અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) તા-સીન ! આ આયતો છે કુરઆનની (એટલે કે સ્પષ્ટ) અને રોશન કિતાબની.
(૨) માર્ગદર્શન અને ખુશખબર તે ઈમાનવાળાઓ માટે.
(૩) જેઓ નમાઝ કાયમ (સ્થાપિત) કરે છે અને ઝકાત આપે છે અને આખિરત પર ઈમાન ધરાવે છે.
(૪) જે લોકો આખિરત પર ઈમાન નથી લાવતા, અમે તેમના માટે તેમના કૃત્યોને સુશોભિત કરી દેખાડ્યા છે આથી તેઓ ભટકતા ફરે છે.
(૫) આ તે લોકો છે જેમના માટે ખરાબ સજા છે અને આખિરતમાં પણ તેઓ સૌથી વધુ નુકસાનમાં રહેનારા છે.
(૬) અને બેશક અલ્લાહ હિકમતવાળા અને જાણવાવાળાના તરફથી તમને કુરઆન શિખવવામાં આવી રહ્યું છે.
(૭) (યાદ હશે) જ્યારે કે મૂસાએ પોતાના પરિવારવાળાઓને કહ્યું કે, “મેં આગ જોઈ છે, હું હમણાં ત્યાંથી કોઈ ખબર લઈને અથવા આગનો કોઈ સળગતો અંગારો લઈને તમારા પાસે આવું છું જેથી તમે તાપણી કરી શકો.”[1]
(૮) જ્યારે ત્યાં પહોંચ્યા તો અવાજ આપવામાં આવી કે મુબારક છે તે જે આ આગમાં છે અને મુબારક છે તે જે આના આસપાસ છે, અને પવિત્ર છે અલ્લાહ જે સમગ્ર સૃષ્ટિનો રબ છે.[1]
(૯) મૂસા (સાંભળ!) વાત એ છે કે હું જ અલ્લાહ છું જબરજસ્ત અને હિકમતવાળો.
(૧૦) અને તું પોતાની લાઠી નાખી દે, (મૂસાએ) જયારે તેને જોયું તો લાઠી સાપની જેમ સળવળી રહી છે તો પીઠ ફેરવીને ભાગ્યો અને પાછા ફરીને જોયું પણ નહિ, હે મૂસા! ડરો નહિ,[1] મારા પાસે રસૂલો ડરતા નથી.
(૧૧) પરંતુ જે કોઈ જુલમ કરે, પછી તેના બદલામાં નેકી કરે તે બૂરાઈના પાછળ, તો હું પણ માફ કરવાવાળો દયાળું છું.
(૧૨) અને પોતાનો હાથ પોતાની બગલમાં નાખ તે કોઈ રોગ વગર સફેદ (અને ચળકતો) થઈને નીકળશે. (તું) નવ નિશાનીઓ લઈને ફિરઔન અને તેના પેરોકારો પાસે (જા) બેશક તે ફાસિકોનું જૂથ છે.
(૧૩) છેવટે જ્યારે તેમના પાસે આંખો ખોલી નાખવાવાળા અમારા ચમત્કારો પહોંચ્યા તો તેમણે કહ્યું કે, “આ તો સ્પષ્ટ જાદૂ છે.”
(૧૪) અને તેઓએ ફક્ત જુલમ અને ઘમંડના કારણે ઈન્કાર કરી દીધો, જો કે તેમના દિલ યકીન કરી ચૂક્યા હતા, છેવટે જોઈ લો તે ફસાદીઓનો શું અંજામ થયો ? (ع-૧)