Surah Taha
સૂરહ તાહા
સૂરહ તાહા
طٰهٰ ۚ (1)
(૧) તા-હા.
مَاۤ اَنْزَلْنَا عَلَیْكَ الْقُرْاٰنَ لِتَشْقٰۤىۙ (2)
(૨) અમે આ કુરઆન તમારા ઉપર એટલા માટે નથી ઉતાર્યુ કે તમે મુશ્કેલીમાં મૂકાઈ જાઓ .
اِلَّا تَذْكِرَةً لِّمَنْ یَّخْشٰىۙ (3)
(૩) પરંતુ તે પ્રત્યેકની નસીહતના માટે જે અલ્લાહથી ડરે છે.
تَنْزِیْلًا مِّمَّنْ خَلَقَ الْاَرْضَ وَ السَّمٰوٰتِ الْعُلٰىؕ (4)
(૪) આનું ઉતરવું તેના તરફથી છે જેણે ધરતીને અને ઉચ્ચ આકાશોને પેદા કર્યા છે.
اَلرَّحْمٰنُ عَلَى الْعَرْشِ اسْتَوٰى (5)
(૫) જે રહમાન (કૃપાળુ) છે, અર્શ પર કાયમ છે.
لَهٗ مَا فِی السَّمٰوٰتِ وَ مَا فِی الْاَرْضِ وَ مَا بَیْنَهُمَا وَ مَا تَحْتَ الثَّرٰى (6)
(૬) જે માલિક છે તે તમામ વસ્તુઓનો જે આકાશો અને ધરતીમાં છે અને જે ધરતી અને આકાશ વચ્ચે છે અને જે ધરતીના નીચે છે.
وَ اِنْ تَجْهَرْ بِالْقَوْلِ فَاِنَّهٗ یَعْلَمُ السِّرَّ وَ اَخْفٰى (7)
(૭) જો તમે તેને પોકારીને વાત કહો, તે તો ચુપકેથી કહેલી વાત, બલ્કે તેનાથી વધારે છૂપી વાત પણ સારી રીતે જાણે છે.
اَللّٰهُ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ ؕ لَهُ الْاَسْمَآءُ الْحُسْنٰى (8)
(૮) તે અલ્લાહ છે તેના સિવાય કોઈ સાચો મા'બૂદ નથી, સર્વોત્તમ નામો તેના માટે જ છે.
وَ هَلْ اَتٰىكَ حَدِیْثُ مُوْسٰىۘ (9)
(૯) અને તમને મૂસાની કોઈ ખબર પણ પહોંચી છે ?
اِذْ رَاٰ نَارًا فَقَالَ لِاَهْلِهِ امْكُثُوْۤا اِنِّیْۤ اٰنَسْتُ نَارًا لَّعَلِّیْۤ اٰتِیْكُمْ مِّنْهَا بِقَبَسٍ اَوْ اَجِدُ عَلَى النَّارِ هُدًى (10)
(૧૦) જ્યારે કે તેણે આગ જોઈને પોતાના પરિવારને કહ્યું કે, “સહેજ થોભી જાઓ, મને આગ દેખાઈ રહી છે, વધારે શક્ય છે કે હું તેનો અંગારો તમારા માટે લઈ આવું અથવા આ આગ વડે રસ્તાની ખબર મેળવું.”
فَلَمَّاۤ اَتٰىهَا نُوْدِیَ یٰمُوْسٰىؕ (11)
(૧૧) જ્યારે તે ત્યાં પહોંચ્યો તો આકાશવાણી થઈ કે, “હે મૂસા !
اِنِّیْۤ اَنَا رَبُّكَ فَاخْلَعْ نَعْلَیْكَ ۚ اِنَّكَ بِالْوَادِ الْمُقَدَّسِ طُوًىؕ (12)
(૧૨) બેશક હું જ તારો રબ છું તું પોતાના પગરખાં ઉતારી દે, કેમકે તું પવિત્ર મેદાન તુવામાં છે.
وَ اَنَا اخْتَرْتُكَ فَاسْتَمِعْ لِمَا یُوْحٰى (13)
(૧૩) અને મેં તને ચૂંટી લીધો છે, હવે જે વહી કરવામાં આવે તેને ધ્યાનપૂર્વક સાંભળ.
