(૮૫) અને (અમે) મદયન તરફ તેમના ભાઈ શુઐબને (મોકલ્યા)[1] તેમણે કહ્યું કે, “હે મારી કોમના લોકો ! તમે અલ્લાહની બંદગી કરો, તેના સિવાય તમારો કોઈ મા'બૂદ નથી, તમારા રબ તરફથી તમારા તરફ સ્પષ્ટ નિશાની આવી ચૂકી છે, બસ તમે તોલમાપ પૂરેપૂરું કરો અને લોકોને તેમની વસ્તુઓ ઓછી કરીને ન આપો[2] અને સમગ્ર ધરતી પર તેના પછી કે સુધાર કરી દેવામાં આવ્યો હોય ફસાદ ન ફેલાવો, આ તમારા માટે ફાયદાકારક છે જો તમે ઈમાન લઈ આવો.
(૮૬) અને તમે દરેક રસ્તા ઉપર તેમને ધમકી આપવા અને અલ્લાહના માર્ગથી રોકવા માટે ન બેસો જેઓ અલ્લાહ પર ઈમાન લાવ્યા અને ન તેમાં ભૂલો શોધો, અને યાદ કરો જ્યારે તમે થોડા હતા તો અલ્લાહે તમને વધારે કરી દીધા, પછી જુઓ કે ફસાદીઓનો અંજામ કેવો રહ્યો.
(૮૭) અને જો તમારામાંથી કેટલાક લોકોએ તે હુકમ પર યકીન કર્યું જેના સાથે મને મોકલવામાં આવ્યો છે, અને કેટલાકે યકીન ન કર્યું તો થોડી ધીરજ રાખો, ત્યાં સુધી કે અલ્લાહ આપણી વચ્ચે ફેંસલો કરી નાખે અને તે સૌથી સારો ફેંસલો કરનાર છે.
(૮૮) તેમની કોમના ઘમંડી સરદારોએ કહ્યું, “હે શુઐબ! અમે તમને અને જે તમારા સાથે ઈમાન લાવ્યા છે તેમને જરૂર પોતાની વસ્તીમાંથી કાઢી મૂકીશું, નહિ તો તમે પાછા અમારા ધર્મમાં આવી જાઓ.” તેમણે કહ્યું, “જ્યારે કે અમે તેનાથી બેઝાર (વિમૂખ) હોય.”
(૮૯) અમે તો અલ્લાહ ઉપર જૂઠો આરોપ લગાવનારા હોઈશું જો અમે તમારા ધર્મમાં પાછા આવી જઈએ જયારે કે અલ્લાહે અમને તેનાથી મુક્ત કરી દીધા છે અને અમારાથી તેમાં પાછા ફરવું શક્ય નથી, પરંતુ એ કે અલ્લાહ ચાહે જે અમારો રબ છે, અમારા રબે દરેક વસ્તુને પોતાના ઈલ્મના દાયરામાં ઘેરી લીધી છે. અમે પોતાના રબ ઉપર જ ભરોસો કરી લીધો, “હે અમારા રબ! અમારા અને અમારી કોમ વચ્ચે ફેંસલો કરી દે સચ્ચાઈની સાથે અને તું સૌથી ઉત્તમ ફેંસલો કરનાર છે.”
(૯૦) અને તેમની કોમના કાફિર સરદારોએ કહ્યું કે, “જો તમે શુઐબનું અનુસરણ કર્યું તો તે વખતે બેશક તમે નુક્સાન ઉઠાવનારા થઈ જશો.”[1]
(૯૧) તો તેમને ધરતીકંપે પકડી લીધા એટલા માટે તેઓ પોતાના ઘરોમાં ઊંધા પડીને રહી ગયા.[1]
(૯૨) જેમણે શુઐબને જૂઠાડયા તેમની હાલત એવી થઈ ગઈ કે જાણે તે (ઘરો)માં કદી વસ્યા જ ન હતા, જેમણે શુઐબને જૂઠાડયા તેઓજ નુકસાનમાં પડી ગયા.
(૯૩) તે સમયે શુઐબ તેમનાથી મોઢું ફેરવી ચાલ્યા ગયા અને કહેવા લાગ્યા કે, “હે મારી કોમના લોકો! મેં પોતાના રબનો સંદેશો તમને પહોંચાડી દીધો અને મેં તમારી શુભ ચિંતા કરી, પછી હું તે કાફિરો પર શા માટે દુઃખી થાઉં?” (ع-૧૧)