Surah Al-Anbya

સૂરહ અલ-અંબિયા

રૂકૂઅ : ૨

આયત ૧૧ થી ૨૯

وَ كَمْ قَصَمْنَا مِنْ قَرْیَةٍ كَانَتْ ظَالِمَةً وَّ اَنْشَاْنَا بَعْدَهَا قَوْمًا اٰخَرِیْنَ (11)

(૧૧) અને ઘણી વસ્તીઓ અમે બરબાદ કરી દીધી જે જાલિમ હતી, અને તેમના પછી અમે બીજી કોમ પેદા કરી.


فَلَمَّاۤ اَحَسُّوْا بَاْسَنَاۤ اِذَا هُمْ مِّنْهَا یَرْكُضُوْنَؕ (12)

(૧૨) જ્યારે તે લોકોએ અમારા અઝાબનો અનુભવ કરી લીધો તો તેનાથી (અઝાબથી) ભાગવા લાગ્યા.


لَا تَرْكُضُوْا وَ ارْجِعُوْۤا اِلٰى مَاۤ اُتْرِفْتُمْ فِیْهِ وَ مَسٰكِنِكُمْ لَعَلَّكُمْ تُسْئَلُوْنَ (13)

(૧૩) ભાગ-દોડ ન કરો, અને જયાં તમને સુખ આપ્યુ હતુ, ત્યાં પાછા ફરો અને પોતાના ઘરો તરફ જાઓ, જેથી તમને પ્રશ્ન તો કરી લેવામાં આવે.


قَالُوْا یٰوَیْلَنَاۤ اِنَّا كُنَّا ظٰلِمِیْنَ (14)

(૧૪) તેઓ કહેવા લાગ્યા, “અમારૂ બૂરું થાય બેશક અમે જ જાલિમ હતા.”


فَمَا زَالَتْ تِّلْكَ دَعْوٰىهُمْ حَتّٰى جَعَلْنٰهُمْ حَصِیْدًا خٰمِدِیْنَ (15)

(૧૫) પછી તો તેઓ આ જ પોકારતા રહ્યા, ત્યાં સુધી કે અમે તેમને મૂળમાંથી કપાયેલી ખેતી અને ઓલવાયેલ આગ (ની જેમ) કરી દીધા.


وَ مَا خَلَقْنَا السَّمَآءَ وَ الْاَرْضَ وَ مَا بَیْنَهُمَا لٰعِبِیْنَ (16)

(૧૬) અમે આકાશ અને ધરતી અને તેના વચ્ચેની વસ્તુઓને રમત માટે નથી બનાવી.


لَوْ اَرَدْنَاۤ اَنْ نَّتَّخِذَ لَهْوًا لَّاتَّخَذْنٰهُ مِنْ لَّدُنَّاۤ ۖق اِنْ كُنَّا فٰعِلِیْنَ (17)

(૧૭) જો અમે આ રીતે ખેલ તમાશો ઈચ્છતા તો તેને પોતાના પાસેથી જ બનાવી લેતા, જો અમે આવુ કરવાવાળા જ હોતા.


بَلْ نَقْذِفُ بِالْحَقِّ عَلَى الْبَاطِلِ فَیَدْمَغُهٗ فَاِذَا هُوَ زَاهِقٌ ؕ وَ لَكُمُ الْوَیْلُ مِمَّا تَصِفُوْنَ (18)

(૧૮) બલ્કે અમે સત્યનો અસત્ય પર ફટકો લગાવીએ છીએ, તો સત્ય, અસત્યનું માથુ ભાંગી નાખે છે અને તે જ સમયે નષ્ટ થઈ જાય છે. તમે જે વાતો બનાવો છો તે તમારા માટે વિનાશનું કારણ છે.


وَ لَهٗ مَنْ فِی السَّمٰوٰتِ وَ الْاَرْضِ ؕ وَ مَنْ عِنْدَهٗ لَا یَسْتَكْبِرُوْنَ عَنْ عِبَادَتِهٖ وَ لَا یَسْتَحْسِرُوْنَۚ (19)

(૧૯) અને આકાશો અને ધરતીમાં જે કંઈ છે (અલ્લાહ)નું જ છે, અને જે તેના પાસે છે બંદગીમાં ન સરકશી કરે છે અને ન થાકે છે.


یُسَبِّحُوْنَ الَّیْلَ وَ النَّهَارَ لَا یَفْتُرُوْنَ (20)

(૨૦) તેઓ રાત-દિવસ તેની પવિત્રતાનું વર્ણન કરે છે અને જરા પણ સુસ્તી કરતા નથી.


اَمِ اتَّخَذُوْۤا اٰلِهَةً مِّنَ الْاَرْضِ هُمْ یُنْشِرُوْنَ (21)

(૨૧) તે લોકોએ ધરતી (ની સર્જકતા) માંથી જેમને મા'બૂદ બનાવી રાખ્યા છે, શું તેઓ જીવતા કરી શકે છે ?


