(૨૩) બેશક અમે નૂહને તેની કોમ તરફ (રસૂલ બનાવી) મોકલ્યો, તેણે કહ્યું, “હે મારી કોમના લોકો! અલ્લાહની બંદગી કરો અને તેના સિવાય તમારો કોઈ માબૂદ નથી, શું તમે અલ્લાહથી ડરતા નથી?
(૨૪) તેની કોમના કાફિર સરદારોએ સ્પષ્ટ કહી દીધું કે, “આ તો તમારા જેવો જ મનુષ્ય છે, તે તમારા પર શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા ચાહે છે[1] જો અલ્લાહને કબૂલ હોત તો કોઈ ફરિશ્તાને ઉતારતો, અમે તો આ વાત અમારા બાપ-દાદાના સમયમાં સાંભળી જ નથી.
(૨૫) બેશક આ માણસને ઉન્માદ (જુનૂન) છે તો તમે તેને એક નિર્ધારિત સમય સુધી ઢીલ આપો.
(૨૬) નૂહે દુઆ કરી કે, “હે મારા રબ! એમના મને ખોટો ઠેરવવા પર તું જ મારી મદદ કર."[1]
(૨૭) તો અમે તેના તરફ વહી મોકલી કે તું અમારી આંખો સમક્ષ અમારી વહી અનુસાર એક નૌકા બનાવ, જ્યારે અમારો હુકમ આવી જાય અને તંદૂર ઉભરાઈ જાય,[1] તો તું દરેક પ્રકારના એક-એક જોડા તેમાં રાખી લે,[2] અને પોતાના પરિવારને પણ સિવાય તેમના જેમના વિશે અમારી વાત પહેલા પસાર થઈ ચૂકી છે. ખબરદાર! જે લોકોએ જુલ્મ કર્યુ છે તેમના વિશે મારા સાથે કોઈ વાત ન કરતો, તે બધા તો ડૂબાડી દેવામાં આવશે."
(૨૮) જ્યારે તું અને તારા સાથીઓ નૌકામાં સારી રીતે બેસી જાઓ તો કહેજો કે, “તમામ પ્રશંસા અલ્લાહના માટે જ છે જેણે અમને જાલિમોથી છૂટકારો અપાવ્યો.”
(૨૯) અને કહેજો કે, “હે મારા રબ! મને સુરક્ષિત ઉતારજે, અને તું જ બહેતર રીતે ઉતારવાવાળો છે.”
(૩૦) બેશક આમાં મોટી-મોટી નિશાનીઓ છે, અને બેશક અમે પરીક્ષા લેવાવાળા છીએ.
(૩૧) તેમના પછી અમે બીજી કોમ પણ પેદા કરી.[1]
(૩૨) પછી તેમનામાં તેમનામાંથી જ રસૂલ પણ મોકલ્યા કે તમે બધા અલ્લાહની બંદગી કરો, તેના સિવાય તમારો કોઈ માબૂદ નથી. તમે કેમ નથી ડરતા? (ع-૨)