Surah Nuh
સૂરહ નૂહ
સૂરહ નૂહ
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
(૨૧) નૂહ (સ.અ.) એ કહ્યું, “હે મારા રબ! આ લોકોએ મારી નાફરમાની કરી અને એવા (લોકો)નું આજ્ઞાપાલન કર્યું જેમના માલ અને સંતાને તેમના નુકસાનમાં જ વધારો કર્યો.
(૨૨) અને આ લોકોએ ખૂબ જ મોટો ધોખો કર્યો.” [10]
(૨૩) અને આમણે કહ્યું કે, “ક્યારેય પણ પોતાના ઉપાસ્યોને છોડશો નહિં, અને ન છોડશો વદ્, સુવાઅ, યગૂસ, યઉક અને નસ્રને.” [11]
(૨૪) અને આમણે ઘણા બધા લોકોને ભટકાવ્યા, (હે રબ !) તું તે જાલિમોની ગુમરાહીમાં વધારો કરી દે.
(૨૫) તે લોકોને પોતાના ગુનાહોના કારણે (પાણીમાં) ડૂબાડી દેવામાં આવ્યા, અને જહન્નમમાં પહોંચાડી દેવાયા અને અલ્લાહ સિવાય તેઓએ પોતાના માટે કોઈ મદદ કરવાવાળો ન જોયો.
(૨૬) અને નૂહ (અ.સ.) એ કહ્યું કે, “હે મારા રબ! તું ધરતી પર કોઈ પણ કાફિરને વસવાટ કરનાર છોડીશ નહિં. [12]
(૨૭) જો તું તેમને રહેવા દઈશ તો બેશક તેઓ તારા બંદાઓને પણ બહેકાવશે અને તેઓ કુકર્મ કરવાવાળા કાફિરોને જ જન્મ આપશે.
(૨૮) હે મારા રબ ! તું મને અને મારા માતા-પિતા અને જે પણ ઈમાન લાવીને મારા ઘરમાં આવ્યા અને બધા જ ઈમાનવાળા પુરૂષો અને બધી જ ઈમાનવાળી સ્ત્રીઓને માફ કરી દે અને કાફિરો માટે બરબાદી સિવાય બીજી કોઈ વાતમાં વધારો ન કર.” (ع-૨)