(૧૧૧) જે દિવસે દરેક મનુષ્ય પોતાના માટે લડતો-ઝઘડતો આવશે અને દરેકને તેના કરેલા કર્મોનો પૂરેપૂરો બદલો આપવામાં આવશે અને લોકો ઉપર કદાપિ જુલમ કરવામાં નહિ આવે
(૧૧૨) અને અલ્લાહ (તઆલા) તે વસ્તીનું દષ્ટાંત રજૂ કરે છે જે સંપુર્ણ સુખશાંતિથી હતી, તેમની રોજી તેમના પાસે ખુશહાલી સાથે દરેક રસ્તાથી ચાલી આવતી હતી, પછી તેણે અલ્લાહની ને'મતોનો ઈન્કાર કર્યો તો અલ્લાહ (તઆલા)એ તેમને ભૂખ અને ડરની મજા ચખાડી દીધી, જે બદલો હતો તેમના કરતૂતોનો.
(૧૧૩) અને તેમના પાસે તેમનામાંથી જ રસૂલ પહોંચ્યા, પછી પણ તેઓએ તેમને જૂઠાડ્યા તો તેમને અઝાબે પકડી લીધા અને તેઓ હતા પણ જાલિમ.
(૧૧૪) અને જે કંઈ હલાલ અને શુદ્ધ રોજી અલ્લાહે તમને આપી રાખી છે તેને ખાઓ, અને અલ્લાહની ને'મતોનો આભાર માનો, જો તમે તેની જ બંદગી કરતા હોવ.
(૧૧૫) તમારા પર ફક્ત મુડદાલ અને લોહી અને સુવ્વરનું માંસ અને તે જાનવર જેના પર અલ્લાહના સિવાય બીજાના નામ લેવામાં આવે હરામ છે, પછી પણ જો કોઈ વ્યક્તિ મજબૂર કરી દેવામાં આવે અને ન તે જાલિમ હોય અને ન હદથી વધી જનારો હોય, તો બેશક અલ્લાહ માફ કરનાર અને દયાળુ છે.
(૧૧૬) અને કોઈ વસ્તુને પોતાના મોઢાથી જૂઠ જ કહ્યા ન કરો કે આ હલાલ છે અને આ હરામ છે કે અલ્લાહ પર જૂઠો આરોપ ઘડો,[1] બેશક અલ્લાહ (તઆલા) પર જૂઠો આરોપ ઘડનારા કદાપિ સફળતા પામી શકતા જ નથી.
(૧૧૭) તેમને ઘણો ઓછો ફાયદો પ્રાપ્ત થાય છે અને તેમના માટે જ દુઃખદાયી સજા છે.
(૧૧૮) અને યહૂદિઓ પર જે કંઈ અમે હરામ કર્યું હતું તેને. અમે પહેલાથી જ તમને સંભળાવી ચૂક્યા છીએ, અમે તેમના પર જુલમ નથી કર્યો પરંતુ તેઓ પોતે પોતાની જાનો પર જુલમ કરતા રહ્યા.
(૧૧૯) કે જો કોઈ અજ્ઞાનતાથી બૂરું કામ કરે, તેના પછી તૌબા કરી લે અને સુધાર પણ કરી લે, તો પછી તમારો રબ બેશક મોટો માફ કરવાવાળો અને ઘણો દયાળુ છે. (ع-૧૫)