(૪૩) અય ઈમાનવાળાઓ! જો તમે નશામાં ધૂત હોવ તો નમાઝની નજીક ન જાઓ જયાં સુધી કે પોતાની વાત સમજવા ન લાગો, અને અપવિત્રતાની હાલતમાં જયાં સુધી સ્નાન ન કરી લો. હાં, જો રસ્તા પર ચાલતો પસાર થઈ જનાર હોય તો અલગ વાત છે, અને જો તમે બીમાર હોય, અથવા સફરમાં હોવ અથવા તમારામાંથી કોઈ શૌચક્રિયાથી આવ્યો હોય અથવા તમે સ્ત્રીઓ સાથે સહશયન કર્યું હોય અને તમને પાણી ન મળે તો પવિત્ર માટીથી તયમ્મુમ કરો અને પોતાના ચહેરા અને હાથ પર મસહ (હાથ ફેરવી લો) કરી લો. બેશક અલ્લાહ (તઆલા) ઘણો માફ કરવાવાળો અને બક્ષવાવાળો છે.