(૨૯) અય ઈમાનવાળાઓ! જો તમે અલ્લાહથી ડરતા રહ્યા તો અલ્લાહ (તઆલા) તમને એક ફેંસલાની વસ્તુ આપશે, અને તમારાથી તમારા ગુનાહોને દૂર કરશે, અને તમને માફ કરી દેશે અને અલ્લાહ (તઆલા) ઘણો કૃપાળુ છે.
(૩૦) અને આ ઘટનાનો પણ ઉલ્લેખ કરી દો, જ્યારે કે કાફિર લોકો તમારા વિશે યુક્તિઓ ઘડી રહ્યા હતા કે તમને બંદી બનાવી લે અથવા તમને કતલ કરી દે અથવા તમને દેશ નિકાલ આપી દે,[1] અને તેઓ પોતાની યુક્તિઓ કરી રહ્યા હતા અને અલ્લાહ (તઆલા) પોતાની યોજના બનાવી રહ્યો હતો અને અલ્લાહ (તઆલા) સૌથી બહેતર યોજના બનાવનાર છે.
(૩૧) અને જ્યારે તેમના સામે અમારી આયતો પઢવામાં આવે છે તો કહે છે કે અમે સાંભળી લીધું, જો અમે ઈચ્છીએ તો અમે પણ તેમના જેમ કહી દઈએ, આ તો કશું પણ નથી ફક્ત પૂર્વજોની દલીલ વગરની વાતો છે.
(૩૨) અને જ્યારે કે તે લોકોએ કહ્યું, “અય અલ્લાહ! જો આ કુરઆન ખરેખર તારા તરફથી છે તો અમારા ઉપર આકાશમાંથી પથ્થરો વરસાવ અથવા અમારા ઉપર કોઈ તકલીફ આપવાવાળો અઝાબ ઉતારી દે.
(૩૩) અને અલ્લાહ (તઆલા) એવું કરશે નહિ કે તેમનામાં તમારા હોતા તેમને અઝાબ આપે, અને અલ્લાહ (તઆલા) તેમને અઝાબ (પ્રકોપ) નહિ આપે,[1] તે હાલતમાં કે તેઓ તૌબા પણ કરતા હોય.
(૩૪) અને તેમનામાં શું વાત છે કે અલ્લાહ તેમને સજા ન આપે બલ્કે તેઓ લોકોને મસ્જીદે હરામથી રોકે છે જયારે કે તે લોકો આ મસ્જીદના સંરક્ષક નથી, તેમના સંરક્ષક અલ્લાહના ફરમાબરદાર સિવાય કોઈ નથી, પરંતુ તેમનામાં મોટા ભાગના લોકો ઈલ્મ(જ્ઞાન)રાખતા નથી.
(૩૫) અને તેમની નમાઝ કા'બાની નજીક ફક્ત એ જ હતી કે સિસોટી વગાડવી અને તાળિયો પાડવી[1] તો પોતાના કુફ્રના કારણે આ અઝાબ (પ્રકોપ)ની મજા માણો.
(૩૬) બેશક આ કાફિર લોકો પોતાનો માલ એટલા માટે ખર્ચ કરી રહ્યા છે કે અલ્લાહના માર્ગથી રોકે, તો આ લોકો પોતાનો માલ ખર્ચ કરતા જ રહેશે, પછી તે માલ તેમના માટે પસ્તાવાનું કારણ બનીને રહી જશે, પછી પરાજિત થઈ જશે, અને કાફિરોને જહન્નમ તરફ એકઠા કરવામાં આવશે.
(૩૭) એટલા માટે કે અલ્લાહ (તઆલા) અપવિત્રોને પવિત્રોથી અલગ કરી દે, અને અપવિત્રોને એકબીજા સાથે મેળવી દે, પછી તે બધાને ભેગા કરે, પછી તે બધાને જહન્નમમાં નાખી દે, આવા લોકો સંપૂર્ણ રીતે નુકસાનમાં છે. (ع-૪)