(૧૬) અને બેશક અમે આકાશમાં બુરજો (મજબૂત કિલ્લાઓ) બનાવ્યા છે અને જોવાવાળાઓ માટે તેને સુશોભિત કર્યા છે.
(૧૭) અને તેને દરેક ધિક્કારેલ શેતાનથી સુરક્ષિત રાખેલ છે.[1]
(૧૮) હા, જે ચોરી છૂપીથી સાંભળવાની કોશિશ કરે તેના પાછળ સળગતો અંગારો પડે છે.[1]
(૧૯) અને ધરતીને અમે ફેલાવી દીધી છે અને તેના પર પહાડ નાખી રાખ્યા છે અને તેમાં અમે દરેક વસ્તુને નિશ્ચિત માત્રામાં ઉગાડી દીધી છે.
(૨૦) અને તેમાંજ અમે તમારી રોજી બનાવી દીધી છે અને જેમને તમે રોજી પૂરી પાડનાર નથી.
(૨૧) અને જેટલી પણ વસ્તુઓ છે, તમામનો ખજાનો અમારા પાસે છે, અને અમે દરેક વસ્તુને તેની નિશ્ચિત માત્રામાં ઉતારીએ છીએ.[1]
(૨૨) અને અમે ભારે હવાઓ[1] મોકલીએ છીએ, પછી આકાશમાંથી પાણી વરસાવી તમને પીવડાવીએ છીએ, અને તમે તેનો સંગ્રહ કરનારા નથી.
(૨૩) અને અમે જ જીવાડીએ અને મારીએ છીએ અને (છેવટે) અમે જ વારસદાર છીએ.
(૨૪) અને તમારામાંથી આગળ વધવાવાળા અને પાછળ હટવાવાળા પણ અમારા ઈલ્મમાં છે.
(૨૫) અને તમારો રબ બધા લોકોને એકઠાં કરશે, બેશક તે હિકમતવાળો ઈલ્મવાળો છે. (ع-૨)