Surah Al-A'raf

સૂરહ અલ અ્રાફ

રૂકૂઅ : ૧૦

આયત ૭૩ થી ૮૪

وَ اِلٰى ثَمُوْدَ اَخَاهُمْ صٰلِحًا ۘ قَالَ یٰقَوْمِ اعْبُدُوا اللّٰهَ مَا لَكُمْ مِّنْ اِلٰهٍ غَیْرُهٗ ؕ قَدْ جَآءَتْكُمْ بَیِّنَةٌ مِّنْ رَّبِّكُمْ ؕ هٰذِهٖ نَاقَةُ اللّٰهِ لَكُمْ اٰیَةً فَذَرُوْهَا تَاْكُلْ فِیْۤ اَرْضِ اللّٰهِ وَ لَا تَمَسُّوْهَا بِسُوْٓءٍ فَیَاْخُذَكُمْ عَذَابٌ اَلِیْمٌ (73)

(૭૩) અને સમુદ તરફ તેમના ભાઈ સાલેહને (મોકલ્યા), તેમણે કહ્યું, “હે મારી કોમના લોકો! અલ્લાહની બંદગી કરો તેના સિવાય તમારો કોઈ મા'બૂદ નથી, તમારા પાસે રબ તરફથી સ્પષ્ટ દલીલ આવી ગઈ, આ અલ્લાહની ઊંટણી તમારા માટે નિશાની છે, તેને અલ્લાહની ધરતીમાં ખાવા માટે છોડી દો, તેને બૂરાઈથી હાથ ન લગાવતા કે તમને દુ:ખદાયક અઝાબ પકડી લે.


وَ اذْكُرُوْۤا اِذْ جَعَلَكُمْ خُلَفَآءَ مِنْۢ بَعْدِ عَادٍ وَّ بَوَّاَكُمْ فِی الْاَرْضِ تَتَّخِذُوْنَ مِنْ سُهُوْلِهَا قُصُوْرًا وَّ تَنْحِتُوْنَ الْجِبَالَ بُیُوْتًا ۚ فَاذْكُرُوْۤا اٰلَآءَ اللّٰهِ وَ لَا تَعْثَوْا فِی الْاَرْضِ مُفْسِدِیْنَ (74)

(૭૪) અને તમે તે હાલતોને યાદ કરો જ્યારે (અલ્લાહે) તમને આદ (કોમ) પછી ખલીફા બનાવ્યા અને. ધરતીમાં તમને રહેવા માટે જગ્યા આપી, તમે તેની સમતલ જમીનમાં ઘરો બનાવો છો, અને પહાડોને કોતરીને મકાનો બનાવો છો, તો અલ્લાહની ને'મતોને યાદ કરો અને ધરતીમાં ફસાદ ન કરો.


قَالَ الْمَلَاُ الَّذِیْنَ اسْتَكْبَرُوْا مِنْ قَوْمِهٖ لِلَّذِیْنَ اسْتُضْعِفُوْا لِمَنْ اٰمَنَ مِنْهُمْ اَتَعْلَمُوْنَ اَنَّ صٰلِحًا مُّرْسَلٌ مِّنْ رَّبِّهٖ ؕ قَالُوْۤا اِنَّا بِمَاۤ اُرْسِلَ بِهٖ مُؤْمِنُوْنَ (75)

(૭૫) તેમની કોમના ઘમંડી સરદારોએ પોતાના કમજોરોથી જેઓ ઈમાન લાવ્યા હતા કહ્યું કે, “શું તમને યકીન છે કે સાલેહ પોતાના રબના મોકલેલા છે ?” તેઓએ કહ્યું, “અમે તેમના ઉપર ઈમાન રાખીએ છીએ જેના સાથે તેમને મોકલવામાં આવ્યા છે.”


قَالَ الَّذِیْنَ اسْتَكْبَرُوْۤا اِنَّا بِالَّذِیْۤ اٰمَنْتُمْ بِهٖ كٰفِرُوْنَ (76)

(૭૬) ઘમંડી સરદારોએ કહ્યું કે, “તમે જેના ઉપર યકીન રાખો છો અમે યકીન નથી રાખતા.”


