Surah Al-Mu'minun

સૂરહ અલ-મુ'મિનૂન

રૂકૂઅ : ૪

આયત ૫૧ થી ૭૭

یٰۤاَیُّهَا الرُّسُلُ كُلُوْا مِنَ الطَّیِّبٰتِ وَ اعْمَلُوْا صَالِحًا ؕ اِنِّیْ بِمَا تَعْمَلُوْنَ عَلِیْمٌؕ (51)

(૫૧) હે પયગંબરો! હલાલ વસ્તુઓ ખાઓ અને નેક કામ કરો, તમે જે કંઈ કરી રહ્યા છો તેને હું સારી રીતે જાણુ છું.


وَ اِنَّ هٰذِهٖۤ اُمَّتُكُمْ اُمَّةً وَّاحِدَةً وَّ اَنَا رَبُّكُمْ فَاتَّقُوْنِ (52)

(૫૨) અને બેશક તમારો આ ધર્મ એક જ ધર્મ છે,” અને હું જ તમારા બધાનો રબ છું તો તમે મારાથી ડરતા રહો.


فَتَقَطَّعُوْۤا اَمْرَهُمْ بَیْنَهُمْ زُبُرًا ؕ كُلُّ حِزْبٍۭ بِمَا لَدَیْهِمْ فَرِحُوْنَ (53)

(૫૩) પછી તેમની ઉમ્મતોએ જાતે જ પોતાના ધર્મના પરસ્પર ટુકડા કરી લીધા, દરેક સંપ્રદાય તેના પાસે જે કંઈ છે તેના પર ગર્વ કરી રહ્યો છે.


فَذَرْهُمْ فِیْ غَمْرَتِهِمْ حَتّٰى حِیْنٍ (54)

(૫૪) તો તમે પણ તેમને તેમની ગફલતની હાલતમાં થોડો સમય પડી રહેવા દો.


اَیَحْسَبُوْنَ اَنَّمَا نُمِدُّهُمْ بِهٖ مِنْ مَّالٍ وَّ بَنِیْنَۙ (55)

(૫૫) શું તેઓ એમ સમજી બેઠા છે કે અમે જે કંઈ પણ તેમના માલ અને સંતાન વધારી રહ્યા છીએ.


نُسَارِعُ لَهُمْ فِی الْخَیْرٰتِ ؕ بَلْ لَّا یَشْعُرُوْنَ (56)

(૫૬) તે તેમના માટે ભલાઈઓમાં જલ્દી કરી રહ્યા છે ? નહિ, નહિ, બલ્કે તેઓ સમજતા જ નથી


اِنَّ الَّذِیْنَ هُمْ مِّنْ خَشْیَةِ رَبِّهِمْ مُّشْفِقُوْنَۙ (57)

(૫૭) બેશક જે લોકો પોતાના રબના ડરથી ડરે છે.


وَ الَّذِیْنَ هُمْ بِاٰیٰتِ رَبِّهِمْ یُؤْمِنُوْنَۙ (58)

(૫૮) અને જે લોકો પોતાના રબની આયતો પર ઈમાન રાખે છે.


وَ الَّذِیْنَ هُمْ بِرَبِّهِمْ لَا یُشْرِكُوْنَۙ (59)

(૫૯) અને જેઓ પોતાના રબ સાથે કોઈને ભાગીદાર નથી બનાવતા.


وَ الَّذِیْنَ یُؤْتُوْنَ مَاۤ اٰتَوْا وَّ قُلُوْبُهُمْ وَجِلَةٌ اَنَّهُمْ اِلٰى رَبِّهِمْ رٰجِعُوْنَۙ (60)

(૬૦) અને જે લોકો આપે છે જે કંઈ આપે છે અને તેમના દિલ ધ્રુજે છે કે તેમને પોતાના રબ તરફ પાછા જવાનું છે.


