(૧૪૨) બેશક મુનાફિકો અલ્લાહ (તઆલા)થી છેતરપિંડી કરી રહ્યા છે, અને તે તેમને તેમની છેતરપિંડીનો બદલો આપવાવાળો છે, અને જયારે નમાઝ માટે ઊભા થાય છે, તો ઘણી સુસ્તીની હાલતમાં ઊભા થાય છે, ફક્ત લોકોને દેખાડે છે અને અલ્લાહનો ઝિક્ર ઘણો ઓછો કરે છે.
(૧૪૩) તેઓ (કુફ્ર અને ઈમાનની) વચ્ચે જ દ્વિધામાં છે, ન પૂરી રીતે આ તરફ છે અને ન પૂરી રીતે તે તરફ, અને અલ્લાહ જેને ભટકાવી દે, તો તમે તેમના માટે કોઈ માર્ગ પામી શકતા નથી.
(૧૪૬) હાં, જો માફી માંગી લે અને સુધાર કરી લે અને અલ્લાહ (તઆલા) પર વિશ્વાસ કરે અને સાચી રીતે અલ્લાહના માટે જ ધર્મના કામ કરે, તો આવા લોકો ઈમાનવાળાઓની સાથે છે અલ્લાહ (તઆલા) ઈમાનવાળાઓને ઘણો મોટો બદલો આપશે.
(૧૪૮) અલ્લાહ બૂરાઈની સાથે ઊંચી અવાજથી મોહબ્બત નથી કરતો, પરંતુ મજલુમને (જેના સાથે અન્યાય કરવામાં આવ્યો હોય) તેની પરવાનગી છે અને અલ્લાહ સાંભળનાર અને જાણનાર છે.
(૧૫૦) જે લોકો અલ્લાહ અને તેના રસૂલો ૫૨ ઈમાન નથી રાખતા અને ઈચ્છે છે કે અલ્લાહ અને તેના રસૂલની વચ્ચે જુદાઈ કરે અને કહે છે કે અમે કોઈને માનીએ છીએ અને કોઈને નથી માનતા અને (કુફ્ર તથા ઈમાન) વચ્ચે માર્ગ બનાવવા ઈચ્છે છે.
(૧૫૨) અને જે લોકો અલ્લાહ અને તેના રસૂલો ૫૨ ઈમાન લાવ્યા અને તેમનામાંથી કોઈના વચ્ચે ભેદભાવ ન કરે, તેમને અલ્લાહ પૂરો બદલો આપશે અને અલ્લાહ દરગુજર કરનાર મહેરબાન છે. (ع-૨૧)