Surah Ash-Shams
સૂરહ અશ્-શમ્સ
સૂરહ અશ્-શમ્સ
સૂરહ અશ્-શમ્સ (૯૧)
સૂર્ય
સૂરહ અશ્-શમ્સ મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં પંદર (૧૫) આયતો અને એક (૧) રૂકૂઅ છે.
સંપૂર્ણ સૂરહની તિલાવત સાંભળવા માટે નીચે આપલે Play બટન પર ક્લિક કરો.
અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) સોગંદ છે સૂર્યના અને તેના તડકાના.[1]
(૨) સોગંદ છે ચંદ્રના જ્યારે તેના (સૂર્યના) પાછળ આવે.
(૩) સોગંદ છે દિવસના જ્યારે સૂર્યને સ્પષ્ટ કરે.
(૪) સોગંદ છે રાત્રીના જ્યારે તેને ઢાંકી લે.
(૫) સોગંદ છે આકાશના અને તેના બનાવનારના.
(૬) સોગંદ છે ધરતીના અને તેને બરાબર કરનારના.
(૭) સોગંદ છે આત્મા (રૂહ)ના અને તેનો સુધાર કરનાર ના.[2]
(૮) પછી તેણે તેને સમજ આપી ગુનાહની અને તેનાથી બચવાની.[3]
(૯) જેણે તેને પવિત્ર કરી લીધી તે સફળ થઈ ગયો.[4]
(૧૦) અને જેણે તેને માટીમાં રગદોળી નાખી તે નિષ્ફળ થઈ ગયો.
(૧૧) સમૂદે પોતાના વિદ્રોહ (સરકશી)ના કારણે જૂઠાડ્યું.
(૧૨) જ્યારે તેમનામાંથી મોટો દુર્ભાગ્યશાળી (બદનસીબ) ઊભો થઈ ગયો.[5]
(૧૩) તેમને અલ્લાહના રસૂલે કહી દીધું હતુ કે અલ્લાહ (તઆલા)ની ઊંટણી અને તેના પાણી પીવાના વારાની (સુરક્ષા કરો).
(૧૪) તે લોકોએ પોતાના રસૂલોને જૂઠા સમજીને તે ઊંટણીને મારી નાંખી[6] તો તેમના રબે તેમના ગુનાહોના કારણે તેમના ઉપર વિનાશ નાખી દીધો અને પછી વિનાશને તમામ લોકોના માટે કરી દીધો અને વસ્તીને બરાબર કરી દીધી.
(૧૫) તે (અલ્લાહ) આ પ્રકોપ (અઝાબ) ના પરિણામથી નિર્ભય છે.(ع-૧)