Surah Al-Ahzab

સૂરહ અલ-અહ્ઝાબ

રૂકૂ : ૨

આયત ૯ થી ૨૦

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوا اذْكُرُوْا نِعْمَةَ اللّٰهِ عَلَیْكُمْ اِذْ جَآءَتْكُمْ جُنُوْدٌ فَاَرْسَلْنَا عَلَیْهِمْ رِیْحًا وَّ جُنُوْدًا لَّمْ تَرَوْهَا ؕ وَ كَانَ اللّٰهُ بِمَا تَعْمَلُوْنَ بَصِیْرًاۚ (9)

(૯) હે ઈમાનવાળાઓ! અલ્લાહે જે ઉપકાર તમારા ઉપર કર્યા છે તેને યાદ કરો જ્યારે કે તમારો સામનો કરવા માટે સેનાઓ પર સેનાઓ ચઢી આવી પછી અમે તેમના ઉપર સખત આંધી અને એવી સેના મોકલી જેને તમે જોઈ જ નથી, અને અલ્લાહ (તઆલા) તે બધું જ જુએ છે જે કંઈ તમે કરો છો.


اِذْ جَآءُوْكُمْ مِّنْ فَوْقِكُمْ وَ مِنْ اَسْفَلَ مِنْكُمْ وَ اِذْ زَاغَتِ الْاَبْصَارُ وَ بَلَغَتِ الْقُلُوْبُ الْحَنَاجِرَ وَ تَظُنُّوْنَ بِاللّٰهِ الظُّنُوْنَا (10)

(૧૦) જ્યારે કે (દુશ્મન) તમારા ઉપરથી અને નીચેથી આવી ગયા, અને જ્યારે આંખો પથરાઈ ગઈ અને કાળજા મોઢે આવી ગયા, અને તમે અલ્લાહના વિશે જુદા-જુદા વિચારો કરવા લાગ્યા.


هُنَالِكَ ابْتُلِیَ الْمُؤْمِنُوْنَ وَ زُلْزِلُوْا زِلْزَالًا شَدِیْدًا (11)

(૧૧) આ જ વખતે ઈમાનવાળાઓની અજમાયશ કરવામાં આવી અને તેમને પૂરી રીતે હચમચાવી નાખવામાં આવ્યા.


وَ اِذْ یَقُوْلُ الْمُنٰفِقُوْنَ وَ الَّذِیْنَ فِیْ قُلُوْبِهِمْ مَّرَضٌ مَّا وَعَدَنَا اللّٰهُ وَ رَسُوْلُهٗۤ اِلَّا غُرُوْرًا (12)

(૧૨) અને તે વખતે મુનાફિકો અને જેમના દિલોમાં રોગ હતો તેઓ કહેવા લાગ્યા કે અલ્લાહ (તઆલા) અને તેના રસૂલે અમારા સાથે ફક્ત છળ-કપટના વાયદા કર્યા હતા.


وَ اِذْ قَالَتْ طَّآئِفَةٌ مِّنْهُمْ یٰۤاَهْلَ یَثْرِبَ لَا مُقَامَ لَكُمْ فَارْجِعُوْا ۚ وَ یَسْتَاْذِنُ فَرِیْقٌ مِّنْهُمُ النَّبِیَّ یَقُوْلُوْنَ اِنَّ بُیُوْتَنَا عَوْرَةٌ ۛؕ وَ مَا هِیَ بِعَوْرَةٍ ۛۚ اِنْ یُّرِیْدُوْنَ اِلَّا فِرَارًا (13)

(૧૩) અને તેમના જ એક જૂથે અવાજ પોકારી કે, “હે યસરિબના લોકો!' તમારા રોકાવાની આ જગ્યા નથી ચાલો પાછા ફરો.” અને તેમનું એક જુથ નબી પાસે પરવાનગી માંગવા લાગ્યુ કે અમારા ઘરો ખાલી છે અને અસુરક્ષિત છે, હકીકતમાં તે અસુરક્ષિત ન હતા (પરંતુ) તેમનો મજબૂત ઈરાદો ભાગી છૂટવાનો હતો.


وَ لَوْ دُخِلَتْ عَلَیْهِمْ مِّنْ اَقْطَارِهَا ثُمَّ سُئِلُوا الْفِتْنَةَ لَاٰتَوْهَا وَ مَا تَلَبَّثُوْا بِهَاۤ اِلَّا یَسِیْرًا (14)

(૧૪) અને જો મદીનાની ચારેય બાજુથી તેમના ઉપર (સેનાઓ) દાખલ કરાવવામાં આવતી, પછી તેમનાથી ફસાદની માંગણી કરવામાં આવતી તો આ લોકો જરૂર ફસાદ મચાવી દેતા અને કેટલાક લડતા તો પણ થોડું.


وَ لَقَدْ كَانُوْا عَاهَدُوا اللّٰهَ مِنْ قَبْلُ لَا یُوَلُّوْنَ الْاَدْبَارَ ؕ وَ كَانَ عَهْدُ اللّٰهِ مَسْئُوْلًا (15)

(૧૫) અને આના પહેલા તો તેમણે અલ્લાહ સાથે વાયદો કર્યો હતો કે પીઠ નહિ દેખાડીએ અને અલ્લાહ (તઆલા) સાથે કરેલા વાયદાની પૂછપરછ જરૂર થશે.


