Surah Al-Fil

સૂરહ અલ-ફીલ

આયત : | રૂકૂ : ૧

સૂરહ અલ-ફીલ (૧૦)

હાથી

સૂરહ અલ-ફીલ મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં પાંચ () આયતો અને એક (૧) રૂકૂઅ છે.

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

શરૂ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે

اَلَمْ تَرَ كَیْفَ فَعَلَ رَبُّكَ بِاَصْحٰبِ الْفِیْلِ ؕ (1)

(૧) શું તમે જોયું નહીં કે તમારા રબે હાથીવાળાઓ સાથે શું કર્યું ?


اَلَمْ یَجْعَلْ كَیْدَهُمْ فِیْ تَضْلِیْلٍ ۙ (2)

(૨) શું તેણે તેમની ચાલને બેકાર ન બનાવી દીધી ?


وَّ اَرْسَلَ عَلَیْهِمْ طَیْرًا اَبَابِیْلَ ۙ (3)

(૩) અને તેમના ઉપર પક્ષીઓના ટોળે-ટોળાં મોકલી દીધા.


تَرْمِیْهِمْ بِحِجَارَةٍ مِّنْ سِجِّیْلٍ { ۙص} (4)

(૪) જે તેમના ઉપર પકવેલી માટીના પથ્થર મારી રહ્યા હતા



فَجَعَلَهُمْ كَعَصْفٍ مَّاْكُوْلٍ ۧ (5)

(૫) તો તેમને પશુઓના ખાધેલા ભૂસા જેવા કરી દીધા. (ع-)