اُولٰٓئِكَ یُسٰرِعُوْنَ فِی الْخَیْرٰتِ وَ هُمْ لَهَا سٰبِقُوْنَ (61)

(૬૧) આ લોકો છે જેઓ જલ્દી ભલાઈ પ્રાપ્ત કરી રહ્યા છે અને આ લોકો છે જેઓ તેના તરફ વધી જનાર છે.


وَ لَا نُكَلِّفُ نَفْسًا اِلَّا وُسْعَهَا وَ لَدَیْنَا كِتٰبٌ یَّنْطِقُ بِالْحَقِّ وَ هُمْ لَا یُظْلَمُوْنَ (62)

(૬૨) અમે કોઈ જીવને તેની તાકાતથી વધારે બોજ નથી આપતા, અમારા પાસે એક કિતાબ છે જે સત્ય જ બોલે છે, તેમના ઉપર જરા પણ જુલમ નહિ થાય.


بَلْ قُلُوْبُهُمْ فِیْ غَمْرَةٍ مِّنْ هٰذَا وَ لَهُمْ اَعْمَالٌ مِّنْ دُوْنِ ذٰلِكَ هُمْ لَهَا عٰمِلُوْنَ (63)

(૬૩) પરંતુ તેમના દિલ તેના તરફથી ગાફેલ છે અને તેમના માટે આના સિવાય પણ ઘણા કાર્યો છે જેને તેઓ કરનાર છે.


حَتّٰۤى اِذَاۤ اَخَذْنَا مُتْرَفِیْهِمْ بِالْعَذَابِ اِذَا هُمْ یَجْئَرُوْنَؕ (64)

(૬૪) ત્યાં સુધી કે જ્યારે અમે તેમના ખુશહાલ લોકોને અઝાબમાં પકડી લીધા તો તેઓ ફરિયાદ કરવા લાગ્યા.


لَا تَجْئَرُوا الْیَوْمَ {قف} اِنَّكُمْ مِّنَّا لَا تُنْصَرُوْنَ (65)

(૬૫) આજે ફરિયાદ કરો નહિ, બેશક તમને અમારા તરફથી મદદ કરવામાં નહિ આવે.


قَدْ كَانَتْ اٰیٰتِیْ تُتْلٰى عَلَیْكُمْ فَكُنْتُمْ عَلٰۤى اَعْقَابِكُمْ تَنْكِصُوْنَۙ (66)

(૬૬) અમારી આયતો તમારા સામે પઢવામાં આવતી હતી, પછી પણ તમે પોતાની એડિયોભેર ઉલ્ટા ભાગતા હતા.مُسْتَكْبِرِیْنَ { ۖ ق} بِهٖ سٰمِرًا تَهْجُرُوْنَ (67)

(૬૭) અકડતા, ઈતરાતા, વાતો બનાવતા તેને છોડી દેતા .


اَفَلَمْ یَدَّبَّرُوا الْقَوْلَ اَمْ جَآءَهُمْ مَّا لَمْ یَاْتِ اٰبَآءَهُمُ الْاَوَّلِیْنَ {ز}(68)

(૬૮) શું તેમણે આ વાત પર ચિંતન અને મનન નથી કર્યું ? પરંતુ તેમના પાસે તે આવ્યું જે તેમના પૂર્વજોના પાસે નહોતું આવ્યુ.


اَمْ لَمْ یَعْرِفُوْا رَسُوْلَهُمْ فَهُمْ لَهٗ مُنْكِرُوْنَ٘ (69)

(૬૯) અથવા તેમણે પોતાના પયગંબરોને ઓળખ્યા નહિ કે તેમનો ઈન્કાર કરનારા બની રહ્યા છે.


اَمْ یَقُوْلُوْنَ بِهٖ جِنَّةٌ ؕ بَلْ جَآءَهُمْ بِالْحَقِّ وَ اَكْثَرُهُمْ لِلْحَقِّ كٰرِهُوْنَ (70)

(૭૦) અથવા કહે છે કે તેનું માથું ફૂટી ગયું છે? પરંતુ તે તો તેમના પાસે સત્ય લઈને આવ્યા છે, હા, આમનામાંથી વધારે પડતા સત્યથી ચીઢે છે.


