Surah Al-Qamar

સૂરહ અલ-કમર

રૂકૂ :

આયત ૪૧ થી ૫૫

وَ لَقَدْ جَآءَ اٰلَ فِرْعَوْنَ النُّذُرُ ۚ (41)

(૪૧) અને ફિરઔનીઓ પાસે પણ ડરાવનાર આવ્યા.


كَذَّبُوْا بِاٰیٰتِنَا كُلِّهَا فَاَخَذْنٰهُمْ اَخْذَ عَزِیْزٍ مُّقْتَدِرٍ (42)

(૪૨) તેમણે અમારી બધી જ નિશાનીઓને જૂઠાડી, તો અમે તેમને એક ખૂબ જ બળવાન, શક્તિશાળી પકડવાવાળાની માફક પકડી લીધા.


اَكُفَّارُكُمْ خَیْرٌ مِّنْ اُولٰٓئِكُمْ اَمْ لَكُمْ بَرَآءَةٌ فِی الزُّبُرِ ۚ (43)

(૪૩) (હે મક્કાવાળાઓ!) શું તમારામાંના કાફિરો તે કાફિરોથી બહેતર છે ? અથવા તમારા માટે પહેલાની કિતાબોમાં છૂટકારો લખાયેલ છે ?


اَمْ یَقُوْلُوْنَ نَحْنُ جَمِیْعٌ مُّنْتَصِرٌ (44)

(૪૪) શું તેઓ કહે છે કે અમે પ્રભાવી થનારા લોકો (સમૂહ) છીએ ?


سَیُهْزَمُ الْجَمْعُ وَ یُوَلُّوْنَ الدُّبُرَ (45)

(૪૫) નજીકમાં જ આ સમૂહ પરાજિત કરવામાં આવશે અને પીઠ ફેરવીને ભાગી જશે.


بَلِ السَّاعَةُ مَوْعِدُهُمْ وَ السَّاعَةُ اَدْهٰى وَ اَمَرُّ (46)

(૪૬) પરંતુ કયામતની ક્ષણ તેમના વાયદાનો સમય છે, અને કયામત ખુબ જ કઠીન અને ઘણી કડવી વસ્તુ છે.


اِنَّ الْمُجْرِمِیْنَ فِیْ ضَلٰلٍ وَّ سُعُرٍۘ (47)

(૪૭) બેશક ગુનેહગારો ભટકાવમાં અને અઝાબમાં છે.


یَوْمَ یُسْحَبُوْنَ فِی النَّارِ عَلٰى وُجُوْهِهِمْ ؕ ذُوْقُوْا مَسَّ سَقَرَ (48)

(૪૮) જે દિવસે તેમને ઊંધા મોઢે આગમાં ઘસડીને લઈ જવામાં આવશે (અને તેમને કહેવામાં આવશે) જહન્નમની આગ ચોટી પડવાની મજા ચાખો.


اِنَّا كُلَّ شَیْءٍ خَلَقْنٰهُ بِقَدَرٍ (49)

(૪૯) બેશક અમે દરેક વસ્તુને એક ચોક્કસ અંદાજાથી બનાવી છે.


وَ مَاۤ اَمْرُنَاۤ اِلَّا وَاحِدَةٌ كَلَمْحٍۭ بِالْبَصَرِ (50)

(૫૦) અને અમારો હુકમ તો ફક્ત એક વખત (શબ્દભર)નો હોય છે, જાણે કે આંખનો પલકારો.


وَ لَقَدْ اَهْلَكْنَاۤ اَشْیَاعَكُمْ فَهَلْ مِنْ مُّدَّكِرٍ (51)

(૫૧) અને અમે તમારા જેવા કેટલાયનો નાશ કરી ચૂક્યા છીએ, તો છે કોઈ નસીહત પ્રાપ્ત કરનાર?


وَ كُلُّ شَیْءٍ فَعَلُوْهُ فِی الزُّبُرِ (52)

(૫૨) અને જે કંઈ તેઓએ (કર્મ) કર્યા છે તે બધા જ કર્મપત્ર (આમાલનામા)માં લખાયેલા છે.


وَ كُلُّ صَغِیْرٍ وَّ كَبِیْرٍ مُّسْتَطَرٌ (53)

(૫૩) (આ જ રીતે) દરેક નાની-મોટી વાત લખવામાં આવી છે.


اِنَّ الْمُتَّقِیْنَ فِیْ جَنّٰتٍ وَّ نَهَرٍ ۙ (54)

(૫૪) બેશક પરહેઝગાર (સંયમી) લોકો જન્નતો અને નહેરોમાં હશે.


فِیْ مَقْعَدِ صِدْقٍ عِنْدَ مَلِیْكٍ مُّقْتَدِرٍ {ز} ۧ (55)

(૫૫) સચ્ચાઈ અને ઈજ્જતની બેઠકો પર સામર્થ્ય ધરાવનાર શહેનશાહ (માલિક) ના પાસે. (ع-)