Surah Al-Ikhlas
સૂરહ અલ-ઈખ્લાસ
સૂરહ અલ-ઈખ્લાસ
સૂરહ અલ-ઈખ્લાસ (૧૧૨)
પ્રામાણિકતા
સૂરહ અલ-ઈખ્લાસ[1] મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં ચાર (૪) આયતો અને એક (૧) રૂકૂઅ છે.
સંપૂર્ણ સૂરહની તિલાવત સાંભળવા માટે નીચે આપલે Play બટન પર ક્લિક કરો.
અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) (તમે) કહો કે તે અલ્લાહ એક (જ) છે.
(૨) અલ્લાહ (તઆલા) બેનિયાઝ છે. [2]
[2] એટલે કે બધા તેના સામે મોહતાજ છે અને તે બધાથી બેનિયાઝ અને નિરપેક્ષ છે.
(૩) ન તેનાથી કોઈ પેદા થયો અને ન તેને કોઈએ પેદા કર્યો. [3]
[3] એટલે કે ન તેનામાંથી કોઈ વસ્તુ નીકળી છે અને ન તે કોઈ વસ્તુમાંથી નીકળ્યો છે.
(૪) અને ન કોઈ તેનો સમકક્ષ (સમાન) છે.[4] (ع-૧)
[4] ન તેની જાતમાં, ન તેની વિશેષતાઓમાં, ન તેના કર્મોમાં ( لَيۡسَ كَمِثۡلِهٖ شَىۡءٌ) (અશ-શૂરા-1 1) હદીસે કુદસીમાં છે કે અલ્લાહ (તઆલા) ફરમાવે છે કે મનુષ્ય મને ગાળ આપે છે એટલે કે મારા માટે સંતાન સાબિત કરે છે જયારે કે હું એકલો છું, બેનિયાઝ છું, મેં કોઈને ન જન્મ આપ્યો છે, ન હું કોઈનાથી પેદા થયો છું, ન કોઈ મારા બરાબર છે. (સહીહ બુખારી તફસીર કુલ હુવલ્લાહુ અહદ) આ સૂરહમાં તેમનું પણ ખંડન થઈ ગયું છે જેઓ અનેક ઈશ્વરમાં માને છે અને તેમનું પણ જેઓ અલ્લાહની સંતાન માને છે અને તેમનું પણ જેઓ બીજાઓને તેનો ભાગીદાર બનાવે છે અને તેમનું પણ જેઓ નાસ્તિક છે.