قُلْ لَّنْ یَّنْفَعَكُمُ الْفِرَارُ اِنْ فَرَرْتُمْ مِّنَ الْمَوْتِ اَوِ الْقَتْلِ وَ اِذًا لَّا تُمَتَّعُوْنَ اِلَّا قَلِیْلًا (16)

(૧૬) કહી દો કે, “જો તમે મૃત્યુ અથવા કતલના ડરથી ભાગો છો તો આમ ભાગવું તમને કોઈ લાભ નહિં પહોંચાડે, અને તે સમયે તમને ઘણો ઓછો ફાયદો થશે.?”



قُلْ مَنْ ذَا الَّذِیْ یَعْصِمُكُمْ مِّنَ اللّٰهِ اِنْ اَرَادَ بِكُمْ سُوْٓءًا اَوْ اَرَادَ بِكُمْ رَحْمَةً ؕ وَ لَا یَجِدُوْنَ لَهُمْ مِّنْ دُوْنِ اللّٰهِ وَلِیًّا وَّ لَا نَصِیْرًا (17)

(૧૭) પૂછો કે, “જો અલ્લાહ (તઆલા) તમને કોઈ બૂરાઈ પહોંચાડવા ચાહે અથવા તમારા પર કોઈ કૃપા કરવા ચાહે તો કોણ છે જે તમને બચાવી શકે (અથવા તમારાથી રોકી શકે)? પોતાના માટે અલ્લાહ (તઆલા) સિવાય ન કોઈ સમર્થક પામશો ન કોઈ મદદગાર.


قَدْ یَعْلَمُ اللّٰهُ الْمُعَوِّقِیْنَ مِنْكُمْ وَ الْقَآئِلِیْنَ لِاِخْوَانِهِمْ هَلُمَّ اِلَیْنَا ۚ وَ لَا یَاْتُوْنَ الْبَاْسَ اِلَّا قَلِیْلًاۙ (18)

(૧૮) અલ્લાહ (તઆલા) તમારામાંથી તે લોકોને (સારી રીતે) જાણે છે જેઓ બીજાઓને રોકે છે અને પોતાના ભાઈબંધોને કહે છે કે અમારા પાસે ચાલ્યા આવો અને ક્યારેક લડાઈમાં પણ આવી જાય છે.


اَشِحَّةً عَلَیْكُمْ ۖۚ فَاِذَا جَآءَ الْخَوْفُ رَاَیْتَهُمْ یَنْظُرُوْنَ اِلَیْكَ تَدُوْرُ اَعْیُنُهُمْ كَالَّذِیْ یُغْشٰى عَلَیْهِ مِنَ الْمَوْتِ ۚ فَاِذَا ذَهَبَ الْخَوْفُ سَلَقُوْكُمْ بِاَلْسِنَةٍ حِدَادٍ اَشِحَّةً عَلَى الْخَیْرِ ؕ اُولٰٓئِكَ لَمْ یُؤْمِنُوْا فَاَحْبَطَ اللّٰهُ اَعْمَالَهُمْ ؕ وَ كَانَ ذٰلِكَ عَلَى اللّٰهِ یَسِیْرًا (19)

(૧૯) તમારી મદદમાં (પૂરા) કંજૂસ છે પછી જ્યારે ડર, ભયનો મોકો આવી જાય તો તમે તેમને જોશો કે તેઓ તમારા તરફ નજર જમાવી દે છે, અને તેમની આંખો એવી રીતે ફરે છે જાણે કે તે વ્યક્તિ પર મોતની બેહોશી હોય. પછી જ્યારે ડર દૂર થઈ જાય છે તો તમારા પર તેજ જીભ વડે મોટી-મોટી વાતો બનાવે છે. ધન-દોલતના મોટા લાલચી છે, આ લોકો ઈમાન લાવ્યા જ નથી, તેથી અલ્લાહ (તઆલા)એ તેમના તમામ કર્મો બેકાર કરી દીધા છે, અને અલ્લાહ (તઆલા) માટે આ કામ ઘણું સરળ છે.


یَحْسَبُوْنَ الْاَحْزَابَ لَمْ یَذْهَبُوْا ۚ وَ اِنْ یَّاْتِ الْاَحْزَابُ یَوَدُّوْا لَوْ اَنَّهُمْ بَادُوْنَ فِی الْاَعْرَابِ یَسْاَلُوْنَ عَنْ اَنْۢبَآئِكُمْ ؕ وَ لَوْ كَانُوْا فِیْكُمْ مَّا قٰتَلُوْۤا اِلَّا قَلِیْلًا ۧ (20)

(૨૦) સમજે છે કે હજુ સુધી સેનાઓ ચાલી ગઈ નથી અને જો સેનાઓ આવી જાય તો તમન્ના કરે છે કે કાશ ! કે તેઓ રણમાં બદ્દુઓ સાથે હોત જેથી તમારી ખબર લેતા રહેતા, જો તેઓ તમારામાં હાજર હોત (તો પણ શું ? ) આમ જ વાત રાખવા માટે થોડું લડી લેતા. (ع-)