(૪૫) જે કિતાબ તમારા તરફ વહી કરવામાં આવી છે તેને પઢો,[1] અને નમાઝ કાયમ કરો (પાબંદીથી પઢો)[2] બેશક નમાઝ બેશરમી અને બૂરા કામોથી રોકે છે,[3] અને બેશક અલ્લાહનું સ્મરણ (ઝીક્ર) ઘણી મોટી વાત છે. જે કંઈ તમે કરી રહ્યા છો તેને અલ્લાહ (તઆલા) જાણે છે.
(૪૬) અને કિતાબવાળાઓ સાથે ઉત્તમ તરીકાથી વાદ-વિવાદ કરો,[1] સિવાય તેમના સાથે જેઓ તેમનામાંથી જાલિમ હોય, અને સ્પષ્ટ એ ઉપર પણ જે એલાન કરી દો કે, “અમારું તો આ કિતાબ ઉપર પણ ઈમાન છે જે અમારા ઉપર મોકલવામાં આવી અને તેના મારા ઉપર મોકલવામાં આવી, અમારો અને તમારો રબ એક જ છે અમે બધા તો તેના જ ફરમાબરદાર છીએ.”
(૪૭) અને અમે આવી જ રીતે તમારા ઉપર અમારી કિતાબ ઉતારી છે, જેથી જેમને અમે કિતાબ પ્રદાન કરી છે, તેઓ આના પર ઈમાન લાવે.[1] અને તેમનામાંથી કેટલાક આના પર ઈમાન લાવે છે અને અમારી નિશાનીઓનો ઈન્કાર ફક્ત કાફિરો જ કરે છે.
(૪૮) અને આના પહેલા તો તમે કોઈ કિતાબ પઢતા ન હતા, અને ન કોઈ કિતાબને પોતાના હાથો વડે લખતા હતા, જો આમ હોત તો અસત્યના પૂજારીઓ શંકામાં પડી શકતા હતા.
(૪૯) નહિતર આ (કુરઆન) તો સ્પષ્ટ નિશાની છે જે જ્ઞાનવાળાઓના દિલોમાં સુરક્ષિત છે,[1] અમારી નિશાનીઓનો ઈન્કાર કરનારા જાલિમો સિવાય બીજા કોઈ નથી.
(૫૦) અને તેમણે કહ્યું કે આના પર કેટલીક નિશાનીઓ તેના રબ તરફથી કેમ ઉતારવામાં ન આવી, (તમે) કહી દો નિશાનીઓ બધી અલ્લાહ પાસે છે મારી હેસિયત તો ફક્ત સ્પષ્ટપણે સચેત કરી દેવાની છે.
(૫૧) શું તેમને આ પુરતું નથી કે અમે તમારા પર અમારી કિતાબ ઉતારી જે તેમના પર પઢવામાં આવી રહી છે ? આમાં કૃપા (પણ) છે અને નસીહત (પણ) છે, તે લોકોના માટે જેઓ ઈમાનવાળા છે. (ع-૫)