Surah Adh-Dhariyat

સૂરહ અઝ્-ઝારિયાત

રૂકૂ : ૨

આયત ૨૪ થી ૪૬

هَلْ اَتٰىكَ حَدِیْثُ ضَیْفِ اِبْرٰهِیْمَ الْمُكْرَمِیْنَ ۘ (24)

(૨૪) શું તમને ઈબ્રાહીમ (અ.સ.) ના સન્માનિત મહેમાનોની ખબર પહોંચી છે ?


اِذْ دَخَلُوْا عَلَیْهِ فَقَالُوْا سَلٰمًا ؕ قَالَ سَلٰمٌ ۚ قَوْمٌ مُّنْكَرُوْنَ ۚ (25)

(૨૫) જ્યારે તેઓ તેમને ત્યાં આવ્યા, ત્યારે સલામ કરી, (ઈબ્રાહીમે) સલામનો જવાબ આપ્યો (અને કહ્યું) આ તો અજાણ્યા લોકો છે.


فَرَاغَ اِلٰۤى اَهْلِهٖ فَجَآءَ بِعِجْلٍ سَمِیْنٍ ۙ (26)

(૨૬) પછી (ચૂપચાપ ઝડપથી) પોતાના ઘરવાળાઓ પાસે ગયા અને એક મોટા વાછરડાનો (ગોશ્ત) લાવ્યા.

فَقَرَّبَهٗۤ اِلَیْهِمْ قَالَ اَلَا تَاْكُلُوْنَ {ز} (27)

(૨૭) અને તેને તેમના આગળ મૂક્યો અને કહ્યું તમે ખાતા કેમ નથી ?


فَاَوْجَسَ مِنْهُمْ خِیْفَةً ؕ قَالُوْا لَا تَخَفْ ؕ وَ بَشَّرُوْهُ بِغُلٰمٍ عَلِیْمٍ (28)

(૨૮) પછી મનમાં ને મનમાં એમનાથી ડરી ગયા. તેઓ બોલ્યા કે તમે ડરશો નહીં અને તેમણે (હઝરત) ઈબ્રાહીમ (અ.સ.) ને ઈલ્મવાળો પુત્ર થવાની ખુશખબર આપી.


فَاَقْبَلَتِ امْرَاَتُهٗ فِیْ صَرَّةٍ فَصَكَّتْ وَجْهَهَا وَ قَالَتْ عَجُوْزٌ عَقِیْمٌ (29)

(૨૯) તો એમની પત્નીએ આશ્ચર્યથી પોતાના મોઢા પર હાથ મારીને કહ્યું કે, “હું તો ઘરડી છું સાથે વાંઝણી પણ.”


قَالُوْا كَذٰلِكِ ۙ قَالَ رَبُّكِ ؕ اِنَّهٗ هُوَ الْحَكِیْمُ الْعَلِیْمُ (30)

(૩૦) તેમણે કહ્યું કે, “તમારા રબે આ રીતે જ કહ્યું છે”, બેશક તે હિકમતવાળો અને સઘળુ જાણનાર છે.


قَالَ فَمَا خَطْبُكُمْ اَیُّهَا الْمُرْسَلُوْنَ (31)

(૩૧) (ઈબ્રાહીમ (અ.સ.) એ) કહ્યું, “અલ્લાહે મોકલેલા (ફરિશ્તાઓ) તમારો ઉદ્દેશ શું છે ?


قَالُوْۤا اِنَّاۤ اُرْسِلْنَاۤ اِلٰى قَوْمٍ مُّجْرِمِیْنَ ۙ (32)

(૩૨) તેમણે જવાબ આપ્યો કે, “અમે ગુનેહગાર લોકો તરફ મોકલવામાં આવ્યા છીએ.”


لِنُرْسِلَ عَلَیْهِمْ حِجَارَةً مِّنْ طِیْنٍ ۙ (33)

(૩૩) જેથી અમે તેમના ઉપર માટીની કાંકરીઓનો વરસાદ કરીએ.


مُّسَوَّمَةً عِنْدَ رَبِّكَ لِلْمُسْرِفِیْنَ (34)

(૩૪) જે તમારા રબ તરફથી નામાંકિત થઈ ચૂકી છે તે હદ વટાવી જનારાઓના માટે.


فَاَخْرَجْنَا مَنْ كَانَ فِیْهَا مِنَ الْمُؤْمِنِیْنَ ۚ (35)

(૩૫) તો જેટલા ઈમાનવાળાઓ ત્યાં હતા અમે તેમને કાઢી લીધા.


