(૮૭) અમે મૂસા (અ. સ.) ને કિતાબ આપી અને તેમના પછી બીજા પયગંબરો અવતરિત કર્યા અને અમે મરયમના દીકરા ઈસાને પ્રકાશિત પુરાવા આપ્યા, અને રૂહુલ્ કુદુસ (જિબ્રઈલ અ.સ.) વડે તેમની મદદ કરાવી, પરંતુ જ્યારે પણ તમારી પાસે પયગંબર તે વસ્તુ લાવ્યા જે તમારા સ્વભાવથી વિરૂધ્ધ હતી, તમે તરત જ ઘમંડ કર્યુ, બસ કેટલાકને તો જૂઠલાવી દીધા અને કેટલાકને કતલ પણ કરી દીધા.
(૮૯) અને તેઓ પાસે જ્યારે અલ્લાહ તઆલાની કિતાબ (કુરઆન) , કે જે તેમની કિતાબ (તૌરાત) ને પણ સત્ય ઠેરવનારી આવી ગઈ, અને ઓળખી લીધા પછી પણ ઇન્કાર કરવા લાગ્યા, જો કે પહેલા આ લોકો પોતે (આના વડે) ઇન્કાર કરનારાઓ ઉપર વિજય ઈચ્છતા હતા, અલ્લાહ તઆલાની ફિટકાર થાય ઇન્કાર કરનારાઓ ઉપર.
(૯૦) ઘણી જ ખરાબ છે તે વસ્તુ જેના બદલામાં તેઓએ પોતાને વેચી માર્યા, તે તેઓનું ઇન્કાર કરવું છે, અલ્લાહ તઆલા તરફથી અવતરિત કરેલ વસ્તુ સાથે ફક્ત એ વાતથી અદેખાઈ કરતા કે અલ્લાહ તઆલાએ પોતાની કૃપા પોતાના જે બંદા પર ઈચ્છયું તેના પર કરી, તેના કારણે આ લોકો અલ્લાહ ના ગુસ્સાના લાયક થઈ ગયા અને તે ઇન્કાર કરનારાઓ માટે અપમાનિત કરી દેનારી યાતના છે.
(૯૧) અને જયારે તેમનાથી કહેવામાં આવ્યું કે તેના પર ઈમાન લાવો જેને અલ્લાહે ઉતાર્યું છે, તો તેમણે કહી દીધું કે જે અમારા પર ઉતર્યું (તૌરાત) તેના પર અમારૂ ઈમાન છે,અને તેઓ એના સિવાય (કુરઆન) નો ઇન્કાર કરે છે, જો કે તે સત્ય છે, એમના પાસેના (ધર્મગ્રંથ)ની ખરાઈ કરી રહ્યું છે. (હે રસુલ!) તેમને કહો કે જો તમે પોતાની કિતાબ પર યકીન રાખો છો, તો આના પહેલા અલ્લાહના રસુલોના કતલ કેમ કર્યા ?
(૯૩) અને જ્યારે અમે તમારાથી વચન લીધુ અને તમારા ઉપર તૂર પહાડ ઉઠાવી દીધો (અને કહી દીધુ) કે અમારી આપેલી વસ્તુઓને મજબૂતીથી પકડો અને સાંભળો, તો તેમણે કહ્યું અમે સાંભળ્યુ અને નાફરમાની કરી, અને તેમના દિલોમાં વાછરડાનો પ્રેમ (જેવો કે) પવેસ (પ્રવેશ) કરી દેવામાં આવ્યો, તેમના કુફ્રને કારણે. તેમને કહી દો કે તમારૂ ઈમાન તમને ખરાબ આદેશ આપી રહ્યું છે, જો તમે ઇમાનવાળા છો.
(૯૬) પરંતુ સૌથી વધારે દુનિયાની જિંદગીને પ્રેમ કરવાવાળા (અય નબી !) તમે એમને જ પામશો, તેઓ જિંદગીની લાલચમાં મુશરિકો (મૂર્તિપૂજકો)થી પણ વધારે છે. તેમનામાંથી દરેક વ્યક્તિ એક-એક હજાર વર્ષની ઉંમર ઈચ્છે છે, જો કે આટલી ઉંમર આપવામાં આવે તો પણ તેઓ અઝાબમાંથી નથી બચી શકતા, અલ્લાહ તઆલા તેમના અમલોને સારી રીતે જોઈ રહ્યો છે.