Surah Al-Jumu'ah
સૂરહ અલ-જુમુઆ
રૂકૂઅ : ૨
આયત ૯ થી ૧૧
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اِذَا نُوْدِیَ لِلصَّلٰوةِ مِنْ یَّوْمِ الْجُمُعَةِ فَاسْعَوْا اِلٰى ذِكْرِ اللّٰهِ وَ ذَرُوا الْبَیْعَ ؕ ذٰلِكُمْ خَیْرٌ لَّكُمْ اِنْ كُنْتُمْ تَعْلَمُوْنَ (9 )
(૯) હે તે લોકો જેઓ ઈમાન લાવ્યા છો ! જુમુઆ (શુક્રવાર)ના દિવસે નમાઝ માટે અઝાન આપવામાં આવે તો તમે અલ્લાહની યાદ તરફ ઉતાવળે જલ્દી આવી જાવ અને ખરીદ-વેચાણ છોડી દો, આ તમારા પક્ષ (હક)માં ઘણું જ સારું છે જો તમે જાણતા હોવ.
فَاِذَا قُضِیَتِ الصَّلٰوةُ فَانْتَشِرُوْا فِی الْاَرْضِ وَ ابْتَغُوْا مِنْ فَضْلِ اللّٰهِ وَ اذْكُرُوا اللّٰهَ كَثِیْرًا لَّعَلَّكُمْ تُفْلِحُوْنَ (10)
(૧૦) પછી જયારે નમાઝ થઈ જાય તો ધરતી પર ફેલાઈ જાઓ અને અલ્લાહની કૃપા (ફજલ)ને શોધો, અને અલ્લાહનો ખૂબ જ ઝિક્ર (સ્મરણ)કરો જેથી તમે સફળતા પ્રાપ્ત કરી લો.
وَ اِذَا رَاَوْا تِجَارَةً اَوْ لَهْوَا اِ۟نْفَضُّوْۤا اِلَیْهَا وَ تَرَكُوْكَ قَآئِمًا ؕ قُلْ مَا عِنْدَ اللّٰهِ خَیْرٌ مِّنَ اللَّهْوِ وَ مِنَ التِّجَارَةِ ؕ وَ اللّٰهُ خَیْرُ الرّٰزِقِیْنَ ۧ (11)
(૧૧) અને જ્યારે કોઈ ખરીદ-વેચાણ થતું જુએ છે અથવા કોઈ તમાશો દેખાઈ જાય તો તેના તરફ દોડી જાય છે અને તમને ઊભેલા જ છોડી જાય છે. (તમે) કહી દો કે અલ્લાહની પાસે જે કંઈ છે તે રમત અને વેપાર (ધંધા)થી બહેતર છે, અને અલ્લાહ (તઆલા)સૌથી બહેતર રોજી આપવાવાળો છે. (ع-૨)