Surah Al-Kahf

સૂરહ અલ-કહ્ફ

આયત : ૧૧૦ | રૂકૂઅ : ૧૨

સૂરહ અલ-કહ્ફ (૧૮)

ગુફા

સૂરહ અલ-કહ્ફ મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. સૂરહ માં એકસો દસ (૧૧૦) આયતો અને બાર (૧૨) રૂકૂઅ છે.

આ સૂરહ મક્કામાં ઉતરી, એટલા માટે તેને મક્કી સૂરહ કહે છે.

કહફનો અર્થ ગુફા થાય છે. આમાં ગુફાવાળાઓનું વર્ણન કરવામાં આવ્યું છે એટલા માટે તેને સૂરઃ કહ્ફ કહે છે, તેની શરૂઆતની દસ આયતો અને છેલ્લી દસ આયતોના મહત્વનું હદીસમાં વર્ણન કરેલ છે જે વ્યક્તિ તેને યાદ કરી લે અને પઢે તે દજ્જાલના ફિત્નાથી સુરક્ષિત રહેશે. (સહીહ મુસ્લિમ, ફઝલ સૂરઃ અલ કહ્ફ) જે તેનું પઠન (તિલાવત) શુક્રવારના દિવસે કરશે તો આગળના શુક્રવાર સુધી તેના માટે ખાસ પ્રકારનો પ્રકાશ (નૂર) રહેશે (મુસ્તદરક હાકિમ 2/368 અને અલબાનીએ તેને સહીહ જામેઅ સગીર નં. - 6470માં સહીહ કહી છે) તેને પઢવાથી ઘરમાં સલામતી અને તરક્કી થાય છે. એક વખતે એક સહાબીએ સૂરઃકહ્ફ પઢી, ઘરમાં એક જાનવર પણ હતુ. આ જાનવરે ઊછળકૂદ કરવાનું શરૂ કરી દીધું, તેમણે ધ્યાનથી જોયું કે શી વાત છે ? તો તેમને એક વાદળ દેખાયું, જેને તેમને ઢાંકી રાખ્યા હતા, સહાબીએ આ ઘટનાનું વર્ણન નબી (સ.અ.વ.) ને કર્યું, આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું, “તેને પઢ્યા કરો, કુરઆન પઢતી વખતે સલામતી ઉતરે છે.”

(સહીહ બુખારી, નં.-4724, મુસ્લિમ નં.-795)