(૧૧૦) બેશક અમે મૂસાને કિતાબ આપી, પછી તેમાં મતભેદ કર્યો, જો પહેલાથી જ તમારા રબની વાત લાગુ થઈ ગઈ ન હોત તો ચોક્કસ તેમનો ફેંસલો કરી દેવામાં આવતો, તેમને તો આમાં શંકા થઈ રહી છે (આ લોકો તો દ્વિધામાં છે)
(૧૧૧) બેશક તેમનામાંથી દરેકને (જ્યારે તેના સામે જશે તો) તમારો રબ તેને તેના કર્મોનો પૂરેપૂરો બદલો આપશે, બેશક તેઓ જે કંઈ કરી રહ્યા છે તેનાથી તે બાખબર છે.
(૧૧૨) બસ તમે અડગ રહો જેવો કે તમને હુકમ આપવામાં આવ્યો છે અને તે લોકો પણ જેઓ તમારા સાથે તૌબા કરી ચૂક્યા છે, હોંશિયાર! તમે હદથી આગળ ન વધો,[1] અલ્લાહ તઆલા તમારા બધા કર્મોને જોઈ રહ્યો છે.
(૧૧૩) અને જુઓ જાલિમો તરફ કદી પણ ઝૂકતા નહિ, નહિતર તમે પણ આગની લપેટમાં આવી જશો,[1] અને અલ્લાહના સિવાય તમારી મદદ કરનાર ન ઊભો થઈ શકશે અને ન તમને મદદ આપવામાં આવશે.
(૧૧૪) અને દિવસના બંને કિનારાઓમાં નમાઝ કાયમ કરો, અને રાતના કેટલાક હિસ્સામાં પણ,[1] બેશક નેકીઓ બૂરાઈઓને દૂર કરી દે છે,[2] આ નસીહત છે નસીહત પ્રાપ્ત કરનારાઓ માટે.
(૧૧૫) અને તમે સબ્ર કરો, બેશક અલ્લાહ (તઆલા) નેકી કરનારાઓનો બદલો બરબાદ નથી કરતો.
(૧૧૬) તો તમારાથી પહેલાના જૂથના લોકોમાંથી ભલાઈ કરનારા લોકો કેમ ન થયા, જેઓ ધરતીમાં ફસાદ ફેલાવવાથી રોકતા, સિવાય તે લોકોના જેમને અમે તેમાંથી મુક્તિ અપાવી હતી, જાલિમ લોકો તો તે વસ્તુના પાછળ પડી ગયા, જેમાં તેમને સંપન્નતા આપી હતી અને તેઓ ગુનેહગાર હતા.
(૧૧૭) તમારો રબ એવો નથી કે કોઈ વસ્તીને જુલમથી તબાહ કરી દે, જ્યારે કે ત્યાંના લોકો સુધારણા કરનારા હોય.
(૧૧૮) અને જો તમારો રબ ચાહત તો બધા લોકોને એક જ માર્ગ પર એક જ ઉમ્મત કરી દેતો, તેઓ તો હંમેશા મતભેદમાં જ રહેશે.
(૧૧૯) સિવાય તેમના જેમના ઉપર તમારો રબ કૃપા કરે, તેમને તો એટલા માટે પેદા કર્યા છે, અને તમારા રબની આ વાત પૂરી થઈ ગઈ કે હું જહન્નમને જિન્નાતો અને મનુષ્યો બંનેથી ભરી દઈશ.
(૧૨૦) અને રસૂલોની તમામ હાલતો અમે તમારા સામે તમારા દિલની શાંતિ માટે વર્ણન કરી રહ્યા છીએ, તમારા પાસે આ સૂરહમાં પણ સત્ય પહોંચી ગયુ, જે નસીહત અને ઉપદેશ છે ઈમાનવાળાઓના માટે.
(૧૨૧) અને ઈમાન ન લાવનારાઓને કહી દો કે તમે લોકો પોતાની રીતે કર્મ કર્યા જાઓ, અમે પણ કર્મમાં વ્યસ્ત છીએ.
(૧૨૨) અને તમે પણ રાહ જુઓ, અમે પણ રાહ જોઈ રહ્યા છીએ.
(૧૨૩) અને આકાશો અને ધરતીમાં જે કંઈ છૂપાયેલું છે તે અલ્લાહ (તઆલા)નું જ છે, અને બધા મામલાઓને તેના તરફ જ પાછા ફેરવવામાં આવે છે, એટલા માટે તમારે તેની જ બંદગી કરવી જોઈએ અને તેના પર ભરોસો રાખવો જોઈએ અને તમે જે કંઈ કરો છો તેનાથી અલ્લાહ (તઆલા) અજાણ નથી. (ع-૧૦)