Surah At-Tin

સૂરહ અત્‌-તીન

આયત : ૮ | રૂકૂ : ૧

સૂરહ અત્‌-તીન (૯)

અંજીર

સૂરહ અત્‌-તીન મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં આઠ (૮) આયતો અને એક (૧) રૂકૂઅ છે.

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

શરૂ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે

وَ التِّیْنِ وَ الزَّیْتُوْنِ ۙ (1)

(૧) સોગંદ છે અંજીર અને જેતુનના.


وَ طُوْرِ سِیْنِیْنَ ۙ (2)

(૨) અને તૂર સીના (સીના પર્વત)ના.


وَ هٰذَا الْبَلَدِ الْاَمِیْنِ ۙ (3)

(૩) અને શાંતિ (અમન)વાળા શહેર (મક્કા)ના.


لَقَدْ خَلَقْنَا الْاِنْسَانَ فِیْۤ اَحْسَنِ تَقْوِیْمٍ {ز} (4)

(૪) બેશક અમે માનવીને ખૂબ જ સારા સ્વરૂપમાં પેદા કર્યો.


ثُمَّ رَدَدْنٰهُ اَسْفَلَ سٰفِلِیْنَ ۙ (5)

(૫) પછી તેને નીચાથી નીચો કરી દીધો.


اِلَّا الَّذِیْنَ اٰمَنُوْا وَ عَمِلُوا الصّٰلِحٰتِ فَلَهُمْ اَجْرٌ غَیْرُ مَمْنُوْنٍ ؕ (6)

(૬) પરંતુ જે લોકો ઈમાન લાવ્યા અને સારા કામ કર્યા, તો તેમના માટે એવો બદલો છે કે જે ક્યારેય પણ સમાપ્ત નહીં થાય.


فَمَا یُكَذِّبُكَ بَعْدُ بِالدِّیْنِ ؕ (7)

(૭) તો તમને હવે બદલાના દિવસને જૂઠાડવા પર કઈ વાત ઉત્સાહિત કરે છે.


اَلَیْسَ اللّٰهُ بِاَحْكَمِ الْحٰكِمِیْنَ ۧ (8)

(૮) શું અલ્લાહ (તઆલા) બધા હાકેમો (બાદશાહો)નો હાકેમ (બાદશાહ) નથી ? (ع-)