(૨૬) અને બેશક અમે મનુષ્યને સૂકી માટીથી, જે કોહવાયેલા ગારાની હતી, પેદા કર્યો છે.
(૨૭) અને તેના પહેલા જિન્નાતોને અમે જ્વાળા (જ્યોતિ) વાળી આગ[1] થી પેદા કર્યા.
(૨૮) અને જ્યારે તમારા રબે ફરિશ્તાઓને કહ્યું કે, “હું એક મનુષ્યને કોહવાયેલી માટીના સૂકા ગારામાંથી પેદા કરવાનો છું.
(૨૯) તો જ્યારે હું તેને સંપૂર્ણ બનાવી લઉં અને તેમાં પોતાની રૂહથી ફૂંકી દઉં તો તમે બધા તેના માટે સિજદો કરી દેજો.[1]
(૩૦) એટલા માટે બધા ફરિશ્તાઓએ સિજદો કર્યો.
(૩૧) પરંતુ ઈબ્લીસ, કે તેણે સિજદો કરનારાઓમાં સામેલ થવાથી ઈન્કાર કરી દીધો.
(૩૨) (અલ્લાહ તઆલાએ) પૂછ્યું કે, “હે ઈબ્લીસ! તને શું થયું કે તું સિજદો કરનારાઓમાં સામેલ ન થયો ?”
(૩૩) તે બોલ્યો કે હું એવો નથી કે આ મનુષ્યને સિજદો કરું જેને તે કોહવાયેલી માટીના સૂકા ગારામાંથી પેદા કર્યો છે.[1]
(૩૪) કહ્યું કે, “હવે તું જન્નતમાંથી નીકળી જા કેમકે તું ધિક્કારેલ છે.
(૩૫) અને તારા પર મારી લા'નત છે કયામતના દિવસ સુધી.”
(૩૬) કહેવા લાગ્યો, “હે મારા રબ! મને તે દિવસ સુધી મહેતલ આપ કે લોકોને બીજીવાર ઉઠાડવામાં આવશે.”
(૩૭) ફરમાવ્યું કે, “(ઠીક છે) તું તેમનામાંથી છે જેમને મહેતલ આપવામાં આવી છે.
(૩૮) નિર્ધારિત દિવસના સમય સુધી ની."
(૩૯) (શેતાને) કહ્યું કે, “હે મારા રબ! તેં મને ભટકાવ્યો છે મને પણ કસમ છે કે હું પણ ધરતીમાં તેમના માટે પ્રલોભનો પેદા કરીશ અને તે બધાને ભટકાવીશ.
(૪૦) સિવાય તારા તે બંદાઓને જેમને તે પસંદ કરી લીધા હોય.”
(૪૧) ફરમાવ્યું કે, “હાં, આ જ મારા સુધી પહોંચવાનો રસ્તો છે.
(૪૨) મારા બંદાઓ ઉપર તારી કોઈ અસર નથી, પરંતુ હાં જે ભટકેલા લોકો છે તેઓ તારૂ અનુસરણ કરશે.
(૪૩) અને બેશક તે બધાના વાયદાની જગ્યા જહન્નમ છે.”
(૪૪) જેના સાત દરવાજા છે, દરેક દરવાજાના માટે તેમનો એક હિસ્સો વહેંચેલો છે.[1] (ع-૩)