(૮૩) અને જે દિવસે અમે દરેક સમુદાયમાંથી તે લોકોના જૂથોને ઘેરી લાવીશું જેઓ અમારી આયતોને ખોટી ઠેરવતા હતા, પછી તેમને બધાને અલગ કરી દેવામાં આવશે.
(૮૪) જ્યારે બધા આવી પહોંચશે ત્યારે અલ્લાહ (તઆલા) પૂછશે કે, “તમે મારી આયતોને ખોટી ઠેરવી દીધી, જ્યારે કે તમને તેનું સંપૂર્ણ જ્ઞાન ન હતું? અને એ પણ બતાવો કે તમે શું કરતા રહ્યા?
(૮૫) અને આ જ કારણે કે તેમણે જુલ્મ કર્યું હતું, તેમના પર વાત સાબિત થઈ જશે અને તેઓ કશું બોલી શકે નહિ.
(૮૬) શું તેઓ નથી જોઈ રહ્યા કે અમે રાત્રિને એટલા માટે બનાવી છે કે તેઓ આરામ કરી શકે અને દિવસને અમે પ્રકાશવાળો બનાવ્યો છે ? બેશક આમાં તે લોકોના માટે નિશાનીઓ છે જેઓ ઈમાન ધરાવે છે.
(૮૭) અને જે દિવસે રણશિંગુ ફૂંકી દેવામાં આવશે તો તમામ આકાશોવાળા અને ધરતીવાળા ગભરાઈ જશે[1] પરંતુ જેને અલ્લાહ ચાહે,[2] અને બધા લાચાર બનીને તેના સામે હાજર થશે.
(૮૮) અને તમે પર્વતોને પોતાની જગ્યા ઉપર ભેગા થયેલા સમજો છો પરંતુ તે પણ વાદળોની જેમ ઉડતા ફરશે. આ છે અલ્લાહનું સર્જન જેણે દરેક વસ્તુને મજબૂત બનાવી છે જે કંઈ તમે કરો છો તેને તે સારી રીતે જાણે છે.
(૮૯) જે વ્યક્તિ ભલાઈના કામો લાવશે તેને તેનાથી પણ વધારે સારો બદલો મળશે અને તેઓ તે દિવસની ગભરાહટથી નિશ્ચિત હશે.
(૯૦) અને જેઓ બૂરાઈ લઈને આવશે તેઓને ઊંધા મોઢે આગમાં ધકેલી દેવામાં આવશે, ફક્ત તેનો જ બદલો આપવામાં આવશે જે તમે કરતા રહ્યા.
(૯૧) મને તો ફક્ત આ જ હુકમ આપવામાં આવ્યો છે કે હું આ શહેરના રબની બંદગી કરતો રહું જેણે આને હુરમતવાળુ બનાવ્યું છે,[1] જેની માલિકી દરેક વસ્તુ પર છે અને મને એ પણ હુકમ આપવામાં આવ્યો છે કે હું ફરમાબરદારોમાંથી થઈ જાઉં.
(૯૨) અને હું કુરઆનને પઢતો રહું, તો જે હિદાયત પર આવી જાય તે પોતાના ફાયદા માટે હિદાયત પર આવશે, અને જે ભટકી જાય તેને કહી દો કે, “હું તો માત્ર સચેત કરનાર છું.”
(૯૩) અને કહી દો કે, “મારી પ્રશંસા અલ્લાહ માટે જ છે, તે તમને નજીકમાં જ પોતાની નિશાનીઓ દેખાડશે જેને તમે પોતે ઓળખી લેશો, અને જે કંઈ તમે કરી રહ્યા છો તેનાથી તમારો રબ ગાફેલ નથી.” (ع-૭)