Surah Fatir

સૂરહ ફાતિર

રૂકૂ : ૩

આયત ૧૫ થી ૨૬

یٰۤاَیُّهَا النَّاسُ اَنْتُمُ الْفُقَرَآءُ اِلَى اللّٰهِ ۚ وَ اللّٰهُ هُوَ الْغَنِیُّ الْحَمِیْدُ (15)

(૧૫) હે લોકો ! તમે અલ્લાહના મોહતાજ છો અને અલ્લાહ જ ગની (બેનિયાઝ અને) પ્રશંસાવાળો છે.


اِنْ یَّشَاْ یُذْهِبْكُمْ وَ یَاْتِ بِخَلْقٍ جَدِیْدٍۚ (16)

(૧૬) જો તે ઈચ્છે તો તમને બરબાદ કરી દે અને એક નવી સૃષ્ટિ પેદા કરી દે.


وَ مَا ذٰلِكَ عَلَى اللّٰهِ بِعَزِیْزٍ (17)

(૧૭) અને આ વાત અલ્લાહ (તઆલા) માટે સહેજ પણ કઠીન નથી.


وَ لَا تَزِرُ وَازِرَةٌ وِّزْرَ اُخْرٰى ؕ وَ اِنْ تَدْعُ مُثْقَلَةٌ اِلٰى حِمْلِهَا لَا یُحْمَلْ مِنْهُ شَیْءٌ وَّ لَوْ كَانَ ذَا قُرْبٰى ؕ اِنَّمَا تُنْذِرُ الَّذِیْنَ یَخْشَوْنَ رَبَّهُمْ بِالْغَیْبِ وَ اَقَامُوا الصَّلٰوةَ ؕ وَ مَنْ تَزَكّٰى فَاِنَّمَا یَتَزَكّٰى لِنَفْسِهٖ ؕ وَ اِلَى اللّٰهِ الْمَصِیْرُ (18)

(૧૮) અને કોઈ બોજ ઉપાડનાર કોઈ બીજાનો બોજ નહે ઉપાડે, અને જો કોઈ ભારે બોજવાળો પોતાનો બોજ ઉપાડવા માટે કોઈ બીજાને બોલાવશે તો તે તેમાંથી કશું પણ નહિ ઉપાડી શકે, ભલેને નજીકનો રિશ્તેદાર જ કેમ ન હોય, તમે ફક્ત તેમને જ આગાહ કરી શકો છો જેઓ જોયા વગર પોતાના રબથી ડરે છે અને નમાઝ કાયમ કરે છે, અને જેઓ પવિત્ર થઈ જાય તેઓ પોતાના ફાયદા માટે જ પવિત્ર થશે અને અલ્લાહ તરફ જ સૌને પાછા ફરવાનું છે.


وَ مَا یَسْتَوِی الْاَعْمٰى وَ الْبَصِیْرُۙ (19)

(૧૯) અને આંધળો અને આંખોવાળો સમાન નથી.


وَ لَا الظُّلُمٰتُ وَ لَا النُّوْرُۙ (20)

(૨૦) અને ન અંધકાર અને પ્રકાશ.


وَ لَا الظِّلُّ وَ لَا الْحَرُوْرُۚ (21)

(૨૧) અને ન છાંયડો અને તડકો.


وَ مَا یَسْتَوِی الْاَحْیَآءُ وَ لَا الْاَمْوَاتُ ؕ اِنَّ اللّٰهَ یُسْمِعُ مَنْ یَّشَآءُ ۚ وَ مَاۤ اَنْتَ بِمُسْمِعٍ مَّنْ فِی الْقُبُوْرِ (22)

(૨૨) અને જીવિત અને મૃત સમાન નથી હોઈ શક્તા અને અલ્લાહ (તઆલા) જેને ચાહે છે સંભળાવી દે છે અને તમે તે લોકોને સંભળાવી નથી શક્તા જેઓ કબરોમાં છે.


اِنْ اَنْتَ اِلَّا نَذِیْرٌ (23)

(૨૩) તમે તો ફક્ત ડરાવનારા છો.


اِنَّاۤ اَرْسَلْنٰكَ بِالْحَقِّ بَشِیْرًا وَّ نَذِیْرًا ؕ وَ اِنْ مِّنْ اُمَّةٍ اِلَّا خَلَا فِیْهَا نَذِیْرٌ (24)

(૨૪) અમે જ તમને સત્ય આપીને ખુશખબર સંભળાવનાર અને ડરાવનાર બનાવીને મોકલ્યા છે અને કોઈ ઉમ્મત એવી નથી થઈ જેમાં કોઈ ડરાવનાર ન આવ્યો હોય.


وَ اِنْ یُّكَذِّبُوْكَ فَقَدْ كَذَّبَ الَّذِیْنَ مِنْ قَبْلِهِمْ ۚ جَآءَتْهُمْ رُسُلُهُمْ بِالْبَیِّنٰتِ وَ بِالزُّبُرِ وَ بِالْكِتٰبِ الْمُنِیْرِ (25)

(૨૫) અને જો આ લોકો તમને ખોટા ઠેરવે તો જે લોકો આમના પહેલા થઈ ગયા તેમણે પણ ખોટા ઠેરવ્યા હતા, તેમના પાસે પણ તેમના પયગંબર ચમત્કારો, પુસ્તિકાઓ (સહીફા) અને સ્પષ્ટ કિતાબ લઈને આવ્યા હતા.


ثُمَّ اَخَذْتُ الَّذِیْنَ كَفَرُوْا فَكَیْفَ كَانَ نَكِیْرِ ۧ (26)

(૨૬) પછી મેં તે કાફિરોને ઝડપી લીધા તો જોઈ લો મારો અઝાબ કેવો રહ્યો. (ع-)