Surah Yunus

સૂરહ યૂનુસ

રૂકૂઅ : ૨

આયત ૧૧ થી ૨૦

وَ لَوْ یُعَجِّلُ اللّٰهُ لِلنَّاسِ الشَّرَّ اسْتِعْجَالَهُمْ بِالْخَیْرِ لَقُضِیَ اِلَیْهِمْ اَجَلُهُمْ ؕ فَنَذَرُ الَّذِیْنَ لَا یَرْجُوْنَ لِقَآءَنَا فِیْ طُغْیَانِهِمْ یَعْمَهُوْنَ (11)

(૧૧) અને જો અલ્લાહ લોકોને તરત જ નુકસાન પહોંચાડી દે, જેવી રીતે લોકો તરત જ ફાયદો ઈચ્છે છે, તો તેમનો વાયદો ક્યારનો પૂરો થઈ ચૂક્યો હોત, તો અમે તે લોકો જેમને અમારા પાસે આવવાનું યકીન નથી તેમને તેમની હાલત પર છોડી દઈએ છીએ કે તેઓ પોતાની સરકશીમાં ભટકતા રહે.


وَ اِذَا مَسَّ الْاِنْسَانَ الضُّرُّ دَعَانَا لِجَنْۢبِهٖۤ اَوْ قَاعِدًا اَوْ قَآئِمًا ۚ فَلَمَّا كَشَفْنَا عَنْهُ ضُرَّهٗ مَرَّ كَاَنْ لَّمْ یَدْعُنَاۤ اِلٰى ضُرٍّ مَّسَّهٗ ؕ كَذٰلِكَ زُیِّنَ لِلْمُسْرِفِیْنَ مَا كَانُوْا یَعْمَلُوْنَ (12)

(૧૨) અને જ્યારે માણસને કોઈ તકલીફ પહોંચે છે તો ઊભા અને બેઠા અને સૂતા અમને પોકારે છે, પછી જ્યારે અમે તેની તકલીફ દૂર કરીએ છીએ તો તે એવો થઈ જાય છે જાણે કે તેણે પોતાની તકલીફના માટે જે તેને પહોંચી હતી કદી અમને પોકાર્યા જ ન હતા. આ રીતે હદ વટાવી જનારાઓના કરતૂતો તેમના માટે સુંદર બનાવી દેવામાં આવ્યા છે.


وَ لَقَدْ اَهْلَكْنَا الْقُرُوْنَ مِنْ قَبْلِكُمْ لَمَّا ظَلَمُوْا ۙ وَ جَآءَتْهُمْ رُسُلُهُمْ بِالْبَیِّنٰتِ وَ مَا كَانُوْا لِیُؤْمِنُوْا ؕ كَذٰلِكَ نَجْزِی الْقَوْمَ الْمُجْرِمِیْنَ (13)

(૧૩) અને અમે તમારાથી પહેલા ઘણી એવી કોમોને બરબાદ કરી દીધી જ્યારે તેમણે જુલમ કર્યા, જો કે તેમના પાસે તેમના પયગંબર સ્પષ્ટ નિશાનીઓ લઈને આવ્યા અને તેઓ ક્યારે એવા હતા કે ઈમાન લઈ આવતા? અમે અપરાધી લોકોને આવી રીતે બદલો આપીએ છીએ.


ثُمَّ جَعَلْنٰكُمْ خَلٰٓئِفَ فِی الْاَرْضِ مِنْۢ بَعْدِهِمْ لِنَنْظُرَ كَیْفَ تَعْمَلُوْنَ (14)

(૧૪) તેમના પછી અમે દુનિયામાં તેમની જગ્યા પર તમને વસાવ્યા, જેથી અમે જોઈ લઈએ કે તમે કેવા કાર્ય કરોછો.


وَ اِذَا تُتْلٰى عَلَیْهِمْ اٰیَاتُنَا بَیِّنٰتٍ ۙ قَالَ الَّذِیْنَ لَا یَرْجُوْنَ لِقَآءَنَا ائْتِ بِقُرْاٰنٍ غَیْرِ هٰذَاۤ اَوْ بَدِّلْهُ ؕ قُلْ مَا یَكُوْنُ لِیْۤ اَنْ اُبَدِّلَهٗ مِنْ تِلْقَآئِ نَفْسِیْ ۚ اِنْ اَتَّبِعُ اِلَّا مَا یُوْحٰۤى اِلَیَّ ۚ اِنِّیْۤ اَخَافُ اِنْ عَصَیْتُ رَبِّیْ عَذَابَ یَوْمٍ عَظِیْمٍ (15)

(૧૫) અને જ્યારે તેમના સામે અમારી આયતો પઢવામાં આવે છે જે બિલકુલ સ્પષ્ટ છે, તો તે લોકો જેમને અમારા પાસે આવવાનું યકીન નથી, એવી રીતે કહે છે કે, “આના સિવાય બીજુ કુરઆન લાવો અથવા તેમાં થોડો ફેરફાર કરી દો”, (આપ ﷺ) તેમને કહી દો કે, “મને આનો અધિકાર નથી કે મારા તરફથી તેમાં ફેરફાર કરી દઉં, બસ હુ તો તેનું જ અનુસરણ કરીશ જે મારા પાસે વહી મારફતે મોકલવામાં આવે છે જો હું મારા રબની નાફરમાની કરૂ તો મને એક મહાન દિવસના અઝાબનો ડર છે.”


