Surah Al-Anbya

સૂરહ અલ-અંબિયા

રૂકૂઅ : ૫

આયત ૫૧ થી ૭૫

وَ لَقَدْ اٰتَیْنَاۤ اِبْرٰهِیْمَ رُشْدَهٗ مِنْ قَبْلُ وَ كُنَّا بِهٖ عٰلِمِیْنَۚ (51)

(૫૧) બેશક અમે આના પહેલા ઈબ્રાહીમને વિવેકબુદ્ધિ પ્રદાન કરી હતી અને અમે તેની હાલતથી સારી રીતે વાકેફ હતા.


اِذْ قَالَ لِاَبِیْهِ وَ قَوْمِهٖ مَا هٰذِهِ التَّمَاثِیْلُ الَّتِیْۤ اَنْتُمْ لَهَا عٰكِفُوْنَ (52)

(૫૨) જ્યારે તેણે પોતાના પિતા અને પોતાની કોમના લોકોને કહ્યું કે, “આ મૂર્તિઓ શું છે જેના તમે પૂજારી બનીને બેઠા છો ?


قَالُوْا وَجَدْنَاۤ اٰبَآءَنَا لَهَا عٰبِدِیْنَ (53)

(૫૩) તેમણે જવાબ આપ્યો કે, “અમે અમારા બાપ-દાદાઓને આમની બંદગી (પૂજા) કરતા જોયા છે.”


قَالَ لَقَدْ كُنْتُمْ اَنْتُمْ وَ اٰبَآؤُكُمْ فِیْ ضَلٰلٍ مُّبِیْنٍ (54)

(૫૪) આપે કહ્યું, “પછી તો તમે અને તમારા બાપ-દાદાઓ ખુલી ગુમરાહીમાં હતા.”


قَالُوْۤا اَجِئْتَنَا بِالْحَقِّ اَمْ اَنْتَ مِنَ اللّٰعِبِیْنَ (55)

(૫૫) તેમણે કહ્યું કે, “શું તમે હકીકતમાં સત્ય લાવ્યા છો કે આમ જ મજાક કરી રહ્યા છો?”


قَالَ بَلْ رَّبُّكُمْ رَبُّ السَّمٰوٰتِ وَ الْاَرْضِ الَّذِیْ فَطَرَهُنَّ ۖ ز وَ اَنَا عَلٰى ذٰلِكُمْ مِّنَ الشّٰهِدِیْنَ (56)

(૫૬) આપે કહ્યું, “નહિ, બલ્કે હકીકતમાં તમારો રબ તો તે જ છે જે આકાશો અને ધરતીનો રબ છે, જેણે એમને પેદા કર્યા છે અને હું તો આ વાતનો ગવાહ (અને માનું) છું.


وَ تَاللّٰهِ لَاَكِیْدَنَّ اَصْنَامَكُمْ بَعْدَ اَنْ تُوَلُّوْا مُدْبِرِیْنَ (57)

(૫૭) અને અલ્લાહના સોગંધ! હું તમારી મૂર્તિઓનો ઈલાજ જરૂર કરીશ જ્યારે તમે પીઠ ફેરવીને ચાલી નીકળશો.”


فَجَعَلَهُمْ جُذٰذًا اِلَّا كَبِیْرًا لَّهُمْ لَعَلَّهُمْ اِلَیْهِ یَرْجِعُوْنَ (58)

(૫૮) તો તેણે તે બધાના ટુકડે-ટુકડા કરી નાખ્યા, બસ માત્ર મોટી મૂર્તિને છોડી દીધી, એ પણ એટલા માટે કે તે લોકો તેના સમક્ષ રજૂ થાય.


قَالُوْا مَنْ فَعَلَ هٰذَا بِاٰلِهَتِنَاۤ اِنَّهٗ لَمِنَ الظّٰلِمِیْنَ (59)

(૫૯) તેઓ કહેવા લાગ્યા કે, “અમારા મા'બૂદોની આવી દશા કોણે કરી ? આવો વ્યક્તિ જરૂર જાલિમ હશે.”


قَالُوْا سَمِعْنَا فَتًى یَّذْكُرُهُمْ یُقَالُ لَهٗۤ اِبْرٰهِیْمُؕ (60)

(૬૦) બોલ્યા કે, “અમે એક નવયુવાનને આના વિશે ચર્ચા કરતા સાંભળ્યો હતો, જેને ઈબ્રાહીમ કહે છે.”


قَالُوْا فَاْتُوْا بِهٖ عَلٰۤى اَعْیُنِ النَّاسِ لَعَلَّهُمْ یَشْهَدُوْنَ (61)

(૬૧) તેમણે કહ્યું, “તો તેને બધાની આંખો સામે લઈ આવો જેથી બધા જુએ.”


قَالُوْۤا ءَاَنْتَ فَعَلْتَ هٰذَا بِاٰلِهَتِنَا یٰۤاِبْرٰهِیْمُؕ (62)

(૬૨) કહેવા લાગ્યા કે, “હે ઈબ્રાહીમ ! શું તેં જ અમારા મા'બૂદોની આવી દશા બનાવી છે ?”


قَالَ بَلْ فَعَلَهٗ ۖق كَبِیْرُهُمْ هٰذَا فَسْئَلُوْهُمْ اِنْ كَانُوْا یَنْطِقُوْنَ (63)

(૬૩) આપે જવાબ આપ્યો, “બલ્કે આ કામ તો તેમના મોટા મા'બૂદે કર્યુ છે, તમે પોતાના મા'બૂદોને પૂછી લો જો તેઓ બોલતા હોય.”


