(૧૦) કહી દો કે, “હે મારા ઈમાનવાળા બંદાઓ ! પોતાના રબથી ડરતા રહો, જે લોકો દુનિયામાં ભલાઈ કરે છે તેમના માટે બહેતર બદલો છે, અને અલ્લાહ (તઆલા)ની ધરતી ખૂબ વિશાળ છે,[1] સબ્ર કરનારાઓને જ તેમનો પૂરેપૂરો બદલો આપવામાં આવશે.
(૧૧) (તમે) કહી દો કે મને આદેશ આપવામાં આવ્યો છે કે અલ્લાહ (તઆલા)ની એવી રીતે બંદગી કરું કે તેના જ માટે બંદગીને વિશિષ્ટ કરી લઉં.
(૧૨) અને મને આદેશ આપવામાં આવ્યો છે કે હું પોતે સૌ પ્રથમ ફરમાબરદાર (આજ્ઞાંકિત) બની જાઉં.
(૧૩) કહી દો કે, “મને તો પોતાના રબની નાફરમાની કરૂં તો મોટા દિવસના અઝાબનો ડર લાગે છે.”
(૧૪) કહી દો કે, “હું તો પોતાના ધર્મને અલ્લાહ માટે વિશિષ્ટ કરીને તેની જ બંદગી કરીશ.”
(૧૫) તમે તેના સિવાય જેની ચાહો બંદગી કરતા રહો, કહી દો કે હકીકતમાં નુકસાનમાં તે જ લોકો છે જેમણે પોતે પોતાને અને પોતાના પરિવારને કયામતના દિવસે નુક્સાનમાં નાખી દીધા, યાદ રાખો કે આ જ સ્પષ્ટ નુકસાન છે.
(૧૬) તેમને ઉપર-નીચે આગની જ્વાળાઓ છતની જેમ ઢાંકી લેશે, આ તે અઝાબ છે જેનાથી અલ્લાહ (તઆલા) પોતાના બંદાઓને ડરાવી રહ્યો છે. હે મારા બંદાઓ મારાથી ડરતા રહો.
(૧૭) અને જે લોકો અલ્લાહ સિવાય તાગૂત (બીજાઓ)ની બંદગીથી બચતા રહે છે અને તન-મનથી અલ્લાહ (તઆલા) તરફ પાછા વળ્યા, તેઓ ખુશખબરના હકદાર છે, તો મારા બંદાઓને ખુશખબર સંભળાવી દો.
(૧૮) જેઓ વાતને કાન ધરીને સાંભળે છે, પછી જે સારી વાત હોય[1] તેને અનુસરે છે, આ તે લોકો છે જેમને અલ્લાહ (તઆલા)એ હિદાયત આપી છે અને આ લોકો જ બુદ્ધિશાળી છે.[2]
(૧૯) ભલા જે વ્યક્તિ પર અઝાબની વાત સાબિત થઈ ચૂકી છે તેને કોણ બચાવી શકે છે ?[1] તો શું તમે તેને છોડાવી શકો છો જે જહન્નમમાં છે ?
(૨૦) હાં, જે લોકો પોતાના રબથી ડરતા રહ્યા તેમના માટે ઊંચા મહેલો છે, જેના ઉપર પણ અગાસીઓ બનેલી છે,[1] અને તેના નીચે પાણીના ઝરણાં વહી રહ્યા હશે. અલ્લાહનો વાયદો છે અને તે વાયદો નથી તોડતો.
(૨૧) શું તમે જોતા નથી કે અલ્લાહ (તઆલા) આકાશમાંથી પાણી વરસાવે છે, અને તેને ધરતીના ઝરણાઓમાં પહોંચાડે છે પછી તેના વડે કેટલાય પ્રકારની ખેતી ઉગાડે છે પછી તે સૂકાઈ જાય છે અને તમે તેને પીળા રંગમાં જુઓ છો, પછી તેને ચૂરેચૂરા કરી દે છે, આમાં બુદ્ધેશાળીઓ માટે મોટી નસીહત છે. (ع-૧)