فَعَقَرُوا النَّاقَةَ وَ عَتَوْا عَنْ اَمْرِ رَبِّهِمْ وَ قَالُوْا یٰصٰلِحُ ائْتِنَا بِمَا تَعِدُنَاۤ اِنْ كُنْتَ مِنَ الْمُرْسَلِیْنَ (77)

(૭૭) એટલા માટે તેમણે તે ઊંટણીને મારી નાખી અને પોતાના રબના હુકમની નાફરમાની કરી અને કહ્યું કે, “હે સાલેહ! જો તમે રસૂલ છો તો તમારી ધમકી પૂરી કરો.”


فَاَخَذَتْهُمُ الرَّجْفَةُ فَاَصْبَحُوْا فِیْ دَارِهِمْ جٰثِمِیْنَ (78)

(૭૮) તો તેમને ધરતીકંપે પકડી લીધા અને તેઓ પોતાના ઘરોમાં ઊંધા પડેલા જ રહી ગયા.


فَتَوَلّٰى عَنْهُمْ وَ قَالَ یٰقَوْمِ لَقَدْ اَبْلَغْتُكُمْ رِسَالَةَ رَبِّیْ وَ نَصَحْتُ لَكُمْ وَ لٰكِنْ لَّا تُحِبُّوْنَ النّٰصِحِیْنَ (79)

(૭૯) તે (સાલેહ) તેમનાથી મોઢું ફેરવી ચાલી નીકળ્યા, અને કહ્યું કે, “હે મારી કોમના લોકો! મેં તમને પોતાના રબનો હુકમ પહોંચાડી દીધો અને તમારો હિતેચ્છુ રહ્યો, પરંતુ તમે હિતેચ્છુઓથી મોહબ્બત કરતા નથી.”


وَ لُوْطًا اِذْ قَالَ لِقَوْمِهٖۤ اَتَاْتُوْنَ الْفَاحِشَةَ مَا سَبَقَكُمْ بِهَا مِنْ اَحَدٍ مِّنَ الْعٰلَمِیْنَ (80)

(૮૦) અને (અમે) લૂતને (મોકલ્યા) જ્યારે કે તેમણે પોતાની કોમને કહ્યું કે, “તમે એવું બૂરું કામ કરો છો જેને તમારા પહેલા સમગ્ર દુનિયામાં કોઈએ નથી કર્યું.


اِنَّكُمْ لَتَاْتُوْنَ الرِّجَالَ شَهْوَةً مِّنْ دُوْنِ النِّسَآءِ ؕ بَلْ اَنْتُمْ قَوْمٌ مُّسْرِفُوْنَ (81)

(૮૧) તમે સ્ત્રીઓને છોડીને પુરૂષો સાથે કામવાસના પૂરી કરો છો, બલ્કે તમે તો હદથી વધી ગયા છો.”


وَ مَا كَانَ جَوَابَ قَوْمِهٖۤ اِلَّاۤ اَنْ قَالُوْۤا اَخْرِجُوْهُمْ مِّنْ قَرْیَتِكُمْ ۚ اِنَّهُمْ اُنَاسٌ یَّتَطَهَّرُوْنَ (82)

(૮૨) અને તેમની કોમનો જવાબ એ કહેવા સિવાય (બીજો) ન હતો કે પરસ્પર કહેવા લાગ્યા કે, “આ લોકોને પોતાની વસ્તીમાંથી કાઢી મૂકો, આ લોકો ઘણા સાફ સૂથરા બને છે.”


فَاَنْجَیْنٰهُ وَ اَهْلَهٗۤ اِلَّا امْرَاَتَهٗ { ۖز } كَانَتْ مِنَ الْغٰبِرِیْنَ (83)

(૮૩) તો અમે તેને (લૂત) અને તેના ઘરવાળાઓને બચાવી લીધા સિવાય તેની પત્નીને, કે તે એ લોકોમાં રહી જેઓ (અઝાબમાં) રહી ગયા હતા.


وَ اَمْطَرْنَا عَلَیْهِمْ مَّطَرًا ؕ فَانْظُرْ كَیْفَ كَانَ عَاقِبَةُ الْمُجْرِمِیْنَ ۧ (84)

(૮૪) અને અમે તેમના ઉપર એક નવા પ્રકારનો વરસાદ વરસાવ્યો પછી જુઓ તો ખરા કે તે ગુનેહગારોનો કેવો અંજામ થયો. (ع-૧૦)