فَرَجَعُوْۤا اِلٰۤى اَنْفُسِهِمْ فَقَالُوْۤا اِنَّكُمْ اَنْتُمُ الظّٰلِمُوْنَۙ (64)

(૬૪) છેવટે તેમણે મનમાં માની લીધું અને (મનમાં જ) કહેવા લાગ્યા કે, “હકીકતમાં તમે પોતે જ જાલિમ છો.”


ثُمَّ نُكِسُوْا عَلٰى رُءُوْسِهِمْ ۚ لَقَدْ عَلِمْتَ مَا هٰۤؤُلَآءِ یَنْطِقُوْنَ (65)

(૬૫) પછી ઊધું માથું કરીને (કંઈ સમજી વિચારીને, જો કે તેઓ કબૂલ કરી ચૂક્યા હતા પછી પણ તેઓ બોલ્યા) કે, “તમે જાણો છો કે આ નથી બોલતા.”


قَالَ اَفَتَعْبُدُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ مَا لَا یَنْفَعُكُمْ شَیْئًا وَّ لَا یَضُرُّكُمْؕ (66)

(૬૬) (ઈબ્રાહીમે) તે જ સમયે કહ્યું, “હાય! શું તમે તેમની બંદગી કરો છો જેઓ તમને કશું પણ ફાયદો પહોંચાડી નથી શકતા અને ન નુકસાન?


اُفٍّ لَّكُمْ وَ لِمَا تَعْبُدُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ ؕ اَفَلَا تَعْقِلُوْنَ (67)

(૬૭) થૂં છે તમારા ઉપર અને તેમના ઉપર જેમની તમે અલ્લાહના સિવાય બંદગી કરો છો, શું તમને આટલી પણ અકલ નથી?”


قَالُوْا حَرِّقُوْهُ وَ انْصُرُوْۤا اٰلِهَتَكُمْ اِنْ كُنْتُمْ فٰعِلِیْنَ (68)

(૬૮) તેમણે કહ્યું કે, “આને બાળી મૂકો અને પોતાના મા'બૂદોની મદદ કરો, જો તમારે કંઈ કરવું હોય તો.”


قُلْنَا یٰنَارُ كُوْنِیْ بَرْدًا وَّ سَلٰمًا عَلٰۤى اِبْرٰهِیْمَۙ (69)

(૬૯) અમે કહ્યું, “હે આગ! તુ ઠંડી થઈ જા અને ઈબ્રાહીમના માટે સલામતી (શાંતિ અને સુખદાયી) વાળી બની જા.”


وَ اَرَادُوْا بِهٖ كَیْدًا فَجَعَلْنٰهُمُ الْاَخْسَرِیْنَۚ (70)

(૭૦) જો કે તેઓએ તેનું (ઈબ્રાહીમનું) બૂરું ચાહ્યું, પરંતુ અમે તેમને જ નિષ્ફળ બનાવી દીધા.


وَ نَجَّیْنٰهُ وَ لُوْطًا اِلَى الْاَرْضِ الَّتِیْ بٰرَكْنَا فِیْهَا لِلْعٰلَمِیْنَ (71)

(૭૧) અને અમે ઈબ્રાહીમ અને લૂતને બચાવીને તે ભૂમિ તરફ લઈ ગયા જેમાં અમે સમગ્ર દુનિયાના માટે બરકતો રાખી હતી.


وَ وَهَبْنَا لَهٗۤ اِسْحٰقَ ؕ وَ یَعْقُوْبَ نَافِلَةً ؕ وَ كُلًّا جَعَلْنَا صٰلِحِیْنَ (72)

(૭૨) અને અમે તેને ઈસ્હાક પ્રદાન કર્યો, અને તેના પર વધારામાં યાકૂબ અને દરેકને નેક બનાવ્યા


وَ جَعَلْنٰهُمْ اَئِمَّةً یَّهْدُوْنَ بِاَمْرِنَا وَ اَوْحَیْنَاۤ اِلَیْهِمْ فِعْلَ الْخَیْرٰتِ وَ اِقَامَ الصَّلٰوةِ وَ اِیْتَآءَ الزَّكٰوةِ ۚ وَ كَانُوْا لَنَا عٰبِدِیْنَۚۙ (73)

(૭૩) અને અમે તેમને ઈમામ (પેશવા) બનાવી દીધા કે અમારા હુકમથી લોકોનું માર્ગદર્શન કરે અને અમે તેમના તરફ નેક કામો કરવા અને નમાઝ કાયમ કરવા અને ઝકાત આપવાની વહી કરી અને તેઓ બધા અમારી બંદગી કરતા હતા.


وَ لُوْطًا اٰتَیْنٰهُ حُكْمًا وَّ عِلْمًا وَّ نَجَّیْنٰهُ مِنَ الْقَرْیَةِ الَّتِیْ كَانَتْ تَّعْمَلُ الْخَبٰٓئِثَ ؕ اِنَّهُمْ كَانُوْا قَوْمَ سَوْءٍ فٰسِقِیْنَۙ (74)

(૭૪) અને અમે લૂતને પણ હિકમત અને ઈલ્મ પ્રદાન કર્યું, અને તેને તે વસ્તીથી છૂટકારો અપાવ્યો જ્યાંના લોકો ગંદા કામોમાં લિપ્ત હતા અને હકીકતમાં તેઓ ખરાબ ગુનેહગાર લોકો હતા.


وَ اَدْخَلْنٰهُ فِیْ رَحْمَتِنَا ؕ اِنَّهٗ مِنَ الصّٰلِحِیْنَ ۧ (75)

(૭૫) અને અમે તેને (લૂતને) પોતાની કૃપામાં સામેલ કરી લીધો, બેશક તે નેક લોકોમાંથી હતો. (ع-૫)