(૪૩) બેશક ઝક્કૂમ (થૂવેર) નું ઝાડ.
(૪૪) ગુનેહગારોનો ખોરાક હશે.
(૪૫) જે તેલના કીટાની જેમ હશે અને પેટમાં તે ઊભરા મારશે.
(૪૬) જેવી રીતે ઉકળતું પાણી ઊભરા મારે છે.
(૪૭) આને પકડી લો પછી ઘસડીને જહન્નમના વચ્ચે પહોંચાડી દો.
(૪૮) પછી આના માથા પર ખૂબ ગરમ પાણીની યાતના રેડી દો.
(૪૯) (એને કહેવામાં આવશે) ચાખતો જા, તું તો ખૂબ ઈજ્જતવાળો અને સન્માનિત હતો.
(૫૦) આ તે જ વસ્તુ છે જેમાં તમે શંકા કર્યા કરતા હતા.
(૫૧) બેશક (અલ્લાહથી) ડરનારા લોકો શાંતિની જગ્યામાં હશે.
(૫૨) બાગો અને ઝરણાંઓમાં
(૫૩) બારીક અને મુલાયમ રેશમી કપડા પહેરી આમને-સામને બેઠા હશે.
(૫૪) આ આવી રીતે છે, અને અમે મોટી-મોટી આંખોવાળી હૂરો સાથે એમના નિકાહ કરાવી દઈશું.
(૫૫) નિશ્ચિંત થઈ ત્યાં દરેક પ્રકારના મેવાની માંગણી કરી રહ્યા હશે.
(૫૬) ત્યાં તેઓ મૃત્યુનો સ્વાદ ક્યારેય ચાખવાના નથી સિવાય પહેલી મૃત્યુના કે (જેમાં તેઓ મરી ચૂક્યા) અને તેમને અલ્લાહ (તઆલા)એ જહન્નમના અઝાબથી બચાવી લીધા.
(૫૭) આ ફક્ત તમારા રબની કૃપા છે,[1] આ જ છે મહાન સફળતા.
(૫૮) અમે આ (કુરઆન) ને તમારી ભાષામાં સરળ બનાવી દીધું છે. જેથી આ લોકો નસીહત પ્રાપ્ત કરે.
(૫૯) હવે તમે પણ રાહ જુઓ, આ લોકો પણ રાહ જોઈ રહ્યા છે. (ع-૩)