فَمَا وَجَدْنَا فِیْهَا غَیْرَ بَیْتٍ مِّنَ الْمُسْلِمِیْنَ ۚ (36)

(૩૬) ને અમે ત્યાં મુસલમાનોનું ફક્ત એક જ ઘર જોયું.


وَ تَرَكْنَا فِیْهَاۤ اٰیَةً لِّلَّذِیْنَ یَخَافُوْنَ الْعَذَابَ الْاَلِیْمَ ؕ (37)

(૩૭) અને ત્યાં અમે તેમના માટે જેઓ દુખઃદાયી અઝાબનો ડર રાખે છે, એક નિશાની મૂકી છે.


وَ فِیْ مُوْسٰۤى اِذْ اَرْسَلْنٰهُ اِلٰى فِرْعَوْنَ بِسُلْطٰنٍ مُّبِیْنٍ (38)

(૩૮) અને મૂસા (અ.સ.) ના કિસ્સામાં (પણ અમારા તરફથી ચેતવણી છે) જ્યારે કે અમે તેમને ફિરઔનની પાસે એક સ્પષ્ટ નિશાની સાથે મોકલ્યા.


فَتَوَلّٰى بِرُكْنِهٖ وَ قَالَ سٰحِرٌ اَوْ مَجْنُوْنٌ (39)

(૩૯) તો તેણે પોતાની સત્તાના કારણે મોઢુ કેરવી લીધું અને કહેવા લાગ્યો કે, “આ જાદૂગર છે અને દીવાનો છે.”


فَاَخَذْنٰهُ وَ جُنُوْدَهٗ فَنَبَذْنٰهُمْ فِی الْیَمِّ وَ هُوَ مُلِیْمٌ ؕ (40)

(૪૦) છેવટે અમે તેને અને તેના લશ્કરને અમારી યાતનામાં પકડી લીધા અને સમુદ્રમાં ફેંકી દીધા. તે હતો જ નિંદાને પાત્ર.


وَ فِیْ عَادٍ اِذْ اَرْسَلْنَا عَلَیْهِمُ الرِّیْحَ الْعَقِیْمَ ۚ (41)

(૪૧) એવી જ રીતે આદવાળાઓમાં પણ (અમારા તરફથી ચેતાવણી છે) જ્યારે કે અમે તેમના ઉપર લાભ વિનાના પવનોની આંધી મોકલી.


مَا تَذَرُ مِنْ شَیْءٍ اَتَتْ عَلَیْهِ اِلَّا جَعَلَتْهُ كَالرَّمِیْمِ ؕ (42)

(૪૨) તે (આંધી) જે જે વસ્તુઓ પર પહોંચતી હતી તેને સડેલા હાડકાની જેમ ચૂરેચૂરા કરી દેતી હતી.


وَ فِیْ ثَمُوْدَ اِذْ قِیْلَ لَهُمْ تَمَتَّعُوْا حَتّٰى حِیْنٍ (43)

(૪૩) તથા સમૂદના કિસ્સામાં પણ નસીહત છે કે જયારે તેમને કહેવામાં આવ્યું કે અમુક સમય સુધી તમે ફાયદો ઉઠાવી લો.


فَعَتَوْا عَنْ اَمْرِ رَبِّهِمْ فَاَخَذَتْهُمُ الصّٰعِقَةُ وَ هُمْ یَنْظُرُوْنَ (44)

(૪૪) પરંતુ તેમણે પોતાના રબના હુકમની નાફરમાની કરી, જેના પર તેમના જોત-જોતામાં ભયંકર ગર્જનાએ બરબાદ કરી દીધા.


فَمَا اسْتَطَاعُوْا مِنْ قِیَامٍ وَّ مَا كَانُوْا مُنْتَصِرِیْنَ ۙ (45)

(૪૫) પછી તેઓ ન ઊભા થઈ શક્યા અને ન બદલો લઈ શક્યા.


وَ قَوْمَ نُوْحٍ مِّنْ قَبْلُ ؕ اِنَّهُمْ كَانُوْا قَوْمًا فٰسِقِیْنَ ۧ (46)

(૪૬) અને નૂહ (અ.સ.) ની કોમની પણ આનાથી પહેલા (આવી જ હાલત થઈ ગઈ હતી) તેઓ પણ બહુ જ નાફરમાન (અવજ્ઞાકારી) લોકો હતા. (ع-)