(૬૫) કહી દો કે, “હું તો ફક્ત ચેતવનાર છું અને એક અલ્લાહ જબરજસ્તના સિવાય કોઈ બીજો બંદગીના લાયક નથી.
(૬૬) જે આકાશો અને ધરતીનો અને જે કંઈ તેના વચ્ચે છે તે તમામનો માલિક છે, તે જબરજસ્ત અને ઘણો માફ કરનાર છે.”
(૬૭) (તમે) કહી દો કે, “આ ખૂબ મોટી ખબર છે.
(૬૮) જેનાથી તમે મોઢું ફેરવી રહ્યા છો.”
(૬૯) અને (કહો), “તે ઊંચા પદોવાળા ફરિશ્તાઓ (ની વાતચિત)નું મને જરા પણ ઈલ્મ જ નથી જ્યારે તેઓ વાદ-વિવાદ કરી રહ્યા હતા.[1]
(૭૦) મારા તરફ ફક્ત એ જ વહી મોકલવામાં આવી છે કે હું તો સ્પષ્ટ રીતે ચેતવણી આપનાર છું.”
(૭૧) જ્યારે તમારા રબે ફરિશ્તાઓને કહ્યું,[1] “હું માટીમાંથી મનુષ્યને બનાવવાનો છું.
(૭૨) તો જ્યારે હું તેને સંપૂર્ણ બનાવી લઉં અને તેમાં પોતાની રૂહ ફૂંકી દઉં[1] તો તમે બધા તેના આગળ સિજદામાં પડી જજો.”[2]
(૭૩) તો તમામ ફરિશ્તાઓએ સિજદો કર્યો.
(૭૪) પરંતુ ઈબ્લીસે (ન કર્યો) , તેણે ઘમંડ કર્યો અને તે હતો જ કાફિરોમાંથી.
(૭૫) (રબે ફરમાવ્યું) કે, “હે ઈબ્લીસ! જેને મેં પોતાના હાથોથી બનાવ્યો હતો[1] તેને સિજદો કરવાથી કઈ વસ્તુએ તને રોક્યો. શું તું ઘમંડમાં આવી ગયો છે કે તું ઊંચા દરજ્જાવાળાઓમાંથી છે ?”
(૭૬) (તેણે) જવાબ આપ્યો કે, “હું આનાથી બહેતર છું તેં મને આગમાંથી બનાવ્યો અને આને માટીમાંથી બનાવ્યો છે.[1]
(૭૭) ફરમાવ્યું કે, “તું અહીંથી નીકળી જા, તું હડધૂત (મરદૂદ) થયો.
(૭૮) અને તારા ઉપર કયામતના દિવસ સુધી મારી ફિટકાર છે.”
(૭૯) કહેવા લાગ્યો કે, “હે મારા રબ! મને લોકોને બીજીવાર ઉઠાવવામાં આવે તે દિવસ સુધી મહેતલ આપ.”
(૮૦) (અલ્લાહે) ફરમાવ્યું કે, “તું જેને મહેતલ આપવામાં આવી હોય તેમાંથી છે
(૮૧) નિર્ધારિત સમયના દિવસ સુધી.”
(૮૨) કહેવા લાગ્યો, “પછી તો તારી ઈજ્જતના સોગંદ ! હું આ બધાને જરૂર ભટકાવી દઈશ.
(૮૩) સિવાય તારા તે બંદાઓના જેને તેં વિશિષ્ટ કરેલા છે.”
(૮૪) ફરમાવ્યું કે, “સત્ય તો આ છે, અને હું સત્ય જ કહું છું.
(૮૫) કે તારાથી અને તારા તમામ પેરોકારોથી હું (પણ) જહન્નમને ભરી દઈશ.”
(૮૬) કહી દો કે, “હું આના પર તમારા પાસે કોઈ બદલો નથી માંગતો અને ન હું બનાવટ કરનારાઓમાંથી છું.
(૮૭) આ તો સમગ્ર દુનિયાવાળાઓ માટે ઉપદેશ છે.
(૮૮) બેશક તમે આની હકીકતને થોડા સમય પછી (સાચી રીતે) જાણી લેશો. (ع-૫)