અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) યાસીન.[1]
(૨) સોગંદ છે હિકમતવાળા કુરઆનના.
(૩) કે નિશ્ચિતપણે તમે રસૂલો (ઈશદૂતો) માંથી છો.[1]
(૪) સીધા માર્ગ ઉપર છો.
(૫) (આ કુરઆન અલ્લાહ) જબરજસ્ત મોટા દયાળુ તરફથી ઉતારવામાં આવ્યુ છે.
(૬) જેથી તમે એવી કોમને ચેતવો જેમના બાપ-દાદાને ચેતવવામાં આવ્યા ન હતા, તો (આ કારણથી) આ લોકો ગફલતમાં પડેલા છે.
(૭) આમનામાંથી વધારે પડતા લોકો પર (આ) વાત સાબિત થઈ ચૂકી છે, તેથી તેઓ ઈમાન લાવશે નહીં.[1]
(૮) અમે તેમની ગરદનોમાં તોક નાખી દીધા છે પછી તે હડપચીઓ સુધી છે, જેનાથી તેમના માથા ઉપર તરફ પલટી ગયા છે.
(૯) અને અમે એક આડ તેમના આગળ કરી દીધી અને એક આડ તેમના પાછળ કરી દીધી, જેનાથી અમે તેમને ઢાંકી દીધા તો તેઓ જોઈ શકતા નથી.
(૧૦) અને તમે તેમને ચેતવો કે ન ચેતવો, બંને બરાબર છે. આ લોકો ઈમાન લાવશે નહિં.[1]
(૧૧) બસ, તમે તો ફક્ત એવા વ્યક્તિને ચેતવી શકો છો જે નસીહત પર ચાલે અને રહમાન (અલ્લાહ)થી જોયા વગર ડરે, તો તમે તેમને માફી અને સારા બદલાની ખુશખબર સંભળાવી દો.
(૧૨) બેશક અમે મડદાંઓને જીવતા કરીશું,[1] અને અમે લખતા જઈએ છીએ તે કર્મોને પણ જેને લોકો આગળ મોક્લે છે, અને તેમના તે કર્મો ને પણ જેને પાછળ છોડી જાય છે,[2] અને દરેક વાતને અમે એક સ્પષ્ટ કિતાબમાં સંકલન કરી રાખી છે.[3] (ع-૧)