وَ لَوِ اتَّبَعَ الْحَقُّ اَهْوَآءَهُمْ لَفَسَدَتِ السَّمٰوٰتُ وَ الْاَرْضُ وَ مَنْ فِیْهِنَّ ؕ بَلْ اَتَیْنٰهُمْ بِذِكْرِهِمْ فَهُمْ عَنْ ذِكْرِهِمْ مُّعْرِضُوْنَؕ (71)

(૭૧) જો સત્ય તેમની ઈચ્છાઓનું અનુયાયી બની જાય, તો ધરતી અને આકાશ અને તેમના વચ્ચેની જેટલી વસ્તુઓ છે બધી અસ્તવ્યસ્ત થઈ જાય, સત્ય તો એ છે કે અમે તેમને તેમની નસીહત પહોંચાડી દીધી છે, પરંતુ તેઓ પોતાની નસીહતથી મોઢું ફેરવનારા છે.


اَمْ تَسْئَلُهُمْ خَرْجًا فَخَرَاجُ رَبِّكَ خَیْرٌ{ ۖ ق} وَّ هُوَ خَیْرُ الرّٰزِقِیْنَ (72)

(૭૨) શું તમે તેમના પાસે કોઈ વળતર ચાહો છો ? યાદ રાખો, તમારા રબનું વળતર ખૂબ બહેતર છે અને તે સર્વશ્રેષ્ઠ રોજી પહોંચાડનાર છે.


وَ اِنَّكَ لَتَدْعُوْهُمْ اِلٰى صِرَاطٍ مُّسْتَقِیْمٍ (73)

(૭૩) બેશક તમે તો તેમને સીધા માર્ગ તરફ બોલાવી રહ્યા છો.وَ اِنَّ الَّذِیْنَ لَا یُؤْمِنُوْنَ بِالْاٰخِرَةِ عَنِ الصِّرَاطِ لَنٰكِبُوْنَ (74)

(૭૪) અને બેશક જે લોકો આખિરત પર વિશ્વાસ નથી રાખતા તેઓ સીધા માર્ગથી ફરી જનારા છે.


وَ لَوْ رَحِمْنٰهُمْ وَ كَشَفْنَا مَا بِهِمْ مِّنْ ضُرٍّ لَّلَجُّوْا فِیْ طُغْیَانِهِمْ یَعْمَهُوْنَ (75)

(૭૫) અને જો અમે તેમના ઉપર કૃપા કરીએ તથા તેમની મુશ્કેલી દૂર કરી દઈએ તો આ લોકો પોતપોતાની દુષ્ટતા પર વધારે મજબૂત રહીને વધારે ભટકવા લાગશે.


وَ لَقَدْ اَخَذْنٰهُمْ بِالْعَذَابِ فَمَا اسْتَكَانُوْا لِرَبِّهِمْ وَ مَا یَتَضَرَّعُوْنَ (76)

(૭૬) અને અમે તેમને અઝાબમાં પણ જકડ્યા, પછી પણ આ લોકો ન તો પોતાના રબ સામે ઝૂક્યા અને ન વિનમ્રતાનો માર્ગ અપનાવ્યો,


حَتّٰۤى اِذَا فَتَحْنَا عَلَیْهِمْ بَابًا ذَا عَذَابٍ شَدِیْدٍ اِذَا هُمْ فِیْهِ مُبْلِسُوْنَ ۧ (77)

(૭૭) ત્યાં સુધી કે જ્યારે અમે તેમના ઉપર સખત અઝાબના દરવાજા ખોલી નાખ્યા તો તેઓ તે જ સમયે તરત જ હતાશ થઈ ગયા. (ع-)