Surah Al-Baqarah

સૂરહ અલ-બકરહ

રૂકૂઅ : ૨૯

આયત ૨૨૯ થી ૨૩૧


الطَّلَاقُ مَرَّتَانِ ۖ فَإِمْسَاكٌ بِمَعْرُوفٍ أَوْ تَسْرِيحٌ بِإِحْسَانٍ ۗ وَلَا يَحِلُّ لَكُمْ أَن تَأْخُذُوا مِمَّا آتَيْتُمُوهُنَّ شَيْئًا إِلَّا أَن يَخَافَا أَلَّا يُقِيمَا حُدُودَ اللَّهِ ۖ فَإِنْ خِفْتُمْ أَلَّا يُقِيمَا حُدُودَ اللَّهِ فَلَا جُنَاحَ عَلَيْهِمَا فِيمَا افْتَدَتْ بِهِ ۗ تِلْكَ حُدُودُ اللَّهِ فَلَا تَعْتَدُوهَا ۚ وَمَن يَتَعَدَّ حُدُودَ اللَّهِ فَأُولَٰئِكَ هُمُ الظَّالِمُونَ (229)

(૨૨૯) આ તલાકો બે વાર છે પછી તેને ભલાઈથી રોકવી અથવા જાઈઝ તરીકાથી છોડી દેવી અને તમારા માટે સારૂ નથી કે તમે તેમને જે આપ્યું છે તેમાંથી કંઈ પણ લો, હા! એ વાત અલગ છે કે બંનેને અલ્લાહની હદ કાયમ ન રાખવાનો ડર હોય, એટલા માટે જો તમને ડર હોય કે આ બંને અલ્લાહની હદો કાયમ નહિ રાખી શકે, તો સ્ત્રી આઝાદ થવા માટે કંઈ આપી દે, તેમા બંને પર કોઈ ગુનોહ નથી, આ અલ્લાહની હદો છે. હોંશિયાર ! એનાથી આગળ ન વધો અને જે લોકો અલ્લાહની હદોને ઓળંગે છે તેઓ જ જાલિમ છે.


فَإِن طَلَّقَهَا فَلَا تَحِلُّ لَهُ مِن بَعْدُ حَتَّىٰ تَنكِحَ زَوْجًا غَيْرَهُ ۗ فَإِن طَلَّقَهَا فَلَا جُنَاحَ عَلَيْهِمَا أَن يَتَرَاجَعَا إِن ظَنَّا أَن يُقِيمَا حُدُودَ اللَّهِ ۗ وَتِلْكَ حُدُودُ اللَّهِ يُبَيِّنُهَا لِقَوْمٍ يَعْلَمُونَ (230)

(૨૩૦) પછી જો તેને (ત્રીજી વાર) તલાક આપી દે, તો હવે તે તેના માટે હલાલ (વૈઘ) નથી જ્યાં સુધી કે તે સ્ત્રી બીજા સાથે નિકાહ ન કરે, પછી જો તે તલાક આપી દે તો તે બંનેને મેલજોલ કરી લેવામાં (સાથે રહેવામાં) કોઈ ગુનોહ નથી, જ્યારે કે તેઓ જાણી લે કે અલ્લાહની હદોને કાયમ રાખી શકશે, આ અલ્લાહ (તઆલા)ની હદો છે જેને તે જાણનારાઓના માટે વર્ણન કરી રહ્યો છે.


وَإِذَا طَلَّقْتُمُ النِّسَاءَ فَبَلَغْنَ أَجَلَهُنَّ فَأَمْسِكُوهُنَّ بِمَعْرُوفٍ أَوْ سَرِّحُوهُنَّ بِمَعْرُوفٍ ۚ وَلَا تُمْسِكُوهُنَّ ضِرَارًا لِّتَعْتَدُوا ۚ وَمَن يَفْعَلْ ذَٰلِكَ فَقَدْ ظَلَمَ نَفْسَهُ ۚ وَلَا تَتَّخِذُوا آيَاتِ اللَّهِ هُزُوًا ۚ وَاذْكُرُوا نِعْمَتَ اللَّهِ عَلَيْكُمْ وَمَا أَنزَلَ عَلَيْكُم مِّنَ الْكِتَابِ وَالْحِكْمَةِ يَعِظُكُم بِهِ ۚ وَاتَّقُوا اللَّهَ وَاعْلَمُوا أَنَّ اللَّهَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ (231)

(૨૩૧) અને જ્યારે તમે સ્ત્રીઓને તલાક આપો અને તે પોતાની ઈદ્દત (ત્રણ માસિકધર્મની મુદ્દતને કહે છે) પુરી કરવાની નજીક હોય, તો હવે તેમને સારી રીતે વસાવો અથવા ભલાઈની સાથે અલગ કરી દો. અને તેને નુકશાન પહોંચાડવાના હેતુથી જુલમ અને અતિરેક કરવા માટે ન રોકો, જે માણસ આવુ કરશે તેણે પોતાની જાન પર જુલમ કર્યો, તમે અલ્લાહના હુકમોનો મજાક ન બનાવો. અને અલ્લાહની ને’મત જે તમારા પર છે તેને યાદ કરો અને જે કોઈ કિતાબ અને હિકમત તેણે ઉતારી છે, જેનાથી તમને તાલીમ આપી રહ્યો છે તેને પણ અને અલ્લાહ (તઆલા)થી ડરતા રહો અને યાદ રાખો અલ્લાહ દરેક વસ્તુને જાણે છે.