لَوْ كَانَ فِیْهِمَاۤ اٰلِهَةٌ اِلَّا اللّٰهُ لَفَسَدَتَا ۚ فَسُبْحٰنَ اللّٰهِ رَبِّ الْعَرْشِ عَمَّا یَصِفُوْنَ (22)

(૨૨) જો આકાશો અને ધરતીમાં એક અલ્લાહના સિવાય બીજા પણ મા'બૂદ હોતા તો આ બંને ઉલટ પુલટ થઈ જતા. બસ, અલ્લાહ અર્શનો રબ તે દરેક ગુણથી પવિત્ર છે, જેનું આ મૂર્તિપૂજકો વર્ણન કરે છે.


لَا یُسْئَلُ عَمَّا یَفْعَلُ وَ هُمْ یُسْئَلُوْنَ (23)

(૨૩) તે પોતાના કાર્યોના માટે (કોઈના સામે) જવાબદેહ નથી અને બધા (તેના સામે) જવાબદેહ છે.


اَمِ اتَّخَذُوْا مِنْ دُوْنِهٖۤ اٰلِهَةً ؕ قُلْ هَاتُوْا بُرْهَانَكُمْ ۚ هٰذَا ذِكْرُ مَنْ مَّعِیَ وَ ذِكْرُ مَنْ قَبْلِیْ ؕ بَلْ اَكْثَرُهُمْ لَا یَعْلَمُوْنَ ۙ الْحَقَّ فَهُمْ مُّعْرِضُوْنَ (24)

(૨૪) શું તે લોકોએ અલ્લાહના સિવાય બીજા મા'બૂદ બનાવી રાખ્યા છે ? તેમને કહી દો, “લાવો પોતાનું પ્રમાણ રજૂ કરો, આ છે મારા સાથેવાળાઓની કિતાબ અને મારાથી આગળનાઓનું પ્રમાણ” વાત એ છે કે એમનામાં વધારે પડતા સત્યથી અજાણ છે તેથી તેઓ મોઢું ફેરવેલ છે.


وَ مَاۤ اَرْسَلْنَا مِنْ قَبْلِكَ مِنْ رَّسُوْلٍ اِلَّا نُوْحِیْۤ اِلَیْهِ اَنَّهٗ لَاۤ اِلٰهَ اِلَّاۤ اَنَا فَاعْبُدُوْنِ (25)

(૨૫) અને અમે તમારા પહેલા જેટલા પણ રસૂલ મોકલ્યા, તેમના તરફ આ જ વહી મોકલી કે મારા સિવાય કોઈ સાચો મા'બૂદ નથી, તો તમે બધા મારી જ બંદગી કરો.


وَ قَالُوا اتَّخَذَ الرَّحْمٰنُ وَلَدًا سُبْحٰنَهٗ ؕ بَلْ عِبَادٌ مُّكْرَمُوْنَۙ (26)

(૨૬) અને (મુશરિકો) કહે છે, “રહમાન (કૃપાળુ) ની સંતાન છે (ખોટું છે) તે પવિત્ર છે, નહિ તો તેઓ (જેમને આ લોકો સંતાન સમજી રહ્યા છે) તેના સન્‍માનિત બંદાઓ છે.


لَا یَسْبِقُوْنَهٗ بِالْقَوْلِ وَ هُمْ بِاَمْرِهٖ یَعْمَلُوْنَ (27)

(૨૭) તેના (અલ્લાહના) સામે વધીને નથી બોલતા, અને તેના આદેશોનું પાલન કરે છે.


یَعْلَمُ مَا بَیْنَ اَیْدِیْهِمْ وَ مَا خَلْفَهُمْ وَ لَا یَشْفَعُوْنَ ۙ اِلَّا لِمَنِ ارْتَضٰى وَ هُمْ مِّنْ خَشْیَتِهٖ مُشْفِقُوْنَ (28)

(૨૮) તેઓ તેમના પહેલાની અને પછીની તમામ હાલતોથી વાકેફ છે, અને તેઓ કોઈની પણ ભલામણ નથી કરતા સિવાય તેના, જેનાથી તે (અલ્લાહ) રાજી હોય તેઓ તો પોતે ધ્રુજતા અને ડરતા હોય છે.


وَ مَنْ یَّقُلْ مِنْهُمْ اِنِّیْۤ اِلٰهٌ مِّنْ دُوْنِهٖ فَذٰلِكَ نَجْزِیْهِ جَهَنَّمَ ؕ كَذٰلِكَ نَجْزِی الظّٰلِمِیْنَ ۧ (29)

(૨૯) અને તેમનામાંથી કોઈ કહી દે કે અલ્લાહના સિવાય હું મા'બૂદ (પૂજનિય) છું તો અમે તેને જહન્નમની સજા આપીએ, અમે જાલિમોને આવી રીતે સજા આપીએ છીએ. (ع-૨)