(૬૦) અને જ્યારે મૂસાએ પોતાના નવયુવાનને કહ્યું[1] કે, હું તો ચાલતો જ રહીશ ત્યાં સુધી કે બંને નદીઓના સંગમ[2]
સ્થાન પર પહોંચી ન જાઉં, ભલે ને મારે વર્ષો ચાલવું પડે.”
(૬૧) જ્યારે તેઓ બંને ત્યાં પહોંચ્યા જયાં બંને નદીઓના સંગમની જગ્યા હતી, ત્યાં પોતાની માછલી ભૂલી ગયા જેણે નદીમાં સૂરંગ જેવો પોતાનો રસ્તો બનાવી લીધો.
(૬૨) જ્યારે બંને ત્યાંથી આગળ વધ્યા તો મૂસાએ પોતાના નવયુવાનને કહ્યું કે, “અમારો નાસ્તો આપો. અમને તો અમારી આ મુસાફરીમાં ઘણી તકલીફ ઉઠાવવી પડી.”
(૬૩) (તેણે) જવાબ આપ્યો કે, “શું તમે જોયું પણ ? જ્યારે આપણે પથ્થરને ટેક લગાવીને આરામ કરી રહ્યા હતા તે વખતે જ હું માછલી ભૂલી ગયો હતો, હકીકતમાં શેતાને મને ભૂલાવી દીધો કે હું તમારા સાથે તેની ચર્ચા કરું, તે માછલીએ એક અદ્ભૂત રીતે નદી[1] માં પોતાનો રસ્તો બનાવી લીધો.”
(૬૪) (મૂસાએ) કહ્યું, “આ જ હતું જેની શોધમાં આપણે હતા”, તો તેઓ ત્યાંથી પોતાના પગલાના નિશાન શોધતાં-શોધતાં પાછા ફર્યા.
(૬૫) પછી અમારા બંદાઓમાંથી એક બંદા[1] ને જોયો, જેને અમે અમારા પાસેથી ખાસ કૃપા[2] પ્રદાન કરી રાખી હતી અને તેને અમારા પાસેથી ખાસ ઈલ્મ[3] શીખવાડી રાખ્યુ હતું.
(૬૬) મૂસાએ તેને કહ્યું કે, “હું તમારા સાથે રહી શકું છું જેથી તમે મને સાચુ ઈલ્મ શીખવાડો જે તમને શીખવાડવામાં આવ્યુ છે ?”
(૬૭) તેણે કહ્યું કે, “તમે અમારા સાથે કદી સબ્ર નહિ કરી શકો.
(૬૮) અને જે વસ્તુની તમને ખબર ન હોય તેના પર સબ્ર કરી પણ કેવી રીતે શકો છો?”
(૬૯) મૂસાએ કહ્યું કે, “અલ્લાહે ચાહ્યું તો તમે મને સબ્ર કરનારાઓમાંથી પામશો, અને કોઈ વાતમાં તમારી નાફરમાની નહિ કરૂં.”
(૭૦) (તેણે) કહ્યું કે, “જો તમે મારા સાથે ચાલવાની ઈચ્છા રાખો છો તો ધ્યાન રહે કે કોઈ વસ્તુના વિશે મને કશું પૂછતા નહિં જ્યાં સુધી હું પોતે તેના વિશે ન બતાવું.” (ع-૯)