اِنَّنِیْۤ اَنَا اللّٰهُ لَاۤ اِلٰهَ اِلَّاۤ اَنَا فَاعْبُدْنِیْ ۙ وَ اَقِمِ الصَّلٰوةَ لِذِكْرِیْ (14)
(૧૪) બેશક હું જ અલ્લાહ છું, મારા સિવાય બંદગીના લાયક કોઈ બીજો કોઈ નથી, એટલા માટે તું મારી જ બંદગી કર અને મારી યાદ માટે નમાઝ કાયમ કર.
اِنَّ السَّاعَةَ اٰتِیَةٌ اَكَادُ اُخْفِیْهَا لِتُجْزٰى كُلُّ نَفْسٍۭ بِمَا تَسْعٰى (15)
(૧૫) કયામત જરૂર આવવાની છે જેને હું ગુપ્ત રાખવા ચાહું છું જેથી દરેક મનુષ્યને તેનો બદલો આપવામાં આવે જેની તેણે કોશિશ કરી હોય.
فَلَا یَصُدَّنَّكَ عَنْهَا مَنْ لَّا یُؤْمِنُ بِهَا وَ اتَّبَعَ هَوٰىهُ فَتَرْدٰى (16)
(૧૬) તો હવે આ ઈમાનથી તને એવો વ્યક્તિ રોકી ન દે જે આના પર ઈમાન ન રાખતો હોય અને પોતાની મનેચ્છાઓના પાછળ પડેલો હોય, નહિતર તું વિનાશમાં પડી જઈશ.
وَ مَا تِلْكَ بِیَمِیْنِكَ یٰمُوْسٰى (17)
(૧૭) અને હે મૂસા ! તારા જમણા હાથમાં શું છે ? "
قَالَ هِیَ عَصَایَ ۚ اَتَوَكَّؤُا عَلَیْهَا وَ اَهُشُّ بِهَا عَلٰى غَنَمِیْ وَ لِیَ فِیْهَا مَاٰرِبُ اُخْرٰى (18)
(૧૮) જવાબ આપ્યો કે, “આ મારી લાઠી છે, જેના પર હું ટેક લગાવું છુ અને જેનાથી હું મારી બકરીઓ માટે પાંદડા ખેરવું છું, અને બીજા પણ આમાં મને ઘણા ફાયદાઓ છે.”
قَالَ اَلْقِهَا یٰمُوْسٰى (19)
(૮૫) કહ્યું કે, “હે મૂસા ! તેને નીચે નાખી દે.”
فَاَلْقٰىهَا فَاِذَا هِیَ حَیَّةٌ تَسْعٰى (20)
(૨૦) તો નાખતા જ સાપ બનીને દોડવા લાગી
قَالَ خُذْهَا وَ لَا تَخَفْ وقفة سَنُعِیْدُهَا سِیْرَتَهَا الْاُوْلٰى (21)
(૨૧) કહ્યું કે, “ડર નહિ એને પકડી લે, અમે એને એની પહેલાની સ્થિતિમાં પાછી લાવી દઈશું.
وَ اضْمُمْ یَدَكَ اِلٰى جَنَاحِكَ تَخْرُجْ بَیْضَآءَ مِنْ غَیْرِ سُوْٓءٍ اٰیَةً اُخْرٰىۙ (22)
(૨૨) અને પોતાનો હાથ પોતાની બગલમાં નાખી લે, તો તે સફેદ ચળકતો નીકળશે, પરંતુ કોઈ દોષ અને રોગ વગર, આ બીજો ચમત્કાર છે.
لِنُرِیَكَ مِنْ اٰیٰتِنَا الْكُبْرٰىۚ (23)
(૨૩) આ એટલા માટે કે અમે તને અમારી મોટી-મોટી નિશાનીઓ દેખાડવા ચાહિએ છીએ.
اِذْهَبْ اِلٰى فِرْعَوْنَ اِنَّهٗ طَغٰى ۧ (24)
(૨૪) હવે તું ફિરઔન પાસે જા, તેણે મોટો ફસાદ મચાવી રાખ્યો છે.” (ع-૧)