(૬૮) હે મારા બંદાઓ! આજે તો તમારા પર ન કોઈ ભય હશે અને ન ડર અને ન તમે ઉદાસ હશો.[1]
(૬૯) જેઓ અમારી આયતો પર ઈમાન લાવ્યા અને હતા પણ તેઓ (આજ્ઞાકારી) મુસલમાન.
(૭૦) તમે અને તમારી પત્નીઓ આનંદિત અને ખુશ થઈને જન્નતમાં ચાલ્યા જાઓ.
(૭૧) તેમના ચારે તરફ સોનાના થાળ અને સોનાના પ્યાલાઓનો દોર ચલાવવામાં આવશે, તેમના મન જે વસ્તુને ઈચ્છે અને જેનાથી તેમની આંખો મજા પ્રાપ્ત કરૈ, બધું જ ત્યાં હશે અને તમે તેમાં હંમેશા રહેશો.
(૭૨) અને આ જ તે જન્નત છે કે તમે પોતાના કર્મોના બદલામાં આના વારસદાર બનાવવામાં આવ્યા છો.
(૭૩) અહીં તમારા માટે ખૂબ મેવા છે જેને તમે ખાતા રહેશો.
(૭૪) બેશક અપરાધી લોકો જહન્નમના અઝાબમાં હંમેશા રહેશે.
(૭૫) આ (યાતના) કદી પણ તેમનાથી હલકી કરવામાં નહિં આવે અને તેઓ તેમાં નિરાશ પડ્યા હશે.
(૭૬) અને અમે તેમના ઉપર જુલમ નથી કર્યો પરંતુ તેઓ પોતે જ જાલિમ હતા.
(૭૭) અને તેઓ પોકારી-પોકારીને કહેશે કે, “હે માલિક,[1] તારો રબ અમારું કામ જ ખતમ કરી દે,” તે. કહેશે કે, “તમારે તો (હંમેશા) રહેવાનું છે.”
(૭૮) અમે તો તમારા પાસે સત્ય લઈને આવ્યા, પરંતુ તમારામાંથી વધારે પડતા લોકો સત્યથી નફરત કરનારા હતા.
(૭૯) શું તેઓએ કોઈ કામનો મજબુત ઈરાદો કરી લીધો છે ? તો વિશ્વાસ રાખો કે અમે પણ મજબૂત કામ કરનારા છીએ.
(૮૦) શું એમણે એમ સમજી લીધુ છે કે અમે તેમની છૂપી વાતોને અને તેમની ગુસપુસને નથી સાંભળતા ? (બેશક અમે બરાબર સાંભળી રહ્યા છીએ.) બલ્કે અમારા મોકલેલા એમના પાસે જ લખી રહ્યા છે.
(૮૧) (તમે) કહી દો કે, “જો માની લેવામાં આવે કે રહમાનની સંતાન હોત, તો હું સૌથી પહેલો બંદગી કરનાર હોત.”
(૮૨) પવિત્ર છે આકાશો અને ધરતીનો રબ ! અર્શનો માલિક ! તેનાથી જે (આ લોકો) તેના વિશે કહે છે.
(૮૩) હવે તમે આમને આ વાદ-વિવાદ અને ખેલ-કૂદમાં છોડી દો, ત્યાં સુધી કે આ લોકો તે દિવસને જોઈ લે, જેનો આમને વાયદો આપવામાં આવી રહ્યો છે.
(૮૪) અને તે જ આકાશો પર પણ મા'બૂદ છે અને ધરતી પર પણ તે જ બંદગીના લાયક છે,[1] અને તે મોટો હિકમતવાળો અને સંપૂર્ણ જાણનાર છે.
(૮૫) અને તે મહાન બરકતવાળી હસ્તી છે જેના પાસે આકાશો અને ધરતી અને તેના વચ્ચેનું રાજ્ય છે, અને ક્યામતનું ઈલ્મ પણ તેના પાસે છે અને તેના તરફ જ તમે બધા પાછા ફેરવવામાં આવશો.
(૮૬) અને જેમને આ લોકો અલ્લાહના સિવાય પોકારે છે તેઓ ભલામણ કરવાનો અધિકાર નથી રાખતા, હાં, (ભલામણના લાયક તે લોકો છે) જેઓ સાચી વાતને સ્વીકારે અને તેમને જ્ઞાન પણ હોય.[1]
(૮૭) અને જો તમે તેમને પૂછો કે તમને કોણે પેદા કર્યા છે ? તો જરૂર આ જવાબ આપશે કે અલ્લાહે, પછી આ લોકો ક્યાં ઉલટા જઈ રહ્યા છે ?
(૮૮) અને તેમનું (પયગંબરોનું વધારે પડતું) એ કહેવું કે હે મારા રબ ! બેશક આ તે લોકો છે જેઓ ઈમાન નથી લાવતા.
(૮૯) તો તમે આમનાથી મોઢું ફેરવી લો અને (વિદાઈનો) સલામ કહી દો. આમને (જાતે જ) જલ્દી જાણ થઈ જશે. (ع-૭)