(૨૧) શું આ લોકો ધરતી પર હર્યા-ફર્યા નથી, જેથી જોતા કે જે લોકો આમના પહેલા હતા તેમનું પરિણામ કેવું આવ્યું ? તેઓ તાકાત અને શક્તિ અને ધરતી પર પોતાની યાદગારોની બુનિયાદ પર આમની સરખામણીમાં વધારે હતા, પછી પણ અલ્લાહે તેમને તેમના ગુનાહોના કારણે ઝડપી લીધા, અને કોઈ ન થયો જે તેમને અલ્લાહના અઝાબોથી બચાવી લે.
(૨૨) આવુ એટલા માટે કે તેમના પાસે તેમના પયગંબર ચમત્કારો લઈ લઈને આવતા તો તેઓ ઈન્કાર કરી દેતા હતા, તો અલ્લાહ તેમને ઝડપી લેતો હતો, બેશક તે ખૂબ શક્તિશાળી અને સખત સજાઓ આપવાવાળો છે.
(૨૩) અને અમે મૂસા (અ.સ.)ને અમારી આયતો (નિશાનીઓ) અને સ્પષ્ટ દલીલો સાથે મોકલ્યા.[1]
(૨૪) ફિરઔન અને હામાન અને કારૂન તરફ, પરંતુ તેમણે કહ્યું કે, “(આ તો) જાદૂગર છે અને જૂઠો છે.”[1]
(૨૫) પછી જ્યારે મૂસા (અ.સ.) તેમના પાસે અમારા તરફથી સત્ય લઈને આવ્યા તો તેમણે કહ્યું કે, “આમના સાથે જે ઈમાનવાળાઓ છે તેમના પુત્રોને કતલ કરી દો અને પુત્રીઓને જીવતી રહેવા દો.”[1] અને કાફિરોની જે ચાલ છે તે ગુમરાહી પર જ છે.
(૨૬) અને ફિરઔને કહ્યું કે, “મને છોડો કે હું મૂસાને મારી નાંખુ, અને એને જોઈએ કે પોતાના રબને પોકારે,[1] મને ભય છે કે ક્યાંક તમારા ધર્મને બદલી ન નાખે અથવા દેશમાં કોઈ મોટો ફસાદ પેદા ન કરી દે.”
(૨૭) અને મૂસા (અ.સ.)એ કહ્યું કે, “હું મારા અને તમારા રબની પનાહમાં આવું છું, તે દરેક ઘમંડી વ્યક્તિ (ની બૂરાઈ) થી જે હિસાબના દિવસ પર ઈમાન નથી ધરાવતો.[1] (ع-૩)