قُلْ لَّوْ شَآءَ اللّٰهُ مَا تَلَوْتُهٗ عَلَیْكُمْ وَ لَاۤ اَدْرٰىكُمْ بِهٖ ۖ ز فَقَدْ لَبِثْتُ فِیْكُمْ عُمُرًا مِّنْ قَبْلِهٖ ؕ اَفَلَا تَعْقِلُوْنَ (16)

(૧૬) તમે કહી દો કે, “જો અલ્લાહે ચાહ્યું હોત તો ન હું તમને તે પઢીને સંભળાવતો અને ન અલ્લાહ (તઆલા) તમને તેની ખબર આપતો, કેમકે તેના પહેલા હું તમારામાં એક લાંબી ઉમર સુધી રહી ચૂક્યો છું, પછી શું તમે અકલ નથી ધરાવતા?


فَمَنْ اَظْلَمُ مِمَّنِ افْتَرٰى عَلَى اللّٰهِ كَذِبًا اَوْ كَذَّبَ بِاٰیٰتِهٖ ؕ اِنَّهٗ لَا یُفْلِحُ الْمُجْرِمُوْنَ (17)

(૧૭) તો તેનાથી વધારે જાલિમ કોણ હશે જે અલ્લાહ પર આરોપ ઘડે અથવા તેની આયતોને ખોટી ઠેરવે, બેશક આવા ગુનેહગારો કદી કામયાબ નહિં થાય.


وَ یَعْبُدُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ مَا لَا یَضُرُّهُمْ وَ لَا یَنْفَعُهُمْ وَ یَقُوْلُوْنَ هٰۤؤُلَآءِ شُفَعَآؤُنَا عِنْدَ اللّٰهِ ؕ قُلْ اَتُنَبِّئُوْنَ اللّٰهَ بِمَا لَا یَعْلَمُ فِی السَّمٰوٰتِ وَ لَا فِی الْاَرْضِ ؕ سُبْحٰنَهٗ وَ تَعٰلٰى عَمَّا یُشْرِكُوْنَ (18)

(૧૮) અને આ લોકો અલ્લાહને છોડીને એવી વસ્તુઓની બંદગી કરે છે જે તેમને ન નુકસાન પહોંચાડી શકે અને ન ફાયદો પહોંચાડી શકે, અને કહે છે કે તેઓ અલ્લાહના સામે અમારી ભલામણ કરનારા છે, તમે કહી દો કે, “શું તમે અલ્લાહને એવા વિષયની ખબર આપો છો જેને તે નથી જાણતો આકાશોમાં અને ન ધરતીમાં ?” તે પવિત્ર અને સર્વશ્રેઠ છે તે લોકોના શિર્કથી.


وَ مَا كَانَ النَّاسُ اِلَّاۤ اُمَّةً وَّاحِدَةً فَاخْتَلَفُوْا ؕ وَ لَوْ لَا كَلِمَةٌ سَبَقَتْ مِنْ رَّبِّكَ لَقُضِیَ بَیْنَهُمْ فِیْمَا فِیْهِ یَخْتَلِفُوْنَ (19)

(૧૯) અને તમામ લોકો એકજ ઉમ્મત (સમુદાય-ધર્મ) ના હતા, પછી તેમણે મતભેદ પેદા કર્યો, અને જો એ વાત ન હોતી જે તમારા રબ તરફથી નિર્ધારિત કરી દેવામાં આવી છે, તો જે વસ્તુમાં આ લોકો મતભેદ કરી રહ્યા છે તેનો પૂરી રીતે ફેંસલો થઈ ચૂક્યો હોત.


وَ یَقُوْلُوْنَ لَوْ لَاۤ اُنْزِلَ عَلَیْهِ اٰیَةٌ مِّنْ رَّبِّهٖ ۚ فَقُلْ اِنَّمَا الْغَیْبُ لِلّٰهِ فَانْتَظِرُوْا ۚ اِنِّیْ مَعَكُمْ مِّنَ الْمُنْتَظِرِیْنَ ۧ (20)

(૨૦) અને આ લોકો કહે છે કે તેમના પર કોઈ ચમત્કાર કેમ નથી ઉતર્યો ? (તો તમે) કહી દો કે, “ગૈબ (પરોક્ષ)નું ઈલ્મ ફક્ત અલ્લાહને છે”, તો તમે પણ રાહ જુઓ હું પણ તમારા સાથે રાહ જોઈ રહ્યો છું. (ع-)