઈમાનવાળાઓનું પોતાના ઘરો તરફ પાછા ફરવું બિલકુલ અશક્ય છે અને આ વિચાર તમારા દિલોમાં વસી ગયો હતો, તમે ખરાબ વિચાર કરી રાખ્યો હતો. (હકીકતમાં) તમે લોકો છો પણ નાશ થવાવાળા.”


وَ مَنْ لَّمْ یُؤْمِنْۢ بِاللّٰهِ وَ رَسُوْلِهٖ فَاِنَّاۤ اَعْتَدْنَا لِلْكٰفِرِیْنَ سَعِیْرًا (13)

(૧૩) અને જે વ્યક્તિ અલ્લાહ પર અને તેના રસૂલ પર ઈમાન ન લાવે તો અમે પણ એવા કાફિરોના માટે ભડકે બળતી આગ તૈયાર કરી રાખી છે.

وَ لِلّٰهِ مُلْكُ السَّمٰوٰتِ وَ الْاَرْضِ ؕ یَغْفِرُ لِمَنْ یَّشَآءُ وَ یُعَذِّبُ مَنْ یَّشَآءُ ؕ وَ كَانَ اللّٰهُ غَفُوْرًا رَّحِیْمًا (14)

(૧૪) અને આકાશો અને ધરતીનું રાજ્ય અલ્લાહ માટે જ છે, જેને ચાહે માફ કરી દે અને જેને ચાહે સજા આપે, અને અલ્લાહ (તઆલા) મોટો માફ કરવાવાળો દયાળુ છે.


سَیَقُوْلُ الْمُخَلَّفُوْنَ اِذَا انْطَلَقْتُمْ اِلٰى مَغَانِمَ لِتَاْخُذُوْهَا ذَرُوْنَا نَتَّبِعْكُمْ ۚ یُرِیْدُوْنَ اَنْ یُّبَدِّلُوْا كَلٰمَ اللّٰهِ ؕ قُلْ لَّنْ تَتَّبِعُوْنَا كَذٰلِكُمْ قَالَ اللّٰهُ مِنْ قَبْلُ ۚ فَسَیَقُوْلُوْنَ بَلْ تَحْسُدُوْنَنَا ؕ بَلْ كَانُوْا لَا یَفْقَهُوْنَ اِلَّا قَلِیْلًا (15)

(૧૫) જ્યારે તમે લડાઈમાં મળેલા પરિહાર (માલે ગનીમત) લઈ જવા લાગશો તો તરત જ આ પાછળ છોડી દેવાયેલા લોકો કહેશે કે, “અમને પણ તમારા સાથે આવવાની પરવાનગી આપો, આ લોકો ઈચ્છે છે કે અલ્લાહ (તઆલા) ના ફરમાનને બદલી નાખે, (તમે) કહી દો કે, “અલ્લાહ (તઆલા) પહેલા જ ફરમાવી ચૂક્યો છે કે તમે કદી અમારૂ અનુસરણ નહિ કરો,” તો આ લોકો તેનો જવાબ આપશે, “(નહિ-નહિ) બલ્કે તમે અમારાથી ઈર્ષા રાખો છો.” હકીકત એ છે કે આ લોકો ખૂબ ઓછું સમજે છે.


قُلْ لِّلْمُخَلَّفِیْنَ مِنَ الْاَعْرَابِ سَتُدْعَوْنَ اِلٰى قَوْمٍ اُولِیْ بَاْسٍ شَدِیْدٍ تُقَاتِلُوْنَهُمْ اَوْ یُسْلِمُوْنَ ۚ فَاِنْ تُطِیْعُوْا یُؤْتِكُمُ اللّٰهُ اَجْرًا حَسَنًا ۚ وَ اِنْ تَتَوَلَّوْا كَمَا تَوَلَّیْتُمْ مِّنْ قَبْلُ یُعَذِّبْكُمْ عَذَابًا اَلِیْمًا (16)

(૧૬) (તમે) પાછળ છોડી દેવાયેલા બદ્દુ આરબોને કહી દો કે, “જલ્દી તમે એક મોટી બહાદુર કોમ તરફ બોલાવવામાં આવશો કે તમે તેમના સાથે લડાઈ કરશો અથવા તેઓ મુસલમાન થઈ જશે, તો જો તમે આજ્ઞાપાલન કરશો તો અલ્લાહ (તઆલા) તમને ઘણો સારો બદલો આપશે અને જો તમે મોઢું ફેરવી લેશો જેવું કે તમે આના પહેલા મોઢું ફેરવી ચૂક્યા છો તો તે તમને દુઃખદાયી સજા આપશે.


لَیْسَ عَلَى الْاَعْمٰى حَرَجٌ وَّ لَا عَلَى الْاَعْرَجِ حَرَجٌ وَّ لَا عَلَى الْمَرِیْضِ حَرَجٌ ؕ وَ مَنْ یُّطِعِ اللّٰهَ وَ رَسُوْلَهٗ یُدْخِلْهُ جَنّٰتٍ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ ۚ وَ مَنْ یَّتَوَلَّ یُعَذِّبْهُ عَذَابًا اَلِیْمًا ۧ (17)

(૧૭) આંધળા પર કોઈ ગુનોહ નથી, ન લંગડા પર કોઈ ગુનોહ છે અને ન બીમાર પર કોઈ ગુનોહ છે, અને જે કોઈ અલ્લાહ અને તેના રસૂલનું આજ્ઞાપાલન કરે, તેને અલ્લાહ એવી જન્નતોમાં દાખલ કરશે જેમના (વૃક્ષોના) નીચેથી નહેરો વહી રહી હશે અને જે મોઢું ફેરવશે તેને પીડાકારી સજાઓ આપશે. (ع-)