Surah An-Nisa

સૂરહ અન્ નિસા

રૂકૂઅ : ૧૧

આયત ૭૭ થી ૮૭


اَلَمْ تَرَ اِلَى الَّذِیْنَ قِیْلَ لَهُمْ كُفُّوْۤا اَیْدِیَكُمْ وَ اَقِیْمُوا الصَّلٰوةَ وَ اٰتُوا الزَّكٰوةَ ۚ فَلَمَّا كُتِبَ عَلَیْهِمُ الْقِتَالُ اِذَا فَرِیْقٌ مِّنْهُمْ یَخْشَوْنَ النَّاسَ كَخَشْیَةِ اللّٰهِ اَوْ اَشَدَّ خَشْیَةً ۚ وَ قَالُوْا رَبَّنَا لِمَ كَتَبْتَ عَلَیْنَا الْقِتَالَ ۚ لَوْ لَاۤ اَخَّرْتَنَاۤ اِلٰۤى اَجَلٍ قَرِیْبٍ ؕ قُلْ مَتَاعُ الدُّنْیَا قَلِیْلٌ ۚ وَ الْاٰخِرَةُ خَیْرٌ لِّمَنِ اتَّقٰى {قف} وَ لَا تُظْلَمُوْنَ فَتِیْلًا (77)

(૭૭) શું તમે તેમને નથી જોયા જેમને હુકમ આપવામાં આવ્યો કે પોતાના હાથોને રોકી રાખો અને નમાઝો પઢતા રહો અને ઝકાત આપતા રહો, પછી જયારે તેમને જિહાદનો હુકમ આપવામાં આવ્યો તો તે જ સમયે તેમનું એક જૂથ લોકોથી એવી રીતે ડરી ગયેલ હતું જેવો કે અલ્લાહ (તઆલા)નો ડર હોય, પરંતુ તેનાથી પણ વધારે અને કહેવા લાગ્યા, ‘અય અમારા રબ! તેં અમારા ૫૨ જિહાદ કેમ અનિવાર્ય કર્યો ? કેમ અમને થોડી જિંદગી વધારે જીવવા ન આપી? તમે કહી દો કે દુનિયાનો ફાયદો તો ઘણો ઓછો છે અને પરહેઝગારો માટે આખિરત બહેતર છે, અને તમારા ઉપર લેશમાત્ર જુલમ કરવામાં નહિં આવે.


اَیْنَ مَا تَكُوْنُوْا یُدْرِكْكُّمُ الْمَوْتُ وَ لَوْ كُنْتُمْ فِیْ بُرُوْجٍ مُّشَیَّدَةٍ ؕ وَ اِنْ تُصِبْهُمْ حَسَنَةٌ یَّقُوْلُوْا هٰذِهٖ مِنْ عِنْدِ اللّٰهِ ۚ وَ اِنْ تُصِبْهُمْ سَیِّئَةٌ یَّقُوْلُوْا هٰذِهٖ مِنْ عِنْدِكَ ؕ قُلْ كُلٌّ مِّنْ عِنْدِ اللّٰهِ ؕ فَمَالِ هٰۤؤُلَآءِ الْقَوْمِ لَا یَكَادُوْنَ یَفْقَهُوْنَ حَدِیْثًا (78)

(૭૮) તમે જયાં પણ હશો મૃત્યુ તમને પકડી લેશે ભલેને તમે મજબૂત કિલ્લામાં હોવ, અને જો તેમને કોઈ ભલાઈ મળે છે તો કહે છે કે આ અલ્લાહ (તઆલા) તરફથી છે, અને જો કોઈ બૂરાઈ પહોંચે છે તો કહી ઉઠે છે કે આ તમારા તરફથી છે. તેમને કહી દો, આ બધું અલ્લાહ (તઆલા) તરફથી છે, તેમને શું થઈ ગયું છે કે કોઈ વાત સમજવાના નજીક પણ નથી ?


