(૧૪૧) 'સમૂદ' ની કોમવાળાઓએ[1] પણ પયગંબરોને ખોટા ઠેરવ્યા.
(૧૪૨) જ્યારે તેમના ભાઈ સાલેહે અલ્લાહથી ડરતા નથી ? મને કહ્યું કે, “શું તમે અલ્લાહથી ડરતા નથી ?
(૧૪૩) હું તમારા તરફ અલ્લાહનો અમાનતદાર પયગંબર છું.
(૧૪૪) તો તમે અલ્લાહથી ડરો અને મારૂ કહ્યું માનો.
(૧૪૫) અને હું આના પર તમારા પાસે કોઈ મજદૂરી નથી માંગતો, મારી મજદૂરી તો સમગ્ર દુનિયાના રબના ઉપર જ છે.
(૧૪૬) શું તમને આ બધી વસ્તુઓ જે અહિંયા છે તેમાં શાંતિ સાથે રહેવા માટે છોડી દેવામાં આવશે ?
(૧૪૭) (એટલે કે) આ બાગો અને ઝરણાઓમાં.
(૧૪૮) અને આ ખેતરો અને આ ખજુરોના બાગોમાં જેના ગુચ્છાઓ (વજનના કારણે) તૂટી પડે છે.
(૧૪૯) અને તમે પર્વતોને કાપીને આકર્ષક મકાનોનું નિર્માણ કરી રહ્યા છો.
(૧૫૦) એટલા માટે અલ્લાહથી ડરો અને મારૂ અનુસરણ કરો.
(૧૫૧) અને હદ વટાવી જનારાઓનું અનુસરણ કરવાથી રોકાઈ જાઓ.
(૧૫૨) જેઓ ધરતી પર ફસાદ ફેલાવી રહ્યા છે અને સુધાર નથી કરતા.”
(૧૫૩) (તેઓ) બોલ્યા કે, “તું તો બસ એમનામાંથી છે જેમના પર જાદૂ કરી દેવામાં આવ્યું હોય.
(૧૫૪) તું તો અમારા જેવો મનુષ્ય છે, જો તું સાચો હોય તો કોઈ ચમત્કાર લઈ આવ.”
(૧૫૫) (સાલેહે) કહ્યું, “આ છે ઊંટણી, પાણી પીવાનો એક વારો એનો અને એક નિર્ધારિત દિવસે પાણી પીવાનો વારો તમારો.[1]
(૧૫૬) અને ખબરદાર! આને બૂરાઈ સાથે હાથ ન લગાડતા નહિતર કોઈ મોટા દિવસનો અઝાબ તમને પકડી લેશે.”
(૧૫૭) પછી પણ તેમણે તેના હાથ-પગ કાપી નાખ્યા, પછી તેઓ પસ્તાવનારા થઈ ગયા.
(૧૫૮) તો અઝાબે તેમને પકડી લીધા[1] બેશક આમાં નિશાની છે અને આમાંના મોટા ભાગના લોકો ઈમાનવાળા ન હતા.
(૧૫૯) અને બેશક તમારો રબ ખૂબ પ્રભુત્વશાળી અને દયાળુ છે. (ع-૮)