Surah Al-'Adiyat
સૂરહ અલ-આદિયાત
સૂરહ અલ-આદિયાત
સૂરહ અલ-આદિયાત (૧૦૦)
જેઓ ઝડપથી દોડે છે
સૂરહ અલ-આદિયાત[1] મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં અગિયાર (૧૧) આયતો અને એક (૧) રૂકૂઅ છે.
સંપૂર્ણ સૂરહની તિલાવત સાંભળવા માટે નીચે આપલે Play બટન પર ક્લિક કરો.
અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) હાંફતા-હાંકતા દોડવાવાળા ઘોડાઓના સોગંદ.
(૨) પછી ટાપ મારીને આગ ખેરવનારાઓના સોગંદ
(૩) પછી સવારે (પરોઢિયે) છાપો મારનારાઓના સોગંદ.
(૪) તો તે સમયે ધૂળ ઉડાવે છે.
(૫) પછી તેમના સાથે જ લશ્કરોના વચ્ચે ઘૂસી જાય છે.
(૬) બેશક મનુષ્ય પોતાના રબનો ખૂબ નાશુક્રો છે
(૭) અને ચોક્કસ રૂપે તે પોતે પણ આના પર ગવાહ છે.
(૮) અને તે માલથી મોહબ્બતમાં પણ ખૂબ જ સખત (કઠોર) છે.
(૯) શું તેને તે સમયની ખબર નથી જ્યારે કબરોમાં જે કંઈ છે કાઢી લેવામાં આવશે.
(૧૦) અને દિલોમાં છુપાયેલ વાતોને જાહેર કરી દેવામાં આવશે.
(૧૧) બેશક તેમનો રબ તે દિવસે તેમની હાલતથી સંપૂર્ણ રીતે વાકેફ હશે. (ع-૧)