(૪૧) સમુદ્ર અને ધરતીમાં લોકોના બૂરા કામોથી બગાડ ફેલાઈ ગયો છે, જેથી તેમને તેમના કેટલાક કરતૂતોનું ફળ અલ્લાહ (તઆલા) ચખાડે છે, શક્ય છે કે તેઓ અટકી જાય.[1]
(૪૨) તમે કહી દો, “ધરતીમાં હરી-ફરીને જુઓ તો ખરા કે અગાઉના લોકોનો અંજામ શું થયો, જેમાંના ઘણાંખરા લોકો મુશરિક હતા ?”[1]
(૪૩) તો તમે પોતાનો ચહેરો આ સીધા અને સાચા ધર્મ તરફ જ રાખો, એના પહેલા કે તે દિવસ આવી જાય જેનું પલટવું અલ્લાહ (તઆલા) તરફથી છે જ નહિ, તે દિવસે બધા એકબીજાથી અલગ-અલગ થઈ જશે.
(૪૪) કુફ્ર કરનારા લોકો પર તેમનું કુફ્ર હશે અને નેક કામ કરનારા પોતાના જ આરામગૃહને ખૂબસૂરત બનાવી રહ્યા છે.
(૪૫) જેથી અલ્લાહ (તઆલા) પોતાની કૃપાથી તેમને બદલો આપે, જેઓ ઈમાન લાવ્યા અને નેક કામ કર્યા, તે કાફિરોને પસંદ નથી કરતો.
(૪૬) અને તેની નિશાનીઓમાંથી ખુશખબર આપવાવાળી હવાઓનું ચલાવવું પણ છે, એટલા માટે કે તમને પોતાની કૃપાની મજા ચખાડે, અને એટલા માટે કે તેના હુકમથી નૌકાઓ ચાલે અને એટલા માટે કે તમે તેની કૃપા (રોજી) શોધો અને તેના શુક્રગુજાર બનો.
(૪૭) અને અમે તમારા પહેલા પણ (અમારા) રસૂલોને તેમની કોમ તરફ મોકલ્યા, તેઓ તેમના પાસે સ્પષ્ટ નિશાનીઓ લાવ્યા, પછી અમે ગુનેહગારો સાથે બદલો લીધો, અને અમારા ઉપર એ કર્તવ્ય હતું કે અમે ઈમાનવાળાઓની મદદ કરીએ.
(૪૮) તે અલ્લાહ (તઆલા) છે જે હવાઓને મોકલે છે, અને તે વાદળોને ઉઠાવે છે પછી અલ્લાહ (તઆલા) પોતાની મરજીથી તેને આકાશમાં ફેલાવી દે છે અને તેના ટુકડે ટુકડા કરી દે છે, પછી તમે જુઓ છો કે તેમાંથી પાણીના ટીપાં નીકળે છે,[1] અને અલ્લાહ (તઆલા) પોતાના બંદાઓમાંથી જેમના ઉપર ચાહે છે તેમના ઉપર વરસાવે છે, તો તેઓ ખુશ થઈ જાય છે.
(૪૯) અને વિશ્વાસ કરો કે તેમના ઉપર વરસાદ વરસતા પહેલાં તો તેઓ નિરાશ થઈ રહ્યા હતા.
(૫૦) તો તમે અલ્લાહની કૃપાનો પ્રભાવ જુઓ કે મૃત પડેલી ધરતીને કેવી રીતે જીવંત કરે છે ? બેશક તે જ મડદાંઓને જીવતા કરવાવાળો છે,[1] અને તે દરેક વસ્તુ પર સામર્થ્ય ધરાવે છે.
(૫૧) અને જો અમે પ્રચંડ હવા ચલાવી દઈએ અને આ લોકો પોતાની ખેતીને પીળી પડેલી જોઈ લે, તો પછી તેઓ કુફ્ર કરવા લાગે છે.
(૫૨) બેશક તમે મડદાંઓને સંભળાવી શકતા નથી અને ન બહેરાઓને (પોતાની) પોકાર સંભળાવી શકો છો જયારે તેઓ પીઠ ફેરવીને ચાલી નીકળે.
(૫૩) અને ન તો તમે આંધળાઓને તેમની ગુમરાહીમાંથી કાઢીને હિદાયત આપી શકો છો. તમે તો માત્ર તે લોકોને સંભળાવી શકો છો જેઓ અમારી આયતો ઉપર ઈમાન લાવે છે અને ફરમાબરદાર (આજ્ઞાંકિત) પણ છે. (ع-૫)