Surah At-Tahrim

સૂરહ અત્‌-તહરીમ

રૂકૂ : ૧

આયત ૧ થી ૭

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

શરૂ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે

یٰۤاَیُّهَا النَّبِیُّ لِمَ تُحَرِّمُ مَاۤ اَحَلَّ اللّٰهُ لَكَ ۚ تَبْتَغِیْ مَرْضَاتَ اَزْوَاجِكَ ؕ وَ اللّٰهُ غَفُوْرٌ رَّحِیْمٌ (1)

(૧) હે નબી! જે વસ્તુને અલ્લાહે તમારા માટે વૈદ્ય (હલાલ) કરી દીધી છે, તેને તમે અવૈદ્ય (હરામ) કેમ કરો છો ? (શું) તમે તમારી પત્નીઓની ખુશી મેળવવા ચાહો છો ? અને અલ્લાહ માફ કરવાવાળો દયાળું છે.


قَدْ فَرَضَ اللّٰهُ لَكُمْ تَحِلَّةَ اَیْمَانِكُمْ ۚ وَ اللّٰهُ مَوْلٰىكُمْ ۚ وَ هُوَ الْعَلِیْمُ الْحَكِیْمُ (2)

(૨) બેશક અલ્લાહ (તઆલા) એ તમારા માટે સોગંદોમાંથી નીકળવાનો તરીકો નિર્ધારીત કરી દીધો છે અને અલ્લાહ તમારો કારસાજ છે અને તે જ સંપૂર્ણ જ્ઞાનવાળો અને હિકમતવાળો છે.


وَ اِذْ اَسَرَّ النَّبِیُّ اِلٰى بَعْضِ اَزْوَاجِهٖ حَدِیْثًا ۚ فَلَمَّا نَبَّاَتْ بِهٖ وَ اَظْهَرَهُ اللّٰهُ عَلَیْهِ عَرَّفَ بَعْضَهٗ وَ اَعْرَضَ عَنْۢ بَعْضٍ ۚ فَلَمَّا نَبَّاَهَا بِهٖ قَالَتْ مَنْ اَنْۢبَاَكَ هٰذَا ؕ قَالَ نَبَّاَنِیَ الْعَلِیْمُ الْخَبِیْر (3)

(૩) અને (યાદ કરો) જ્યારે નબીએ પોતાની એક પત્નીને એક વાત ખાનગીમાં કહી, પછી જ્યારે તે પત્નીએ તે વાતની જાણ કરી દીધી અને અલ્લાહે પોતાના નબીને તે વાત જણાવી દીધી, તો નબીએ કેટલીક વાતો બતાવી અને થોડીક વાતો ટાળી દીધી, પછી જ્યારે નબીએ પોતાની તે પત્નીને આ વાત બતાવી દીધી તો કહેવા લાગી કે, “આની ખબર આપને કોણે આપી ?” (નબીએ) કહ્યું કે, “બધું જ જાણનાર સંપૂર્ણ ખબર રાખનાર અલ્લાહે મને જણાવી દીધું છે.”


اِنْ تَتُوْبَاۤ اِلَى اللّٰهِ فَقَدْ صَغَتْ قُلُوْبُكُمَا ۚ وَ اِنْ تَظٰهَرَا عَلَیْهِ فَاِنَّ اللّٰهَ هُوَ مَوْلٰىهُ وَ جِبْرِیْلُ وَ صَالِحُ الْمُؤْمِنِیْنَ ۚ وَ الْمَلٰٓئِكَةُ بَعْدَ ذٰلِكَ ظَهِیْرٌ (4)

(૪) (હે નબીની બંને પત્નીઓ!) જો તમે અલ્લાહથી માફી માંગી લો (તો ખૂબ જ સારૂ છે) બેશક તમારા દિલ ઝૂકી ગયા છે, અને જો તમે રસૂલ વિરુદ્ધ એકબીજાની મદદ કરશો તો બેશક તેમનો સંરક્ષક (મદદગાર) અલ્લાહ છે અને જિબ્રઈલ અને નેક ઈમાનવાળાઓ અને બધા ફરિશ્તાઓ પણ મદદ કરનારા છે.


عَسٰى رَبُّهٗۤ اِنْ طَلَّقَكُنَّ اَنْ یُّبْدِلَهٗۤ اَزْوَاجًا خَیْرًا مِّنْكُنَّ مُسْلِمٰتٍ مُّؤْمِنٰتٍ قٰنِتٰتٍ تٰٓئِبٰتٍ عٰبِدٰتٍ سٰٓئِحٰتٍ ثَیِّبٰتٍ وَّ اَبْكَارًا (5)

(૫) જો તે (રસૂલ) તમને તલાક આપી દે તો બહુ જ જલ્દી તેમને તેમનો રબ તમારા બદલામાં તમારાથી સારી પત્નીઓ પ્રદાન કરશે, જે ઈસ્લામવાળીઓ, ઈમાનવાળીઓ, અલ્લાહના સામે ઝૂકવાવાળીઓ, માફી માંગવાવાળીઓ, ઈબાદત કરવાવાળીઓ, રોઝા રાખવાવાળીઓ હશે વિધવાઓ અથવા કુંવારીઓ.


یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا قُوْۤا اَنْفُسَكُمْ وَ اَهْلِیْكُمْ نَارًا وَّ قُوْدُهَا النَّاسُ وَ الْحِجَارَةُ عَلَیْهَا مَلٰٓئِكَةٌ غِلَاظٌ شِدَادٌ لَّا یَعْصُوْنَ اللّٰهَ مَاۤ اَمَرَهُمْ وَ یَفْعَلُوْنَ مَا یُؤْمَرُوْنَ (6)

(૬) હે ઈમાનવાળાઓ! તમે પોતે પોતાને અને પોતાના ઘરવાળાઓને તે આગથી બચાવો જેનું બળતણ મનુષ્ય અને પથ્થર છે, જેના ઉપર કઠોર દિલવાળા ફરિશ્તાઓ મુકાયેલા છે, તેમને જે હુકમ અલ્લાહ (તઆલા) આપે છે તેની નાફરમાની નથી કરતા પરંતુ જે હુકમ આપવામાં આવે છે તેનું પાલન કરે છે.



یٰۤاَیُّهَا الَّذِیْنَ كَفَرُوْا لَا تَعْتَذِرُوا الْیَوْمَ ؕ اِنَّمَا تُجْزَوْنَ مَا كُنْتُمْ تَعْمَلُوْنَ ۧ (7)

(૭) હે કાફીરો! આજે તમે (મજબૂરી અને) બહાના ન બતાઓ, તમને ફક્ત તમારા કુકર્મો (ખરાબ કૃત્યો) નો જ બદલો આપવામાં આવી રહ્યો છે.(ع-)