Surah Al-Baqarah
સૂરહ અલ-બકરહ
સૂરહ અલ-બકરહ
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
(૨૧૭) લોકો તમારાથી હુરમતવાળા મહિનામાં લડાઈના વિષે સવાલ કરે છે, તમે કહી દો તેમાં લડવુ બહુ મોટો ગુનોહ છે, પરંતુ અલ્લાહના માર્ગથી રોકવું, તેની સાથે કુફ્ર કરવું, મસ્જિદે હરામથી રોકવું અને ત્યાંના રહેનારાઓને ત્યાંથી કાઢી મૂકવા અલ્લાહની નજીક તેનાથી પણ મોટો ગુનોહ છે અને ફિત્નો કતલથી પણ મોટો ગુનોહ છે, [101] આ લોકો તમારાથી લડાઈ-ઝઘડા કરતા જ રહેશે ત્યાં સુધી કે જો તેમનાથી થઈ શકે તો તમને તમારા ધર્મથી ફેરવી દે[102] અને તમારામાંથી જે લોકો પોતાના ધર્મથી ફરી જાય અને તે જ કુફ્રની હાલતમાં મરે, તો તેમના દુનિયા અને આખિરતના બધા કર્મો બરબાદ થઈ ગયા, આ લોકો જહન્નમી હશે અને હંમેશા જહન્નમમાં જ રહેશે.[103]
(૨૧૮) હા, જેમણે ઈમાન કબૂલ કર્યુ અને હિજરત કરી અને અલ્લાહના માર્ગમાં જિહાદ કર્યો (ધર્મની સુરક્ષા માટે અલ્લાહના માર્ગમાં લડવું) તેઓ જ અલ્લાહની રહમતની ઉમ્મીદ રાખે છે અને અલ્લાહ (તઆલા) માફ કરનાર મહેરબાન છે.
(૨૧૯) લોકો તમારાથી દારૂ અને જુગારના વિષે સવાલ કરે છે, તમે કહી દો આ બંનેમાં મોટો ગુનોહ છે, અને લોકોને તેનાથી દુનિયાનો ફાયદો પણ થાય છે, પરંતુ તેનો ગુનોહ તેના ફાયદાથી ઘણો વધારે છે, તમારાથી એ પણ પૂછે છે કે શું ખર્ચ કરીએ, તમે કહી દો જે જરૂરતથી વધારે હોય, અલ્લાહ (તઆલા) આવી જ રીતે પોતાનો આદેશ સ્પષ્ટ રીતે તમારા માટે વર્ણન કરે છે કે તમે સમજી વિચારી શકો.
(૨૨૦) દુનિયા અને આખિરતના અમલોના, અને તમારાથી અનાથોના વિષે પણ સવાલ કરે છે[104] તમે કહી દો કે તેમનું ભલું કરવું જ સારૂ છે, તમે જો તમારો માલ તેમના માલમાં ભેળવી પણ દો તો તે તમારા ભાઈ છે, બુરી નિયત અને સેક નિયત બધાને અલ્લાહ પૂરી રીતે જાણે છે, અને જો અલ્લાહ ઈચ્છત તો તમને તકલીફમાં નાખી દેત. બેશક અલ્લાહ (તઆલા) જબરદસ્ત અને હિકમતવાળો છે.
(૨૨૧) અને મુશરિક (મૂર્તિપૂજક) સ્ત્રીઓથી ત્યાં સુધી નિકાહ ન કરો જયાં સુધી તે ઈમાન ન લઈ આવે.[105] ઈમાનવાળી બાંદી (દાસી) પણ મુશરિક આઝાદ સ્ત્રીથી બેહતર છે ભલે ને તમને મુશરિક જ સારી લાગતી હોય અને ન મુશરિક પુરૂષોને પોતાની સ્ત્રીઓ સાથે નિકાહ કરવા દો, જ્યાં સુધી તેઓ ઈમાન ન લઈ આવે, ઈમાનવાળો ગુલામ (દાસ) આઝાદ મુશરિકથી વધારે સારો છે ભલેને તમને મુશરિક સારો લાગે. આ લોકો જહન્નમની તરફ બોલાવે છે અને અલ્લાહ જન્નતની તરફ અને મગફિરત (મોક્ષ)ની તરફ પોતાના હુકમથી બોલાવે છે. તે પોતાની નિશાનીઓ લોકોના માટે વર્ણન કરે છે જેથી નસીહત પ્રાપ્ત કરે.