مَاۤ اَصَابَكَ مِنْ حَسَنَةٍ فَمِنَ اللّٰهِ {ز} وَ مَاۤ اَصَابَكَ مِنْ سَیِّئَةٍ فَمِنْ نَّفْسِكَ ؕ وَ اَرْسَلْنٰكَ لِلنَّاسِ رَسُوْلًا ؕ وَ كَفٰى بِاللّٰهِ شَهِیْدًا (79)

(૭૯) (સાંભળ!) તને જે ભલાઈ મળે છે તે અલ્લાહ (તઆલા) તરફથી છે અને જે બૂરાઈ પહોંચે છે તે તારા પોતાના તરફથી છે. (અય નબી!) અમે તમને માનવ જાતિના માટે રસૂલ બનાવીને મોકલ્યા છે અને અલ્લાહ (તઆલા)ની ગવાહી પૂરતી છે.


مَنْ یُّطِعِ الرَّسُوْلَ فَقَدْ اَطَاعَ اللّٰهَ ۚ وَ مَنْ تَوَلّٰى فَمَاۤ اَرْسَلْنٰكَ عَلَیْهِمْ حَفِیْظًا ؕ (80)

(૮૦) આ રસૂલ (સ.અ.વ.) નું જેણે આજ્ઞાપાલન કર્યું તેણે અલ્લાહ (તઆલા)નું આજ્ઞાપાલન કર્યું અને જો મોઢું ફેરવી લે તો અમે તમને તેમની પર કોઈ રક્ષક (નિગરાં) બનાવીને નથી મોકલ્યા.


وَ یَقُوْلُوْنَ طَاعَةٌ {ز} فَاِذَا بَرَزُوْا مِنْ عِنْدِكَ بَیَّتَ طَآئِفَةٌ مِّنْهُمْ غَیْرَ الَّذِیْ تَقُوْلُ ؕ وَ اللّٰهُ یَكْتُبُ مَا یُبَیِّتُوْنَ ۚ فَاَعْرِضْ عَنْهُمْ وَ تَوَكَّلْ عَلَى اللّٰهِ ؕ وَ كَفٰى بِاللّٰهِ وَكِیْلًا (81)

(૮૧) અને તેઓ કહે તો છે કે આજ્ઞાપાલન કરે છે, પછી જ્યારે તમારા પાસેથી ઉઠીને બહાર નીકળે છે તો તેમનામાંનુ એક જૂથ જે વાત તમે અથવા તેઓએ કરી છે તેની વિરુદ્ધ રાત્રિઓમાં વિચાર વિમર્શ કરે છે તેમની રાત્રિઓની ગુસપુસ અલ્લાહ લખી રહ્યો છે, તમે તેમનાથી મોઢું ફેરવી લો, અને અલ્લાહ (તઆલા) ૫૨ ભરોસો રાખો, અલ્લાહ (તઆલા) કામ બનાવવા માટે પૂરતો છે.


اَفَلَا یَتَدَبَّرُوْنَ الْقُرْاٰنَ ؕ وَ لَوْ كَانَ مِنْ عِنْدِ غَیْرِ اللّٰهِ لَوَجَدُوْا فِیْهِ اخْتِلَافًا كَثِیْرًا (82)

(૮૨) શું આ લોકો કુરઆન પર વિચાર નથી કરતા? જો આ અલ્લાહ (તઆલા)ના સિવાય કોઈ બીજાના તરફથી હોત તો બેશક આમાં ઘણા બધા મતભેદો જોવા મળતા.


وَ اِذَا جَآءَهُمْ اَمْرٌ مِّنَ الْاَمْنِ اَوِ الْخَوْفِ اَذَاعُوْا بِهٖ ؕ وَ لَوْ رَدُّوْهُ اِلَى الرَّسُوْلِ وَ اِلٰۤى اُولِی الْاَمْرِ مِنْهُمْ لَعَلِمَهُ الَّذِیْنَ یَسْتَنْۢبِطُوْنَهٗ مِنْهُمْ ؕ وَ لَوْ لَا فَضْلُ اللّٰهِ عَلَیْكُمْ وَ رَحْمَتُهٗ لَاتَّبَعْتُمُ الشَّیْطٰنَ اِلَّا قَلِیْلًا (83)

