Surah Al-Kafirun
સૂરહ અલ-કાફિરૂન
સૂરહ અલ-કાફિરૂન
સૂરહ અલ-કાફિરૂન (૧૦૯)
અવિશ્વાસીઓ
સૂરહ અલ-કાફિરૂન[1] મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં છ (૬) આયતો અને એક (૧) રૂકૂઅ છે.
સંપૂર્ણ સૂરહની તિલાવત સાંભળવા માટે નીચે આપલે Play બટન પર ક્લિક કરો.
અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) તમે કહી દો કે હે કાફિરો !
(૨) ન હું બંદગી કરું છું તેમની જેમની તમે બંદગી કરો છો.
(૩) અને ન તમે બંદગી કરવાવાળા છો તેની જેની હું બંદગી કરું છું.
(૪) અને ન હું બંદગી કરવાવાળો છું તેમની જેમની તમે બંદગી કરી.
(૫) ન તમે તેની બંદગી કરશો જેની બંદગી હું કરી રહ્યો છું.
(૬) તમારા માટે તમારો ધર્મ છે અને મારા માટે મારો ધર્મ. (ع-૧)