(૧૪) અને જ્યારે મૂસા (અ.સ.) પોતાની યુવાનીએ પહોંચી ગયા અને સંપૂર્ણ શક્તિશાળી થઈ ગયા, તો અમે તેમને હિકમત અને ઈલ્મ પ્રદાન કર્યા, નેકી કરનારાઓને અમે આ રીતે બદલો આપીએ છીએ.
(૧૫) અને (મૂસા) એક એવા સમયે નગરમાં આવ્યા જ્યારે કે નગરના લોકો સૂઈ રહ્યા હતા, અહીં બે વ્યક્તિઓને લડતા જોયા, આમાંનો એક તો તેમની કોમનો હતો અને બીજો તેમની દુશ્મન કોમમાંથી, તેમની કોમવાળાએ તેના વિરુધ્ધ જે તેમની દુશ્મન કોમમાંથી હતો, તેમના પાસે મદદ માંગી, જેના પર મૂસાએ તેને એક મુક્કો માર્યો જેનાથી તે મરી ગયો, મૂસા કહેવા લાગ્યા કે, “આ તો શેતાનનું કામ છે.[1] બેશક શેતાન દુશ્મન છે અને સ્પષ્ટ રીતે બહેકાવવાવાળો છે.”
(૧૬) પછી તે દુઆ કરવા લાગ્યા કે, “હે રબ! મેં તો મારા પોતાના ઉપર જુલમ કર્યો, તું મને માફ કરી દે.”[1] અલ્લાહ (તઆલા) એ તેમને માફી પ્રદાન કરી, બેશક તે માફ કરવાવાળો અને ઘણો દયાળુ છે.
(૧૭) કહેવા લાગ્યા, “હે મારા રબ! જેવી રીતે તેં મારા પર કૃપા કરી, હું પણ હવે કોઈ ગુનેહગારનો મદદગાર નહિ બનું.”
(૧૮) પછી સવારમાં ડરતાં-ડરતાં ખબર કાઢવા નગરમાં ગયા તો અચાનક તે જ માણસ જેણે ગઈકાલે તેમના પાસે મદદ માંગી હતી આજે તે ફરીથી તેમના પાસે વિનંતી કરી રહ્યો છે, મૂસાએ તેને કહ્યું કે આમાં શંકા નથી કે તું તો સ્પષ્ટ રીતે બહેકી ગયેલો માણસ છે.
(૧૯) પછી જ્યારે પોતાના અને તેના દુશ્મનને પકડવા ચાહ્યો તો તે ફરિયાદ કરવા લાગ્યો કે, “હે મૂસા! શું જેવી રીતે તેં ગઈકાલે એક માણસને કતલ કરી દીધો છે મને પણ મારી નાખવા ચાહે છે, તું તો દેશમાં જાલિમ અને ફસાદી જ બનવા ચાહે છે, અને તારો આ ઈરાદો જ નથી કે સુધારણા કરનારાઓમાંથી હોય.”
(૨૦) અને શહેરના દૂરના કિનારાથી એક વ્યક્તિ દોડતો આવ્યો,[1] અને કહેવા લાગ્યો કે, “હે મૂસા! અહીંયાના સરદારો તારા કતલનો પરામર્શ કરી રહ્યા છે, એટલા માટે તું (તરત જ) ચાલી નીકળ મને પોતાનો શુભચિંતક સમજ.”
(૨૧) અંતે મૂસા ત્યાંથી ડરીને બચતાં-બચતાં નીકળી ગયા, કહેવા લાગ્યા, “હે રબ! મને જાલિમોના જૂથથી બચાવી લે.”(ع-૨)