Surah Al-Fath

સૂરહ અલ-ફત્હ

રૂકૂ : ૧

આયત ૧ થી ૧૦

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

શરૂ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે

اِنَّا فَتَحْنَا لَكَ فَتْحًا مُّبِیْنًا ۙ (1)

(૧) બેશક (હે નબી!) અમે તમને એક ખુલ્લો વિજય પ્રદાન કરી દીધો.


لِّیَغْفِرَ لَكَ اللّٰهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْۢبِكَ وَ مَا تَاَخَّرَ وَ یُتِمَّ نِعْمَتَهٗ عَلَیْكَ وَ یَهْدِیَكَ صِرَاطًا مُّسْتَقِیْمًا ۙ (2)

(૨) જેથી જે કંઈ તમારા પહેલા ગુનાહ થયા અને જે કંઈ પાછળ થયા તે બધાને અલ્લાહ (તઆલા) માફ કરી દે, અને તમારા ઉપર પોતાની કૃપા પરિપૂર્ણ કરી દે, અને તમને સીધા માર્ગ પર ચલાવે.


وَّ یَنْصُرَكَ اللّٰهُ نَصْرًا عَزِیْزًا (3)

(૩) અને તમને ભરપૂર મદદ પ્રદાન કરે.

هُوَ الَّذِیْۤ اَنْزَلَ السَّكِیْنَةَ فِیْ قُلُوْبِ الْمُؤْمِنِیْنَ لِیَزْدَادُوْۤا اِیْمَانًا مَّعَ اِیْمَانِهِمْ ؕ وَ لِلّٰهِ جُنُوْدُ السَّمٰوٰتِ وَ الْاَرْضِ ؕ وَ كَانَ اللّٰهُ عَلِیْمًا حَكِیْمًا ۙ (4)

(૪) તે જ છે જેણે ઈમાનવાળાઓના દિલોમાં શાંતિ (અને આત્મવિશ્વાસ) ઉતારી, જેથી તેઓ પોતાના ઈમાન સાથે ઈમાનમાં હજુ વધી જાય, અને આકાશો અને ધરતીના (તમામ) લશ્કરો અલ્લાહના જ છે અને અલ્લાહ (તઆલા) જાણવાવાળો અને હિકમતવાળો છે.


لِّیُدْخِلَ الْمُؤْمِنِیْنَ وَ الْمُؤْمِنٰتِ جَنّٰتٍ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِیْنَ فِیْهَا وَ یُكَفِّرَ عَنْهُمْ سَیِّاٰتِهِمْ ؕ وَ كَانَ ذٰلِكَ عِنْدَ اللّٰهِ فَوْزًا عَظِیْمًا ۙ (5)

(૫) જેથી ઈમાનવાળા પુરૂષો અને સ્ત્રીઓને એવી જન્નતોમાં લઈ જાય જેના નીચે નહેરો વહી રહી હશે, જ્યાં તેઓ હંમેશા રહેશે અને તેમનાથી તેમના ગુનાહોને દૂર કરી દે અને અલ્લાહના નજીક આ મહાન સફળતા છે.


وَّ یُعَذِّبَ الْمُنٰفِقِیْنَ وَ الْمُنٰفِقٰتِ وَ الْمُشْرِكِیْنَ وَ الْمُشْرِكٰتِ الظَّآنِّیْنَ بِاللّٰهِ ظَنَّ السَّوْءِ ؕ عَلَیْهِمْ دَآئِرَةُ السَّوْءِ ۚ وَ غَضِبَ اللّٰهُ عَلَیْهِمْ وَ لَعَنَهُمْ وَ اَعَدَّ لَهُمْ جَهَنَّمَ ؕ وَ سَآءَتْ مَصِیْرًا (6)

(૬) અને જેથી તે મુનાફિક (દંભી) પુરૂષો અને મુનાફિક સ્ત્રીઓ અને મૂર્તિપૂજક પુરૂષો અને મૂર્તિપૂજક સ્ત્રીઓને સજા આપે, જેઓ અલ્લાહ (તઆલા)ના વિશે ખોટી ધારણાઓ રાખવાવાળા છે. (હકીકતમાં) તેઓ પોતે જ બૂરાઈના ચક્કરમાં આવી ગયા, અલ્લાહ તેમના ઉપર નારાજ થયો અને તેમના ઉપર ફિટકાર કરી અને તેમના માટે જહન્નમ તૈયાર કરી અને તે પાછા ફરવાનું (ખૂબ) ખરાબ ઠેકાણું છે.


وَ لِلّٰهِ جُنُوْدُ السَّمٰوٰتِ وَ الْاَرْضِ ؕ وَ كَانَ اللّٰهُ عَزِیْزًا حَكِیْمًا (7)

(૭) અને અલ્લાહના માટે જ આકાશો અને ધરતીના લશ્કરો છે અને અલ્લાહ શક્તિશાળી હિકમતવાળો છે.


اِنَّاۤ اَرْسَلْنٰكَ شَاهِدًا وَّ مُبَشِّرًا وَّ نَذِیْرًا ۙ (8)

(૮) બેશક અમે તમને ગવાહી આપનાર અને ખુશખબર સંભળાવનાર અને સચેત કરનાર બનાવીને મોકલ્યા છે.


لِّتُؤْمِنُوْا بِاللّٰهِ وَ رَسُوْلِهٖ وَ تُعَزِّرُوْهُ وَ تُوَقِّرُوْهُ ؕ وَ تُسَبِّحُوْهُ بُكْرَةً وَّ اَصِیْلًا (9)

(૯) જેથી (હે ઈમાનવાળાઓ!) તમે અલ્લાહ અને તેના રસૂલ પર ઈમાન લાવો અને તેમની મદદ કરો અને તેમનો આદર કરો અને સવાર-સાંજ અલ્લાહની પવિત્રતાની તસ્બીહ કરતા રહો.


اِنَّ الَّذِیْنَ یُبَایِعُوْنَكَ اِنَّمَا یُبَایِعُوْنَ اللّٰهَ ؕ یَدُ اللّٰهِ فَوْقَ اَیْدِیْهِمْ ۚ فَمَنْ نَّكَثَ فَاِنَّمَا یَنْكُثُ عَلٰى نَفْسِهٖ ۚ وَ مَنْ اَوْفٰى بِمَا عٰهَدَ عَلَیْهُ اللّٰهَ فَسَیُؤْتِیْهِ اَجْرًا عَظِیْمًا ۧ (10)

(૧૦) બેશક જે લોકો તમારાથી બૈઅત (અલ્લાહ અને તેના રસૂલના આજ્ઞાપાલન અને અનુસરણાનો વાયદો તાકીદથી જાહેર કરવો) કરે છે તેઓ બેશક અલ્લાહથી જ બૈઅત કરે છે. તેમના હાથો પર અલ્લાહનો હાથ છે, તો જે વ્યક્તિ વાયદો તોડે તે પોતાની જાત પર જ વાયદો તોડે છે, અને જે વ્યક્તિ તે વાયદાને પૂરો કરે છે જે તેણે અલ્લાહ સાથે કર્યો હતો તો તેને જલ્દી અલ્લાહ ખૂબ મોટો બદલો આપશે. (ع-)