(૧૬૩) અને તમે તે લોકોથી તે વસ્તી[1] જે સમુદ્રના નજીક વસ્યા હતા તે સમયની હાલત પૂછો જ્યારે કે તેઓ શનિવારના દિવસના વિશે હદ ઓળંગી રહ્યા હતા, જ્યારે શનિવારના દિવસે માછલીઓ ઉભરાઈને સપાટી ઉપર તેમના સામે આવતી હતી અને જ્યારે શનિવારનો દિવસ ન હોય ત્યારે તેમના સામે ન આવતી, અમે તેમની આ રીતે પરીક્ષા લઈ રહ્યા હતા, કારણ કે તેઓ હુકમોની નાફરમાની કરતા હતા.
(૧૬૪) અને જ્યારે તેમનામાંથી એક જૂથે એવું કહ્યું કે, “તમે એવા લોકોને કેમ શિખામણ આપો છો જેમને અલ્લાહ પૂરી રીતે નષ્ટ કરવાનો છે, અથવા ભારે સજા આપવાનો છે?” તેમણે જવાબ આપ્યો કે, “તમારા રબ સામે તૌબા કરવા માટે અને એટલા માટે કે કદાચ તેઓ ડરી જાય.”
(૧૬૫) તો જ્યારે તેઓ શિખામણને ભૂલી ગયા જે તેમને યાદ દેવડાવવામાં આવતી રહી તો અમે તે લોકોને તો બચાવી લીધા જેઓ બૂરી વાતોથી રોકતા હતા અને તે લોકોને જેઓ જુલમ કરતા હતા એક સખત સજામાં પકડી લીધા, કારણ કે તેઓ નાફરમાની કરતા હતા.
(૧૬૬) એટલે કે તેમને જે કામથી રોકવામાં આવ્યા હતા તેમાં હદથી વધી ગયા, તો અમે તેમને ફરમાવ્યું, “તમે અપમાનિત વાંદરા બની જાઓ.”
(૧૬૭) અને તે સમય યાદ રાખવો જોઈએ કે તમારા રબે બતાવી દીધું કે તેમના (યહૂદિઓ) પર કયામત સુધી એવા વ્યક્તિઓને આધિપત્ય આપતો રહેશે જેઓ તેમને સજા વડે દુઃખ પહોંચાડતા રહેશે, બેશક તમારો રબ જલ્દી સજા આપનારો છે, અને બેશક તે હકીકતમાં ઘણો માફ કરનાર અને દયાળુ છે.[1]
(૧૬૮) અને અમે દુનિયામાં તેમના જુદા-જુદા જૂથો કરી દીધા, કેટલાક તેમાં નેક હતા અને કેટલાક બીજા પ્રકારના હતા, અને અમે સારી તથા ખરાબ પરિસ્થિતિઓ વડે તેમની પરીક્ષા લેતા રહ્યા કે કદાચ તેઓ પાછા ફરે.[1]
(૧૬૯) ત્યારબાદ એવા લોકો આવ્યા જેઓ કિતાબના વારસદાર બની આ તુચ્છ દુનિયાનો માલ સમેટે છે અને કહે છે કે, “અમને જરૂર માફી મળી જશે”, ભલેને તેમના પાસે એવો જ માલ વધારે આવવા લાગે તો તેને પણ લઈ લે, શું તેમના પાસેથી આ કિતાબમાં વચન લેવામાં આવ્યું નથી કે અલ્લાહ તરફ સાચી વાત સિવાય બીજી કોઈ વાતોને સંબંધિત નહિ કરે ? અને તેમણે આ કિતાબમાં જે કંઈ હતુ તે વાંચી લીધુ, અને આખિરતનું ઘર તે લોકો માટે સારું છે જેઓ અલ્લાહનો ડર રાખે છે પછી શું તમે નથી સમજતા?
(૧૭૦) અને જે લોકો કિતાબને વળગી રહ્યા છે અને નમાઝ કાયમ કરે છે, અમે એવા લોકોનું વળતર બેકાર નહિ કરીએ જેઓ પોતાનો સુધાર કરી લે.
(૧૭૧) અને તે સમયને પણ યાદ કરો જયારે અમે પહાડને છત્રી સમાન તેમના ઉપર લટકાવી દીધો અને તેમને યકીન થઈ ગયું કે હવે તેમના ઉપર આવી પડશે, અને કહ્યું કે જે કિતાબ અમે તમને આપી છે તેને મજબૂતીથી સ્વીકારો અને યાદ રાખો જે હુકમો આમાં છે, તેનાથી આશા છે કે તમે (અલ્લાહથી) ડરવા લાગો.[1] (ع-૨૧)