(૮૩) અને જયાં તેમને કોઈ સમાચાર શાંતિ અથવા ડરના મળ્યા કે તેઓએ તેનો પ્રચાર કરવાનું શરૂ કરી દીધું, અને જો આ લોકો તેને રસૂલ (સ.અ.વ.) અને પોતાનામાંથી એવી જવાબદાર વ્યક્તિઓ સુધી પહોંચાડતા તો આની હકીકત તે લોકો જાણી લેતા જે પરિણામ જાણી લેવાની અકલ રાખે છે અને જો અલ્લાહ (તઆલા)ની મહેરબાની અને તેની રહેમત તમારા પર ન હોત તો કેટલાક વ્યક્તિઓ સિવાય તમે બધા શયતાનના પેરોકાર બની જતા.


فَقَاتِلْ فِیْ سَبِیْلِ اللّٰهِ ۚ لَا تُكَلَّفُ اِلَّا نَفْسَكَ وَ حَرِّضِ الْمُؤْمِنِیْنَ ۚ عَسَى اللّٰهُ اَنْ یَّكُفَّ بَاْسَ الَّذِیْنَ كَفَرُوْا ؕ وَ اللّٰهُ اَشَدُّ بَاْسًا وَّ اَشَدُّ تَنْكِیْلًا (84)

(૮૪) તો તમે અલ્લાહ (તઆલા)ના માર્ગમાં જિહાદ કરતા રહો, તમને ફકત તમારા માટે જ હુકમ આપવામાં આવે છે. હા, ઈમાનવાળાઓને આકર્ષિત કરતા રહો, શક્ય છે કે અલ્લાહ (તઆલા) કાફિરોના હુમલાઓને રોકી દે, અને અલ્લાહ (તઆલા) ઘણો તાકાતવાળો અને સજા આપવામાં પણ ઘણો સખત છે,


مَنْ یَّشْفَعْ شَفَاعَةً حَسَنَةً یَّكُنْ لَّهٗ نَصِیْبٌ مِّنْهَا ۚ وَ مَنْ یَّشْفَعْ شَفَاعَةً سَیِّئَةً یَّكُنْ لَّهٗ كِفْلٌ مِّنْهَا ؕ وَ كَانَ اللّٰهُ عَلٰى كُلِّ شَیْءٍ مُّقِیْتًا (85)

(૮૫) જે વ્યક્તિ કોઈ ભલાઈ અને નેક કામ કરવાની ભલામણ કરે, તેને પણ તેનો કેટલોક હિસ્સો મળશે અને જે બૂરાઈ અને બૂરા કામ કરવાની ભલામણ કરશે, તેના માટે પણ તેનામાંથી એક હિસ્સો છે અને અલ્લાહ (તઆલા) દરેક વસ્તુ પર કુદરત રાખવાવાળો છે.


وَ اِذَا حُیِّیْتُمْ بِتَحِیَّةٍ فَحَیُّوْا بِاَحْسَنَ مِنْهَاۤ اَوْ رُدُّوْهَا ؕ اِنَّ اللّٰهَ كَانَ عَلٰى كُلِّ شَیْءٍ حَسِیْبًا (86)

(૮૬) અને જ્યારે તમને સલામ કરવામાં આવે તો તેનાથી સારો જવાબ આપો, અથવા તે જ શબ્દોને પાછા ફેરવી દો, બેશક અલ્લાહ (તઆલા) દરેક વસ્તુનો હિસાબ લેનાર છે.


اَللّٰهُ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ ؕ لَیَجْمَعَنَّكُمْ اِلٰى یَوْمِ الْقِیٰمَةِ لَا رَیْبَ فِیْهِ ؕ وَ مَنْ اَصْدَقُ مِنَ اللّٰهِ حَدِیْثًا۠ ۧ (87)

(૮૭) અલ્લાહ તે છે જેના સિવાય કોઈ (સાચો) માઅબૂદ નથી, તે તમને બધાને જરૂર કયામતના દિવસે જમા કરશે, જેને (આવવા)માં કોઈ શંકા નથી, અલ્લાહ (તઆલા)થી વધારે સાચી વાત કોની હશે. (ع-૧૧)